બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જો AC રૂમને કરી દે છે વધારે પડતો ઠંડો, તો સાચવજો, મુસીબત આવવાની છે
Last Updated: 02:19 PM, 24 July 2024
આજકાલ એસી લક્ઝરી નહીં પણ જરૂરિયાત બની ચૂક્યુ છે. ઉનાળો હોય કે ચોમાસું બધી જ ઋતુમાં મોટા ભાગના લોકો એસી વાપરે છે. એસીનું કામ જ રૂમને વાતાવરણને ઠંડું કરવાનું છે. પણ જો તમારું એસી તમારા રૂમને વધારે પડતો ઠંડો કરી દે છે, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. જો તમારું પણ AC overcooling થવા લાગે તો તે સારી વાત નથી.
ADVERTISEMENT
Overcoolingના કારણે તમારા સ્વાસ્થ્ય પર તો અસર થાય જ છે, સાથે જ તમારા ખિસ્સાને પણ નુ્ક્સાન થાય છે. માટે આજે અમે તમને અમુક કારણો જણાવીશું કે જેનાથી AC માં Overcooling ની સમસ્યા થાય તો શું ધ્યાન રાખવું?

ADVERTISEMENT
AC જ્યારે જરૂર કરતાં વધારે ઠંડક આપવા લાગે ત્યારે સમજવું કે થરમૉમિટર ખરાબ થયું હશે. ACમાં થર્મોમીટરનું કામ તાપમાનને સંતુલિત રાખવાનું હોય છે, જો થર્મોમીટરમાં ખરાબી આવી હોય તો AC overcooling થતું જોવા મળે છે.
ADVERTISEMENT

તમારું પણ AC વધારે ઠંડક આપે છે, તો તેની પાછળનું કારણ ACમાં રહેલ ખરાબ એક્સપેન્શન વાલ્વ હોઈ શકે છે. એક્સપેન્શન વાલ્વ રેફ્રિજરેન્ટ ઠંડકને કંટ્રોલમાં રાખવાનું કામ કરતો હોય છે. ACમાં રહેલો આ વાલ્વ ખરાબ થઈ જાય તો ACમાં overcoolingની પ્રોબ્લેમ થઈ શકે છે.
ADVERTISEMENT

તમારું AC જરૂર કરતાં વધારે ઠંડુ થતું હોય તો તેની પાછળ ટેમ્પરેચર સેન્સર હોઈ શકે છે. ટેમ્પરેચર સેન્સર ACને રૂમ અને કારની અંદરનું તાપમાન દર્શાવે છે, ખોટું તાપમાન જણાવવાથી AC વધારે ઠંડક આપતું જોવા મળે છે.
ADVERTISEMENT
ACમાં ગેસ ભરાવતા સમયે વધારે ગેસ ભરાઈ જવાને લીધે પણ વધારે ઠંડકની સમસ્યા સર્જાઈ શકે છે. વધારે ગેસ ભરાવાથી ACમાં પ્રોબ્લેમ થાય છે જેથી AC જરૂર કરતાં વધારે ઠંડક આપે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ટેક્સમાં બચત કરતા શીખવું છે? તો આ સ્કીમ્સમાં રોકાણ કરવાનું શરૂ કરો
શું તમારું AC પણ ઓવર કૂલિંગ થાય છે તો ઉપરના પાંચ સમસ્યામાંથી કોઈ પણ હોઈ શકે છે, આવા સમયમાં AC મેકેનિકને બોલાવીને તપાસ કરાવવી જરૂરી છે, નહિતર સમસ્યા વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.