બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / agra rich homestay gang rape case victim disclosure uttar pradesh police

આગ્રા રેપ કેસ / આગ્રાના હોમ સ્ટેમાં ચાલતા સેક્સ રેકેટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, પીડિતાની આપવીતી સાંભળીને હૈયું ધ્રૂજી ઉઠશે

Dinesh

Last Updated: 11:49 AM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Agra Homestay Rape Case: આગ્રાના હોમ સ્ટેમાં ચાલતા સેક્સ રેકેટ કેસમાં કાર્યવાહી કરતા પોલીસે 35થી વધુ હોમ સ્ટે બંધ કરાવ્યા છે તેમજ પીડિતાની ફરિયાદ પર ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે

  • આગ્રામાં સેક્સ રેકેટ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
  • આરોપીએ પીડિતાને દર્દ આપવામાં દરેક હદ હટાવી
  • પોલીસે 35થી વધુ હોમ સ્ટે બંધ કરાવ્યા


Agra Homestay Rape Case: તાજ શહેર આગ્રા વર્તમાનમાં દિવસોમાં વેશ્યાવૃત્તિના કાળા કારોબારને કારણે ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા જ અહીંના હોમ સ્ટેમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. પીડિતાની ફરિયાદ પર ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આ મામલે કાર્યવાહી કરતા પોલીસે 35થી વધુ હોમ સ્ટે બંધ કરાવ્યા છે. જે રુવાટા ઉભી કરતી પીડિતાની કહાની સામે આવી છે

garhwa minor girl kidnapped and held hostage raped for 3 days

'હું નોકરી માટે આગ્રાના એક સ્પા સેન્ટરમાં ગઈ હતી'
પીડીતાએ જણાવ્યું કે, આજથી દોઢ વર્ષ પહેલાં હું નોકરી માટે આગ્રાના એક સ્પા સેન્ટરમાં ગઈ હતી. ત્યાં જીતુ, સોનુ, રિયા અને અશોકની મુલાકાત થઈ હતી. મેં કહ્યું કે મારે નોકરીની જરૂર છે. તેથી તેઓએ મને 10 હજાર રૂપિયા પ્રતિ માસના પગારે રિસેપ્શનિસ્ટ તરીકે રાખી હતી. પહેલા એક મહિના સુધી મને સમયસર પૈસા મળ્યા હતા. તે પછી તેઓએ મને લાલચ આપી કારણ કે, તે મારી આર્થિક સ્થિતિ વિશે જાણતા હતા. તેથી જ તેમણે કહ્યું કે હું એક મહિનામાં જે પૈસા કમાઉ છે તે બે-ત્રણ દિવસમાં પણ કમાઈ શકે છે. આ પછી તેઓએ મને સોનુ સાથે રૂમમાં મોકલી દીધી. જ્યારે હું તેની સાથે વાત કરવા માંગતી હતી ત્યારે તેણે મારી સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ દરમિયાન તેણે મારો વીડિયો પણ બનાવી લીધો હતો. હું લાચાર હતી. મારે ઘરનું ભાડું ચૂકવવાનું હતું. તેઓએ મને 5 હજાર રૂપિયા આપ્યા હતા, જે લઈને હું ઘરે ગઈ હતી.

IAF officer forced to undergo illegal 'two finger test' after being 'raped by colleague'

શારીરિક અને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો'
વધુમાં પીડિતાએ કહ્યું કે, બીજા દિવસે કામ પર પહોંચી ત્યારે આ લોકોએ એક ગ્રાહકને ફોન કરી દીધો હતો. મને તેની સાથે રૂમમાં જવાનું કહેવામાં આવ્યું ત્યારે મેં ના કહ્યું તો તેઓએ મને અશ્લીલ વીડિયો બતાવીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. હું ડરી ગઈ હતી. મારા પરિવારના સભ્યોને તેની જાણ નહોતી એટલે મારે તે ગ્રાહક સાથે જવાની ફરજ પડી હતી. આ પછી તો જાણે કે, રૂટિન થઈ ગયો હતો. આ બધું લગભગ 5-6 મહિના ચાલ્યું હતું. આ લોકો ગ્રાહકો પાસેથી 3000 રૂપિયા લેતા હતા પરંતુ અમને ગ્રાહક દીઠ 800 રૂપિયા આપતા હતા. મારા જેવી ઘણી છોકરીઓ હતી. જે આ બધું કરતી હતી. આ દરમિયાન પોલીસની કાર્યવાહીના પગલે તમામ સ્પા સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા હતા. અમારું સેન્ટર પણ બધ કરાવી દીધુ હતું. આ પછી આ લોકોએ હોટલમાં લઈ જઈને ધંધો કરવા લાગ્યા હતા. જેમાં પ્રિયા પેલેસ અને રિચ હોમ સ્ટેનો છે. મારી સાથે દોઢ વર્ષ સુધી આ બધું થતું રહ્યું હતું. આ દરમિયાન શારીરિક અને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો.

Senior Citizen Rapes Teen In Delhi, Son Films It: Police

'મને ફરીથી બ્લેકમેલ કરવા લાગ્યા હતા'
તેમણે કહ્યું કે, આ દરમિયાન મારા દાદીનું અવસાન થયું હતો. તેથી હું ત્યાં જવા માંગતી હતી. આ લોકો ઇચ્છતા ન હતા કે હું જાઉં. મને ફરીથી બ્લેકમેલ કરવા લાગ્યો હતા. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મારી પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હતી. મેં મારી દાદીએ આપેલી જમીન વેચીને આ લોકોને 4.5 લાખ રૂપિયા પણ આપ્યા હતા. હું દિવાળીના એક દિવસ પહેલા 11મી નવેમ્બરે ઘરે હતી. જીતુ અને રિયાએ મને ફોન કરીને કહ્યું કે હોમ સ્ટેમાં પૂજા છે. આવે અને પૈસા અને પ્રસાદ લઈ જા, હું ત્યા ગઈ. ચારેય લોકો ત્યાં પહેલેથી જ હાજર હતા. મેં કહ્યું મારું એકાઉન્ટ સેટલ કરો મારે ઘરે જવું છે. પરંતુ રિયાએ કહ્યું કે ઠંડુ પીણું પી લે અને પછી જતી રહે. મેં બે ગ્લાસ પાણી પીધ આ પછી હું નશો ચડવા લાગ્યો હતો. આ લોકોએ મને બળજબરીથી ગ્રાહક સાથેના રૂમમાં બંધ કરી દીધી હતી. 

12 years old boy gangraped in delhi by 4 men in seelampur dcw notices delhi police for the same

'માથા પર કાચની બોટલ મારી હતી'
પીડિતાએ હર્દય કંપાવતી વાતમાં વધુમાં કહ્યું કે, આ દરમિયાન જીતુએ મારા માથા પર કાચની બોટલ મારી દીધી હતી. મારા માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતુ. હું જોર જોરથી ચીસો પાડવી લાગી હતી. પરંતુ ડીજે વાગતું હોવાથી મારો અવાજ બહાર આવતો ન હતો. કોઈક રીતે મેં ડીજે બંધ કર્યું અને મારો અવાજ સાંભળીને કેટલાક સિક્યુરિટી ગાર્ડ દોડી આવ્યા હતા. તેમણે ગેટ ખખડાવ્યો. અને મોડા મોડા ખોલ્યો તેટલામા લોકો દોડી આવ્યા અને પોલીસને બોલાવી લીધી હતી. પોલીસે સ્થળ પરથી તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી એક આરોપી અશોક ફરાર છે. તેઓ પોતાને પત્રકાર કહેતો હતો. મને ખબર નથી કે તે કઈ ન્યૂઝ ચેનલમાં કામ કરે છે, પરંતુ તેણે પ્રિયા પેલેસ હોટેલ બનાવી છે. તે ભાગ્યે જ તે લોકોની મુલાકાત કરતો હતો. પરંતુ જ્યારે પણ મામલો બગડતો ત્યારે તે પોલીસ સાથે ગોઠવણ કરતો હતો. અશોક આ સમગ્ર સેક્સ રેકેટનો માસ્ટર માઇન્ડ છે. આ સમગ્ર રેકેટમાં આઠથી વધુ લોકો સંડોવાયેલા છે. દરેક આપસમાં ભાગીદાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ