બ્રેકિંગ ન્યુઝ
Priyakant
Last Updated: 03:04 PM, 26 March 2024
ADVERTISEMENT
बिना हेलमेट,ट्रिपल सवारी ऊपर से स्टंट....!!
— Rahul Saini (@JtrahulSaini) March 25, 2024
नोएडा पुलिस ने इन्हें होली का तोहफा चालान के रूप में दे दिया है.....!!!
सभी से अनुरोध है सड़क पर चलते वक्त इस तरह के स्टंट ने करे!!!! pic.twitter.com/4v42LAEYLi
ADVERTISEMENT
Holi 2024 : હોળીના તહેવારને લઈ ગઇકાલે સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન નોઈડાથી એક એવો વીડિયો સામે આવ્યો જેણે બધાને ચોંકાવી દીધા. વિગતો મુજબ આ વીડિયોમાં બે યુવતીઓ ચાલતા સ્કૂટરમાં સ્ટંટ કરી રહી છે. એક સ્કૂટર પર ત્રણ લોકો સવાર છે. યુવક સ્કૂટર ચલાવી રહ્યો છે. પાછળ બેઠેલી છોકરીઓ એકબીજાને રંગ લગાવી રહી છે અને એક્ટિંગ કરી રહી છે. ત્રણેય હેલ્મેટ વગરના છે. આસપાસ ઉભેલા લોકો તેની સામે જોઈ રહ્યા છે.
આજના સમયમાં રીલનો ટ્રેન્ડ વધ્યો છે. તમે જુઓ છો તે દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર લોકપ્રિય બનવા માટે વિવિધ યુક્તિઓ કરે છે. ક્યારેક કોઈ મેટ્રોમાં ડાન્સ કરી રહ્યું છે તો કોઈ રસ્તા વચ્ચે સ્ટંટ કરી રહ્યું છે. આવો જ એક વીડિયો નોઈડામાંથી સામે આવ્યો છે. જ્યાં બે યુવતીઓએ ચાલતા સ્કૂટર પર એવું કામ કર્યું કે યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. યુઝર્સે યુવતીઓના વીડિયોને નોઈડા પોલીસને ટેગ કરીને કાર્યવાહીની માંગ કરી હતી.
33 હજાર રૂપિયાનું ચલણ
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જે સ્કૂટર વડે સ્ટંટ કરવામાં આવ્યો હતો તેને ભારે ચલણ ફટકારવામાં આવ્યું હતું. ટ્રાફિકના નિયમો તોડવા બદલ પોલીસે સ્કૂટરને 33 હજાર રૂપિયાનું ચલણ ફટકાર્યું છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં એક યુવક સ્કૂટી ચલાવી રહ્યો છે અને પાછળ બેઠેલી બે યુવતીઓ એકબીજાને રંગો લગાવી રહી છે. બેકગ્રાઉન્ડમાં 'મોહે રંગ લગા દે રે...' ગીત વાગી રહ્યું છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.