બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / After Raksha Bandhan, do you throw away Rakhi from your wrist? Do not do this mistake otherwise

ધર્મ / શું તમે પણ રાખડી બંધાયા બાદ કરો છો આવી ભૂલ? તો જરા આ વાંચી લેજો, નહીં તો પસ્તાવાનો પાર નહીં રહે!

Megha

Last Updated: 12:31 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Raksha Bandhan 2023: આ વર્ષે ભદ્રાને કારણે રક્ષાબંધન બે દિવસ સુધી ઊજવવામાં આવશે. રક્ષાબંધન પર ભાઈઓને રાખડી બાંધ્યા પછી તેને ઉતારવા માટે અલગ-અલગ નિયમો આપવામાં આવ્યા છે.

  • ભદ્રાને કારણે રક્ષાબંધન બે દિવસ સુધી ઊજવવામાં આવશે
  • 30 અને 31 ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઊજવવામાં આવશે
  • રાખડી બાંધ્યા પછી તેને ઉતારવા માટે અલગ-અલગ નિયમો છે 

Raksha Bandhan 2023 Rules for taking off Rakhi: આ વર્ષે 30 અને 31 ઓગસ્ટના રોજ રક્ષાબંધન (Raksha Bandhan 2023) ઊજવવામાં આવશે. દર વર્ષે શ્રાવણ માસની પૂનમના દિવસે રક્ષાબંધન ઊજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે બહેન તેના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ તેની બહેનને રક્ષાનું વચન આપે છે. આ વર્ષે ભદ્રાને કારણે રક્ષાબંધન બે દિવસ સુધી ઊજવવામાં આવશે. 

રક્ષાબંધન બે દિવસ સુધી ઊજવવામાં આવશે
શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂનમે ભદ્રા યોગ હોવાના કારણે રક્ષાબંધન 30 અને 31 ઓગસ્ટે છે. રક્ષાબંધનનું શુભ મુહૂર્ત 30 ઓગસ્ટ, બુધવારે રાત્રે 8.57થી લઈને 31 ઓગસ્ટ ગુરૂવારે ઉદયાતિથિમાં સવારે 7.46 વાગ્યા સુધી રહેશે. પુનમ 30 ઓગસ્ટ સવારે 10.13થી શરૂ થઈ જશે. ભદ્રાકાળ સવારે 10.23 વાગ્યાથી લઈને રાત્રે 8.57 વાગ્યા સુધી રહેશે. 

રાખડી ઉતારવાના અલગ-અલગ નિયમો છે 
ભાઈઓને રાખડી બાંધવાના ઘણા નિયમો છે. એ જ રીતે રાખડી બાંધ્યા પછી તેને ઉતારવા માટે અલગ-અલગ નિયમો આપવામાં આવ્યા છે. લોકો ઘણીવાર મૂંઝવણમાં હોય છે કે રક્ષાબંધન પૂર્ણ થયા પછી કાંડા પર શોભતી રાખડીનું શું કરવું. ઘણા લોકો રાખડી ઉતારીને અહીં-ત્યાં રાખે છે. પરંતુ આવું કરવું યોગ્ય માનવામાં આવતું નથી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કાંડા પર બાંધેલ રાખડીઓનું શું કરવું જોઈએ.

રક્ષાબંધન પછી રાખડીનું શું કરવું?
રક્ષાબંધન પછી રાખડી ઉતારીને અહીં-ત્યાં ફેંકવી જોઈએ નહીં. તેનાથી ભાઈ-બહેનના સંબંધો પર વિપરીત અસર પડી શકે છે. રક્ષાબંધન સમાપ્ત થયા પછી બીજા દિવસે રાખડી ઉતારીને કાળજીપૂર્વક લાલ રંગના કપડામાં રાખવી જોઈએ. એ બાદ તેને એવી જગ્યાએ રાખો જ્યાં તમારા અને તમારી બહેન સાથે સંબંધિત અન્ય વસ્તુઓ રાખવામાં આવે. જેમ કે તમારા બંનેના એક સાથેના ફોટા, તમારા રમકડાં પાસે રાખો. જે બાદ આવતા વર્ષના રક્ષાબંધન સુધી આ રાખડી સાચવીને સુરક્ષિત રાખો પછી આવતા વર્ષે રક્ષાબંધનનો તહેવાર આવે ત્યારે આ રાખડીને પાણીમાં વહાવી દો. આમ કરવાથી ભાઈ-બહેનનો સંબંધ વધુ મજબૂત બને છે.

તૂટેલી રાખડીઓનું શું કરવું?
જો રાખડીને કાંડા પરથી ઉતારતી વખતે તૂટી જાય તો તેને સાચવીને રાખવી જોઈએ નહીં સાથે જ તેને અહીં-ત્યાં ફેંકવી પણ જોઈએ નહીં. એ તૂટેલ રાખડીને એક રૂપિયાના સિક્કા સાથે ઝાડની નીચે રાખવી જોઈએ અથવા પાણીમાં વહાવી દેવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ