બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / India has deployed 35 warships and 11 submarines to the Indian Ocean

એલર્ટ / ચીનની વધતી ગતિવિધિને જોતા ભારતે ઉઠાવ્યું મોટું પગલું, તાબડતોબ હિન્દ મહાસાગર પર ઉતારી દીધા 35 યુદ્ધ જહાજ અને 11 સબમરીન

Priyakant

Last Updated: 09:23 AM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Ocean Latest News: ભારતે હિંદ મહાસાગર અને તેની આસપાસના વિસ્તારોમાં રેકોર્ડ 11 સબમરીન તૈનાત કરી છે જે પાણીમાં મોટું ઓપરેશન હાથ ધરી છે

Indian Ocean : હિંદ મહાસાગરમાં ચીનની વધતી ગતિવિધિ અને ચાંચિયાઓના આતંકને જોતા ભારતે મોટું પગલું ભર્યું છે. વાત જાણે એમ છે કે, ભારતે હિંદ મહાસાગર અને તેની આસપાસના વિસ્તારોમાં રેકોર્ડ 11 સબમરીન તૈનાત કરી છે જે પાણીમાં મોટું ઓપરેશન હાથ ધરી છે. આ સાથે ભારતીય નૌકાદળે 35 યુદ્ધ જહાજો પણ તૈનાત કર્યા છે જે સતત દેખરેખ અને પેટ્રોલિંગ કામગીરી કરી રહ્યા છે. દરિયાઈ વિસ્તારમાં 5 એરક્રાફ્ટ પણ તૈનાત કરવામાં આવ્યા છે જેથી જરૂર પડ્યે તરત જ હવાઈ મદદ મળી શકે. તાજેતરના વર્ષોમાં ચીને હિંદ મહાસાગર ક્ષેત્રમાં તેની હાજરી મજબૂત કરી છે. વિવિધ પ્રવૃત્તિઓના બહાના હેઠળ ચીન આ વિસ્તારમાં સતત નૌકાદળના જહાજો, સેટેલાઇટ ટ્રેકર્સ અને સબમરીન મોકલી રહ્યું છે. હવે ભારતે પણ પોતાની સ્થિતિ મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે.

ભારતીય નૌકાદળે ત્રણ દાયકામાં પ્રથમ વખત કામગીરી માટે એકસાથે 11 પરંપરાગત સબમરીન તૈનાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ જમાવટ છેલ્લા બે દાયકામાં ભારતીય સબમરીન ઈતિહાસથી તદ્દન વિપરીત છે. મહત્વનું છે કે,  છેલ્લી વખત 1990 ના દાયકાની શરૂઆતમાં ભારતીય સબમરીનને મોટી સંખ્યામાં એકસાથે તૈનાત કરવામાં આવી હતી. તે સમયે ભારતીય નૌકાદળે 8 રશિયન કિલો-ક્લાસ, ચાર HDW (જર્મન) અને ચાર રશિયન ફોક્સટ્રોટ સબમરીન તૈનાત કરી હતી. ભારત પાસે હાલમાં 16 પરંપરાગત સબમરીન છે. તેમાં પાંચ સ્કોર્પિયન-ક્લાસ (ફ્રેન્ચ), ચાર HDW (જર્મન) અને સાત કિલો-ક્લાસ (રશિયન) સબમરીનનો સમાવેશ થાય છે. બીજી સ્કોર્પિયન ક્લાસ સબમરીન કમિશનિંગની રાહ જોઈ રહી છે. આ રીતે આવતા વર્ષ સુધીમાં ભારત પાસે 17 પરંપરાગત સબમરીન હશે.

આવો જાણીએ શું કહ્યું નેવલ સ્ટાફના વડાએ ? 
નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે કહ્યું કે, હાલમાં 11 સબમરીન, 35 યુદ્ધ જહાજ અને પાંચ એરક્રાફ્ટ સમુદ્રમાં કાર્યરત છે. તેમાંથી 10 યુદ્ધ જહાજો પશ્ચિમી સમુદ્રતટમાં તૈનાત છે અને જ્યાં સુધી આ સમગ્ર વિસ્તાર સુરક્ષિત ન થાય ત્યાં સુધી તે કાર્યરત રહેશે. તેનો ઉદ્દેશ્ય વ્યાપારી જહાજોની સલામત હિલચાલ સુનિશ્ચિત કરવાનો છે. છેલ્લા કેટલાક મહિનામાં સુએઝ કેનાલ પર સોમાલિયન ચાંચિયાઓનો પ્રકોપ ઘણો વધી ગયો છે. કોમર્શિયલ જહાજો પર મિસાઈલ હુમલાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને ઘણા વ્યવસાયિક જહાજોએ આ માર્ગ પર સફર કરવાનું બંધ કરી દીધું છે. હવે કેપ ઓફ ગુડ હોપનો માર્ગ અપનાવવામાં આવી રહ્યો છે. આ રસ્તો ઘણો લાંબો છે.

વધુ વાંચો: ક્યાંક વરસાદ તો ક્યાંક તોફાનના અણસાર, કાળઝાળ ગરમી વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી

નેવલ સ્ટાફના વડા એડમિરલ આર. હરિ કુમારે નેવીના ઈસ્ટર્ન કમાન્ડ (વિશાખાપટ્ટનમ)માં 3 દિવસ ગાળ્યા. આ દરમિયાન તેમણે દરિયાઈ વિસ્તારમાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તમને જણાવી દઈએ કે, ચીન હિંદ મહાસાગરમાં સતત પોતાની હાજરી વધારી રહ્યું છે. ભારતે એવા સમયે હિંદ મહાસાગરમાં મોટી તૈનાતી કરી છે જ્યારે આ વિસ્તારમાં ચીનના છ લશ્કરી જહાજો સાથે કુલ 13 જહાજો હાજર છે. આમાંથી એક સેટેલાઇટ ટ્રેકિંગ સિસ્ટમ પણ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ