બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / ભાવનગર / After making preparations for government recruitment but not getting success, the kettle was opened

ભાવનગર / B.Com ચાયવાલા: સરકારી ભરતીની તૈયારીઓ કરી પણ સફળતા ન મળી તો કીટલી ખોલી, કહ્યું PM આગળ વધી શકે તો હું કેમ નહીં

Vishal Khamar

Last Updated: 11:19 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેજસ મિસ્ત્રી સામાન્ય પરિવારનો છે. તેના પિતા મિસ્ત્રીનું મજૂરી કામ કરી રહ્યાં છે. તેણે અભ્યાસ પૂર્ણ કર્યા ખાનગી નોકરીમાં સામાન્ય પગારમાં  જોડ઼વાના બદલે પોતાના પગ ઉપર ઉભા રહેવાનું પસંદ કર્યું.

  • અભ્યાસ બાદ શરૂ કરી ચાની કીટલી
  • B.Com ચાયવાલા તરીકે મેળવી સફળતા
  • ખાનગી નોકરી છોડીને શરૂ કરી ચાની કીટલી

કઠોર પરિશ્રમ  અને મુકામ સુધી પહોંચવાની ઈચ્છા શક્તિ હોઈ તો કાળા માથાનો માનવી ગમે ત્યાં પહોંચી શકે છે અને આ વાત ને ઉજાગર કરવા ભાવનગરના  તેજસ મિસ્ત્રીએ B.Com નો અભ્યાસ પૂર્ણ કરી ને માત્ર સરકારી નોકરી ની આશા એ ઘરે બેસી રહેવાના  બદલે B.Com ચા વાળાના નામે પોતાની ચા ની કીટલી શરૂ  કરી છે અને તેમાંથી તે રોજગારી મેળવી રહ્યો છે એટલું જ નહીં તેમનું કેહવું છે કે પિતા ઉપર બોજ બનાવના બદલે તે પોતાના પગ ઉપર જ ઉભો રહેવા માંગે છે.

 જો દેશના વડાપ્રધાન ચા વહેંચી ને આગળ વધ્યા છે તો હું પણ કેમ આગળ ના વધી શકુંઃતેજસ મિસ્ત્રી
મન હોઈ તો માળવે જવાય આ વાત ને સાર્થક કરી રહ્યો છે ભાવનગરનાં તેજસે. તેજસ મિસ્ત્રી સામાન્ય પરિવારનો છે. તેના પિતા મિસ્ત્રીનું મજૂરી કામ કરી રહ્યાં છે. અને તેજસને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગમે તેવી ખાનગી નોકરીમાં સામાન્ય  પગારમાં  જોડ઼વાના બદલે પોતાના પગ ઉપર ઉભા રહેવાનું પસંદ કર્યું. તેજસે અભ્યાસ પૂર્ણ કરીને બે ખાનગી દુકાનોમાં નોકરી કરી હતી. પરંતુ ત્યાં તેનું મન નહીં મળતા આખરે સરકરી પરીક્ષાઓ આપવાનું શરૂ કર્યું. જો કે તેજસે અનેક સ્પર્ધાત્મક પરીક્ષા આપી છે. પરંતુ તેમાં તેને હજુ સફળતા મળી નથી. ત્યારે હવે તેને ચા ની કીટલી શરૂ કરી છે. આ ઉપરાંત તેજસ તેના માતાના સહયોગથી દરરોજ સવારે જામનગરી ઘૂઘરા બનાવીને પણ ઘરે થી લાવે છે. તેનું પણ તે વેચાણ કરી  રહ્યો છે. તેજસનું કહેવું છે કે જો દેશના વડાપ્રધાન ચા વહેંચી ને આગળ વધ્યા છે તો હું પણ કેમ આગળ ના વધી શકું મને આ કામ કરવામાં કોઈ નાનપ લાગતી નથી.

 ટી સ્ટોલનું નામ B.Com ચા વાળા રાખ્યું છે
આમતો સામાન્ય રીતે આજની પેઢીના યુવકો અભ્યાસ કરીને સરકારી નોકરી માટે તલપાપડ થતા હોઈ છે. પરંતુ દરેકને સરકરી નોકરી મળવાની નથી. તે વાતને લઇને તેજસે ચા ની કીટલી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તેજસ દરરોજ સવારે વિધ્યાનગર વિસ્તારમાં પોતાની ચા ની કીટલી ધરાવે છે. અહીં તેમને આ ટી સ્ટોલનું નામ B.Com ચા વાળા રાખ્યું છે. તેનું કારણ એ છે કે લોકોને ખબર પડે કે B.Com  કરનારા માણસને નોકરી નહીં મળતા ચા ની કીટલી પણ સારું કરી શકે છે. અહીં ચા પીવા આવતા લોકો પણ તેજસ આ વ્યવસાયમાં આગળ વધશે તેમ જાણાવી રહ્યાં છે.
માણસ પોતાના જીવનમાં આપમેળેઆગળ વધે તો તેમને કામ કર્યાનો સંતોષ પણ થાય છે. અને હિંમત હાર્યા વગર કોઈ પણ કામ શરમ કે સંકોચ વગર કરી શકે છે. તેનું ઉદાહરણ આ B.Com પાસ થયેલો તેજસ છે તેમ કહી શકાય. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ