બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં અનૈતિક સંબંધોમાં પત્નીની હત્યા કરીને લાશ પેટીમાં પૂરી દેનાર પતિની ધરપકડ
Last Updated: 03:06 PM, 27 April 2026
સુરતના સલાબતપુરામાં પત્નીની હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. અનૈતિક સબંધોની આશંકામાં આરોપીએ પત્નીની હત્યા કરી હતી. તેમજ હત્યા કર્યા બાદ મહિલાના મૃતદેહને લાકડાના બોક્સમાં મૂકી સિમેન્ટનું પ્લાસ્ટર માર્યું હતું. જે બાદ પત્ની ગુમ થઈ હોવાનું કહીને આરોપીએ પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરાર આરોપીને પકડવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હતી. સુરત પોલીસે ગ્રામ્ય વિસ્તારમાંથી હત્યારા પતિની ધરપકડ કરી હતી. પોલીસે વિશાલ સાલવીની ધરપકડ કરીને પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી હતી.
ADVERTISEMENT
Surat Crime News : સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી દીધી છે. આ તરફ ગુનાને છુપાવવા માટે લાશને લાકડાની પેટીમાં મૂકી સિમેન્ટથી સીલ કરી દીધી હતી. જોકે આ ઘટના સામે આવ્યા બાદ હવે શહેરમાં ચકચાર મચી ગઈ છે.

ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
પ્રાથમિક માહિતી અનુસાર, આરોપી પતિ વિશાલે પોતાની પત્ની શિલ્પાની હત્યા કર્યા બાદ ગુનાને છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે લાશને પેટીમાં મૂકી તેના પર સિમેન્ટ ચડાવી દીધું હતું, જેથી કોઈને શંકા ન જાય. ત્યારબાદ તેણે પત્ની ગુમ થઈ ગઈ હોવાનું નાટક રચી પરિવાર અને પોલીસને ભટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
અનૈતિક સબંધના શંકામાં પત્નીની હ*ત્યા #CrimeNews #DomesticViolence #BreakingNews #MurderCase #IndiaNews #PoliceInvestigation #Justice #GujaratiNews #VTVDigital pic.twitter.com/6HtTVF1YmY
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 27, 2026
આ ઘટનાનો ખુલાસો ખૂબ જ ચોંકાવનારા રીતે થયો. આરોપીએ પોતાની કરતૂત અંગેની વિગત એક ચિઠ્ઠીમાં લખી હતી, જે બાદમાં તેના પરિવાર સુધી પહોંચી. આ ચિઠ્ઠીમાં તેણે ગુનો કબૂલ કર્યો હતો અને લાશ ક્યાં છુપાવી છે તેની પણ માહિતી આપી હતી. આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતાં લાશ મળી આવી, જેને જોઈ સૌ કોઈ હચમચી ઉઠ્યા.
ADVERTISEMENT

ADVERTISEMENT
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, દંપતી વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલતો હતો. અનૈતિક સંબંધની શંકા અને ઘરેલુ તણાવને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી, જે અંતે આ હત્યાકાંડમાં પરિણમી. આ ઘટના ગત 20 એપ્રિલ આસપાસ બની હોવાનું માનવામાં આવે છે. હત્યાની આ ઘટના પછી આરોપી પતિ ફરાર થઈ ગયો છે અને પોલીસ તેની શોધખોળ માટે સતત પ્રયાસ કરી રહી છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફોરેન્સિક ટીમની મદદથી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાનીસૌથી દુઃખદ વાત એ છે કે, દંપતીના બે નાનાં બાળકો અચાનક માતા-પિતાની છત્રછાયા ગુમાવી બેઠા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.