ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બિસ્કિટ બતાવ્યું! ઓરડીમાં લઈ રેપનો પ્રયાસ, બાદમાં ઈંટથી માથું ફોડ્યું, 7 વર્ષની બાળકીનું અમદાવાદમાં કરપીણ મર્ડર

હવસખોર ઝડપાયો / બિસ્કિટ બતાવ્યું! ઓરડીમાં લઈ રેપનો પ્રયાસ, બાદમાં ઈંટથી માથું ફોડ્યું, 7 વર્ષની બાળકીનું અમદાવાદમાં કરપીણ મર્ડર

Last Updated: 07:21 PM, 10 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જિલ્લા પોલીસ ની સમગ્ર ટીમ તથા સ્નિફર ડોગ ની મહત્વપૂર્ણ ભૂમિકા ને લઈ બાળકી ની હત્યા નો ભેદ માત્ર ૧૪ કલાક માં ઉકેલાયો હતો.

ADVERTISEMENT

ચાંગોદર પોલીસ મથક ની હદમાં ૭ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ બાદ કરપીણ હત્યા કરનાર આરોપી ને જિલ્લા પોલીસની વિવિધ ૬૦ ઉપરાંત લોકોની ટીમે ઝડપી પાડ્યો હતો. ગત ૭ તારીખે રસ મધુર કંપની ની જગ્યામાં પતરા વાળી ઓરડીમાં એક બાળકીને બિસ્કિટ બતાવી ઓરડીમાં બોલાવી તેની સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપી ને પોલીસે માત્ર ૧૪ કલાક માં ઝડપી પાડ્યો હતો.

2

જિલ્લા પોલીસ ની સમગ્ર ટીમ તથા સ્નિફર ડોગ ની મહત્વપૂર્ણ ભૂમિકા ને લઈ બાળકી ની હત્યા નો ભેદ માત્ર ૧૪ કલાક માં ઉકેલાયો હતો. જેમાં બનાવ સ્થળ આજુબાજુના ૩૦ થી ૪૦ સી.સી.ટીવી કેમેરાઓ ઝીણવટપુર્વક તપાસવામાં આવેલ હતા. તેમજ નજીકમાં રહેતા ૧૦૦ થી વધારે લોકોની સઘન અને ઉંડાણપૂર્વક પુછપરછ કરવામાં આવેલ હતી. તેમજ આજુબાજુ ની મજૂર વસાહતો, ફેક્ટરીઓ, ગોડાઉનો વિગેરે ચેક કરવામાં આવેલ હતા. તેમજ અલગ અલગ ચોકીદારો, લેબરો, કોન્ટ્રાક્ટરો વિગેરે પાસેથી ગુના સબંધીત માહિતીઓ એકત્ર કરવામાં આવેલ હતી. તેમજ આ વિસ્તારમાં આવતા જતા ઇસમો ની વિગતો વેરીફાઇ કરવામાં આવેલ હતી તેમજ બનાવ વાળા રૂટ પર દૈનીક અવરજવર કરતા લોકોની પુછપરછ કરવામાં આવેલ હતી.

3

આ ઉપરાંત ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમનસોર્સ થી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા, જેમાં ડોગ સ્કોડની મદદથી ગુના વાળી જગ્યાની સ્મેલ આધારે ડોગ દ્વારા કેટલાક શંકાસ્પદ ઇસમોને ટ્રેક કરવામાં આવેલ હતા. જે ઇસમોની યુક્તિ પ્રયુક્તિ તેમજ ઉંડાણપુર્વક પુછપરછ હાથ ધરવામાં આવેલ હતી.

આ પણ વાંચોઃ ભર બજારમાં બે મહિલાઓને માથાના વાળ ખેંચ્યા, છાતી પર પાટા માર્યા, સુરતની શરમજનક ઘટના

5

દરમ્યાન 30 વર્ષીય રવિન્દ્રકુમાર મોજીસાવ પુછપરછમાં ભાંગી પડેલ અને તેઓએ ઉપરોક્ત મરણ જનાર બાળકીને બિસ્કીટ આપવાનું કહી હાથ પકડી પોતાની રૂમમાં લઇ જઇ બાળકીને શારીરીક અડપલા કરી દુષ્કર્મ કરવા પ્રયત્ન કરેલ. તેમજ બાળકી બુમા બુમ કરતી હોય, માથામાં ઇંટનો ટુકડો મારી મૃત્યુ નિપજાવેલ હોય, તેવી કબુલાત કરી હતી., જે કબુલાતને અન્ય પુરાવાઓ દ્વારા સમર્થન મળતુ હોય, આ ગુનાને અંજામ આપનાર ઇસમને ૧૪ કલાકથી ઓછા સમયમાં ઓળખ કરી તેની અટકાયત કરી આગળની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Accused Arrested Molestation of Girl Child
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ