બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Adipurush Hanuman Devdatta gajanan nage worked with many bollywood stars

મનોરંજન / કોણ છે ફિલ્મ 'આદિપુરુષ'ના હનુમાન? અજય દેવગનની મુવી ‘તાન્હાજી’માં કરી ચૂક્યો છે મહત્વનો રોલ

Arohi

Last Updated: 11:01 AM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Who Is Adipurush Hanuman: પ્રભાસની ફિલ્મ 'આદિપુરૂષ'માં હનુમાનનો રોલ નિભાવનાર એક્ટર દેવદત્તા નાગેની હાલ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. મરાઠી ફિલ્મોના દમદાર એક્ટર દેવદત્તા પોતાની ફિટનેસને લઈને પણ ચર્ચામાં છે. જાણો કોણ છે 'આદિપુરૂષ'ના વીર હનુમાન?

  • 'આદિપુરૂષ'માં દેવદત્તા નાગેએ કર્યો છે હનુમાનજીનો રોલ 
  • મરાઠી ફિલ્મોના છે દમદાર એક્ટર 
  • ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે દેવદત્તા નાગે 

જ્યારે પ્રભુ રામની વાત થાય છે તો ભક્ત હનુમાનની પણ ચર્ચા જરૂર હોય છે. આજકાલ રામ બનેલા પ્રભાસ અને તેમની ફિલ્મ 'આદિપુરૂષ' ખૂબ જ ચર્ચામાં છે. ફિલ્મની રિલીઝમાં હવે ફક્ત 2 જ દિવસ બાકી છે. 16 જૂને આદિપુરૂષ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. 

ફિલ્મની રિલીઝ પહેલા જ દરેક કેરેક્ટરના વખાણ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને હનુમાનનો રોલ પ્લે કરી રહેલા દેવદત્તા નાગેના ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે. આદિપુરૂષમાં હનુમાન બનેલા દેવદત્તા નાગે મરાઠી સિનેમાના શાનદાર એક્ટર છે. જાણો આદિપુરૂષના હનુમાન વિશે. 

મરાઠી ફિલ્મોમાં છે ખૂબ જ ફેમસ 
ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરૂષ'માં હનુમાનની ભુમિકા નિભાવનાર એક્ટર દેવદત્તા ગજાનન નાગે છે. જે મરાઠી ફિલ્મોના શાનદાર એક્ટરના રૂપમાં ઓળખાય છે. દેવદત્તાએ મરાઠી સીરિયલથી લઈને ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. દેવદત્તાને ટીવી સીરિયલ 'જય મલહાર'માં લોકોએ ખૂબ જ પસંદ કર્યા હતા. આ સીરિયલમાં તેમણે ભગવાન ખંડોબાનો રોલ પ્લે કર્યો હતો. 

ટીવીનો ફેમસ ચહેરો છે દેવદત્તા 
દેવદત્તાએ ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે. 'વીર શિવાજી', 'દેવ્યાની' અને 'બાજીરાવ મસ્તાની' માટે તેમણે ખાસ કરીને ખૂબ વખાણ મળ્યા હતા. કલર્સના ફેમસ સીરિયલ 'વીર શિવાજી'થી દેવદત્તાએ હિન્દી સીરિયલ્સમાં ડેબ્યૂ કર્યું હતું. 

અજય દેવગણની ફિલ્મથી કર્યું હતું બોલિવુડ ડેબ્યૂ 
દેવગત્તાએ હિંદી ફિલ્મોમાં પણ શાનદાર એક્ટિંગ કરી છે. તેમણે અજય દેવગણની સાથે 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા'માં હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. દેવદત્તા અને અજય દેવગણની વચ્ચે સારી બોન્ડિંગ છે. તેમણે અજય દેવગણની ફિલ્મ 'તાનાજી માલુસરે'માં સારી એક્ટિંગ કરી હતી. તેના ઉપરાંત ફિલ્મ 'લાગી તુમસે લગન'માં પણ જોવા મળ્યા હતા. 

ફિટનસને લઈને ચર્ચામાં દેવદત્તા 
મહારાષ્ટ્રના અલીબાગના રહેવાસી દેવદત્તાની ઉંમર 41 વર્ષ છે. પરંતુ ફિટનેસના મામલામાં તે મોટા મોટા સ્ટારને મ્હાત આપે છે. સોશિયલ મીડિયા પર દેવદત્તાની ફિટનેસના ચર્ચા છે. તે પોતાના વીડિયો અને ફોટો ફેન્સ સાથે શેર કરે છે. કલાકો સુધી જીમમાં પરસેવો પાડનાર દેવદત્તાના ઈન્સ્ટાગ્રામ પર 25 હજારથી વધારે ફોલોવર્સ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ