બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / After 'Sri Ram', Prabhas will be seen in the role of the upcoming film 'Mahadev'!, Kriti Sanon's sister Nupur Sanon will work.

મનોરંજન / 'શ્રી રામ' બાદ હવે આવનાર ફિલ્મ 'મહાદેવ' ના રોલમાં જોવા મળશે પ્રભાસ!, કૃતિ સેનનની બહેન નૂપુર સેનન કરશે કામ

Megha

Last Updated: 04:43 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિપોર્ટ્સ અનુસાર વિષ્ણુ મંચુના ડ્રીમ પ્રોજેક્ટ કન્નપ્પા - અ ટ્રુ એપિક ઈન્ડિયન ટેલ'માં  પ્રભાસ ભગવાન શિવની ભૂમિકા ભજવતો જોવા મળશે. ફિલ્મમાં પ્રભાસ સાથે કૃતિ સેનનની બહેન નૂપુર સેનન પણ જોવા મળશે

  • પ્રભાસ આ ફિલ્મમાં ભગવાન શિવની ભૂમિકા ભજવતો જોવા મળશે
  • એક્ટર વિષ્ણુ મંચુના ડ્રીમ પ્રોજેક્ટ કન્નપ્પામાં કમ કરશે પ્રભાસ 
  • ફિલ્મમાં પ્રભાસ સાથે કૃતિ સેનનની બહેન નૂપુર સેનન જોવા મળશે

આ દિવસોમાં સાઉથથી લઈને બોલિવૂડ સુધી ઘણી મોટી ફિલ્મોની જબરદસ્ત ચર્ચાઓ થઈ રહી છે. ઘણી ફિલ્મોનું શૂટિંગ ચાલી રહ્યું છે અને ઘણી રિલીઝ માટે તૈયાર છે. આ બધાની વચ્ચે તાજેતરમાં પ્રભાસની આગામી ફિલ્મ ચર્ચામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રભાસ આ ફિલ્મમાં ભગવાન શિવની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ ફિલ્મ અને તેમાં પ્રભાસના પાત્રને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ પ્રભાસની આગામી ફિલ્મના ફિલ્મ નિર્માતા દ્વારા એક પોસ્ટ પછી હલચલ મચી ગઈ છે.

પ્રભાસ 'કન્નપ્પા'માં ભગવાન શિવની ભૂમિકા ભજવશે
વાત એમ છે કે તાજેતરમાં જ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ પોતાની લેટેસ્ટ ટ્વિટર પોસ્ટમાં પ્રભાસની આગામી ફિલ્મની જાહેરાત કરી છે . તેણે લખ્યું 'બ્રેકિંગ ન્યૂઝ: સૂત્રોએ જાહેર કર્યું છે કે પ્રભાસ એક્ટર વિષ્ણુ મંચુના ડ્રીમ પ્રોજેક્ટ કન્નપ્પા - અ ટ્રુ એપિક ઈન્ડિયન ટેલ'માં મહત્વની ભૂમિકા ભજવતો જોવા મળશે. એક સાથે ફિલ્મ કરવાના સમાચારની પુષ્ટિ ફિલ્મ નિર્માતા વિષ્ણુ મંચુએ રિપ્લાય આપીને કરી હતી. આ સાથે તેણે જવાબમાં કંઈક આવુ લખ્યું છે, જેના પછી અફવાઓ ફેલાઈ રહી છે કે પ્રભાસ 'કન્નપ્પા'માં ભગવાન શિવની ભૂમિકા ભજવશે.

વિષ્ણુ મંચુએ લખ્યું 'હર હર મહાદેવ'
વિષ્ણુ મંચુએ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાની પોસ્ટનો જવાબ આપતા લખ્યું - 'હર હર મહાદેવ'. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં પ્રભાસ સાથે કૃતિ સેનનની બહેન નૂપુર સેનન જોવા મળશે. પ્રભાસના રોલને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પહેલા પ્રભાસ ફિલ્મ 'આદિપુરુષ'માં ભગવાન રામનો રોલ કરી ચૂક્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રભાસે આ ફિલ્મ માટે 150 કરોડ ફી લીધી હતી પરંતુ આ ફિલ્મ મોટા પડદા પર ફ્લોપ ગઈ. આ સિવાય તે આગામી ફિલ્મ 'કલ્કી 2898 એડી'માં વિષ્ણુના અવતાર કલ્કીની ભૂમિકામાં પણ જોવા મળશે. આ ભારતની સૌથી મોંઘી ફિલ્મ પણ કહેવાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ