બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / after kim jong un who will be the new north korea heir throne sister kim yo jong brother kim jong chol nephew kim han sol and son will new dictator
ADVERTISEMENT
ઉત્તર કોરિયાનો તાનશાહ કિમ જૉંગ-ઉનની હાલત સર્જરી બાદ નાજુક બની ગઇ છે. કિમ તાજેતરમાં 15 એપ્રિલે પોતાના દાદાના જન્મદિવસના ઉત્સવમાં પણ સામેલ થયા નહીં ત્યારબાદથી એમના સ્વાસ્થ્યને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે એ બ્રેન ડેડ થઇ ગયા છે.
દક્ષિણ કોરિયાની ઑનલાઇન સાઇટ પ્રમાણે 12 એપ્રિલે કિમ હૃદય તથા લોહીની નળીઓ સંબંધી પ્રક્રિયામાંથી પાર થયા છે. હવે પ્રશ્ન એવા ઊઠી રહ્યા છે કે કિમ જોંગ બાદ ઉત્તર કોરિયાનો આગળનો શાસક કોણ હશે?
ADVERTISEMENT
કિમ જૉંગની નાની બહેન પ્રમુખ દાવેદાર
જો કિમ જૉંગ-ઉન ગંભીર રૂપથી બિમાર થાય છે. અપંગ થાય છે અથવા એમનું મોત થઇ જાય છે તો એવામાં એમના ઉત્તરાધિકારી માટે એમની નાની બહેન કિમ યો જોંગને મજબૂત સંભાવિત ઉમેદવાર માનવામાં આવી રહી છે. તેમજ કિમ યો જૉંગ પોતાના મોટાભાઇથી સૌથી નજીક સહયોગી રૂપમાં માનવામાં આવે છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગથી કિમ જૉંગની મુલાકાતના સમય પણ એ પોતાના ભાઇ સાથે હતી.
કિમ જૉંગ-ઉનનો પુત્ર
ઉત્તર કોરિયાના નવા ઉત્તરાધિકારી માટે તિમ જોંગ-ઉનના પુત્ર કિમ જૉંગ ઇલનું નામ પણ સંભાવિત દાવેદારોમાં સામેલ છે. દક્ષિણ કોરિયાઇ ખાનગી વિભાગ અનુસાર કિમ જોંગે 2009માં પૂર્વ ગાયક રી સોલ જૂ સાથે લગ્ન કર્યા હતા. માનવામાં આવે છે એમના ત્રણ બાળક હતા.
ADVERTISEMENT
કિમ જૉંગના સાવકા ભાઇનો પુત્ર
કિમ જૉંગ-ઉનના આગળના ઉત્તરાધિકારીના રૂપમાં એમનો ભત્રીજો કિમ હાન સોલનું નામ પણ સામેલ છે. કિમ હાન સોલનો જન્મ 1995માં થયો હતો. હાન સોલ, કિમ જૉંગના સાવકા મોટા ભાઇ અને સૌથી મોટા દુશ્મનનો પુત્ર છે. કિમ જોંગનો ભાઇ કસીનો ચલાવતો હતો અને સતત એમના શાસનની ટીકા પણ કરતો હતો.
તાનાશાહ કિમ જોંગના ગિટારવાદક ભાઇ
કિમ જૉંગ-ઉનનો ભાઇ કિમ જોંગ ચોલ પણ ઉત્તર કોરિયાના આગળના તાનાશાહની રેસમાં સામેલ છે. કિમ જૉંગ ચોલ, કિમ જૉંગનો એકમાત્ર એવો ભાઇ છે જે હજુ પણ જીવિત છે. કિમ જૉંગ ચોલ રાજનીતિની તુલનામાં ગિટારમાં વધારે રસ દાખવતા હતા.
ADVERTISEMENT
ઉત્તર કોરિયામાં 70 વર્ષથી એક જ પરિવારની હુકૂમત
ઉત્તર કોરિયા પર 70 વર્ષોથી એક જ પરિવારના સભ્યોની હુકૂમત રહી છે. કિમ જોગ-ઉન ઉત્તર કોરિયા પર શાસન કરી રહેલા પરિવારની ત્રીજી પેઢીના શાસક છે. એવું માનવામાં આવે છે કે દેશ પર એમના પરિવારના જ કોઇ સભ્યને શાસન કરવાનો અધિકાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.