બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / મુંબઈ / After the day's rally, the stock market turned upside down, these shares were washed away, Sensex fell 478 points.
Last Updated: 04:26 PM, 18 April 2024
શેરબજારમાં ચાર દિવસ પછી ઉછાળો આવ્યો હતો, પરંતુ અચાનક તે પતનમાં ફેરવાઈ ગયો. બપોરે 3 વાગ્યા સુધીમાં BSE સેન્સેક્સ 478 પોઈન્ટ ઘટીને 72,465.26ના સ્તરે પહોંચી ગયો હતો.
છેલ્લા ચાર ટ્રેડિંગ દિવસોથી શેરબજારમાં સતત મોટા ઘટાડાનો ટ્રેન્ડ હતો, પરંતુ ગુરુવારે બજાર જોરદાર ઉછાળા સાથે ખુલ્યું અને એવું લાગી રહ્યું હતું કે આ ઉછાળો કારોબારના અંત સુધી ચાલુ રહેશે, પરંતુ જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ આ પ્રારંભિક ઉછાળો ફરી એક વખત ઘટાડામાં ફેરવાઈ ગયો અને બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 300 પોઈન્ટ્સ સુધી ગગડી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઘટાડો થયો છે.
ADVERTISEMENT
શેરબજારમાં કારોબારની શરૂઆત સાથે જ સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 73,183.10 પર ખુલ્યો હતો અને શરૂઆતના કારોબારમાં તે 73,473ના સ્તરે પહોંચ્યો હતો. પરંતુ શેરબજારમાં અચાનક વળાંક આવ્યો અને શરૂઆતી ઉછાળો પતનમાં ફેરવાઈ ગયો. સેન્સેક્સમાં 478 પોઈન્ટનો ભારે ઘટાડો થયો હતો અને 72,465.26ના સ્તરે પહોંચી ગયો હતો. શેરબજારમાં કારોબારના અંતે સેન્સેક્સ 454.69 પોઈન્ટ એટલે 0.62 ટકા ઘટીને 72,488.99ના સ્તરે બંધ થયો હતો.
ADVERTISEMENT
સેન્સેક્સની જેમ NSEના નિફ્ટી-50ની રફ્તારમાં જોતજોતામાં બ્રેક લાગી અને ભારે ગગડ્યુ હતું. NIFTY એ 22,212 ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું અને શરૂઆતના ટ્રેડિંગમાં મોમેન્ટમ સાથે તે 22,326.50 ના સ્તર પર પહોંચી ગયો. ત્યારબાદ ડાઉનવર્ડ ટ્રેન્ડ શરૂ થયો અને બપોરે 3 વાગ્યા સુધીમાં નિફ્ટી 158 પોઈન્ટ ઘટીને 21,988ની સપાટીએ પહોંચી ગયો હતો. અંતે નિફ્ટી 152.05 પોઇન્ટ 0.69 ટકા ઘટીને 21,995.85 પર બંધ થયો હતો.
ADVERTISEMENT
નિફ્ટી બેન્ક પણ 426 પોઈન્ટ ઘટીને 47,058ના સ્તરે આવી ગયો હતો. શેરબજારમાં ઘટાડાની વચ્ચે નેસ્લે ઈન્ડિયાના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. નેસ્લે ઈન્ડિયાનો શેર 3.66 ટકા ઘટીને 2453ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. માર્કેટ ક્રેશ હોવા છતાં, ભારતી એરટેલનો શેર 5.07 ટકા વધીને રૂ. 1274ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. નેસ્લે ઈન્ડિયાના શેરમાં આ તીવ્ર ઘટાડો એ સમાચાર પછી અચાનક આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે કંપની બેબી ફૂડ પ્રોડક્ટ્સમાં ખાંડનો ઉપયોગ કરી રહી છે અને આ સંબંધમાં રિપોર્ટ આવ્યા બાદ હવે તે સરકારની તપાસ હેઠળ છે. નેસ્લેની સાથે, લાર્જ કેપ શેરોમાં, એક્સિસ બેંક 3.12%, ટાઇટન 2.39%, ABB ઈન્ડિયા 4.42%, અપોલો હોસ્પિટલ 4% ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જો આપણે શેરબજારમાં ચાલી રહેલા ઘટાડા પાછળના કારણો વિશે વાત કરીએ તો ભૌગોલિક રાજકીય તણાવ અને રોકાણકારો દ્વારા પ્રોફિટ-બુકિંગની અસર વૈશ્વિક સ્તરે ઘટાડા સ્વરૂપે દેખાઈ રહી છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સંઘર્ષ ચાલુ છે અને તેના વધવાની ચિંતા પણ વધી રહી છે. છેલ્લા ત્રણ દિવસના ઘટાડા પર નજર કરીએ તો શેરબજારમાં અંધાધૂંધી વચ્ચે રોકાણકારોની રૂ. 8 લાખ કરોડની સંપત્તિ ખતમ થઈ ગઈ છે.
(નોંધ- શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા બજાર નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.)
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.