બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / After going to defecate in the women's toilet she wrote an apology letter and then the fire

વડોદરા / મહિલા શૌચાલયમાં શૌચ માટે જતાં માફીપત્ર લખાવ્યો તો પટ્ટાવાળાએ કલેકટર કચેરીમાં લગાવી આગી, CCTV ફૂટેજમાં કરતૂત કેદ

Kishor

Last Updated: 10:16 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા કલેક્ટર કચેરીમાં આગ લાગવા મામલે પોલીસે આગ લગાવનાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ગત 13 તારીખે લાગેલી આગની ઘટના મામલે CCTVની તપાસ કરતા આરોપીની ઓળખ થઈ છે.

  • વડોદરામાં કલેક્ટર કચેરીમાં આગ લાગવાનો મામલો
  • આકાશ સોનાર CCTV ફૂટેજમાં દેખાતો હતો
  • પોલીસ પૂછતાછમાં આકાશે આગ લગાવી હોવાનું કબૂલ્યું 

વડોદરા કલેક્ટર કચેરીમાં આગ લાગવા મામલે પોલીસે આગ લગાવનાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ગત 13 તારીખે લાગેલી આગની ઘટના મામલે CCTVની તપાસ કરતા આરોપીની ઓળખ થઈ છે. પોલીસે CCTV આધારે કચેરીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા પિયૂનની ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસને જાણવા મળ્યુ હતુ કે, આરોપીએ સવા વર્ષ પહેલા કરેલી ભૂલની સજાના બદલામાં આગ લગાવી હોવાનુ સામે આવ્યુ હતુ. પોલીસ ઘટના બાદ 120 કલાકના ફૂટેજની તપાસ કરતા શંકાસ્પદ વ્યક્તિ દેખાયો હતો. આ મામલે પોલીસે પુછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે. શંકાસ્પદ શખ્સ કચેરીનો પિયૂન આકાશ સોનાર છે. આરોપીએની પુછપરછમાં સામે આવ્યુ હતુ કે. સવા વર્ષ અગાઉ તેની પાસે મહિલા શૌચાલયમાં જવાના બદલામાં માફીપત્ર લખાવવામાં આવ્યો હતો. જેની અદાવત રાખી આરોપીએ આગ લગાવી હતી. 

After going to defecate in the women's toilet she wrote an apology letter and then the fire

સવા વર્ષ અગાઉની ઘટનાને લઇ લખાવેલા માફીપત્રની અદાવતમાં લગાવી આગ 

પોલીસે સીસીટીવ ફુટેજની તપાસ કરતા તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે.વડોદરા કલેક્ટર કચેરીમાં આગ લગાનાર બીજુ કોઈ નહીં કલેક્ટર કચેરીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરનાર પટ્ટાવાળાએ જ આગ લગાવી હોવાનું સામે આવ્યું છે.. વડોદરા કલેક્ટર કચેરીમાં આગ લાગવાના મામલે વડોદરા પોલીસના ડીસીપી તેજસ પટેલનું નિવેદન સામે આવ્યું છે... તેજસ પટેલે કહ્યું કે આગ લાગ્યા બાદ 120 કલાકના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન સીસીટીવીમાં એક શંકાસ્પદ વ્યક્તિ દેખાયો હતો.


 મહિલા શૌચાલયમાં શૌચ માટે જતાં લખાવ્યું હતો માફીપત્ર 
આગ લાગ્યા પહેલા અને બાદમાં બહાર આવતા આરોપી સીસીટીવીમાં જોવા મળ્યો હતો. આ વ્યક્તિ કચેરીમાં જ કામ કરનાર પટ્ટાવાળો આકાશ સોનાર હોવાનું ખુલ્યું છે. સવા વર્ષ અગાઉ આરોપી કચેરીમાં મહિલા શૌચાયલમાં શૌચ માટે ગયો હતો. ત્યારે મહિલા કર્મચારીએ હોબાળો કરતા તંત્ર દ્વારા પટ્ટાવાળા પાસે માફીપત્ર લખાવવામાં આવ્યું હતું. આરોપીએ આ વાતની ખીજ પોતાના મનમાં રાખીને બદલો લેવાનું નક્કી કર્યું હતું અને તેને રીસ રાખીને કલેક્ટર કચેરીમાં આગ લગાવી દીધી હતી. આરોપી આકાશ સોનારે રેકોર્ડના પોટલામાં આંગ ચાપી દીધી હતી.. જેથી તમામ રેકોર્ડ બળીને ખાખ થઈ ગયા હતા... જો કે હાલ તો સમગ્ર મામલે રાવપુરા પોલીસે આરોપી આકાશ સોનારની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ