બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / AAPમાંથી ભાજપમાં આવેલા ભૂપત ભાયાણીનો કારમો પરાજય, જુનાગઢની ભેંસાણ બેઠક પરથી લડ્યા હતા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી / AAPમાંથી ભાજપમાં આવેલા ભૂપત ભાયાણીનો કારમો પરાજય, જુનાગઢની ભેંસાણ બેઠક પરથી લડ્યા હતા

Published By: Bijal Vyas

Last Updated: 03:11 PM, 28 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે 28 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યું છે. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઇ રહી છે.

આજે 28 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યું છે. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઇ રહી છે. આમ આદમી પાર્ટીનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા ભૂપત ભાયાણીને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હાર મળી છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક પરથી ભૂપત ભાયાણીને 1700 મતથી હાર મળી છે. ભેસાણ જિલ્લા પંચાયત સીટ પર ભાજપની હાર થઈ છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ રૂપારેલીયાની જીત થઈ છે.

નોંધનીય છે કે ભૂપત ભાયાણી 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર તરીકે વિજેતા થયા હતા. જે બાદ તેમણે ડિસેમ્બર 2023માં, આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. એપ્રિલ 2026માં યોજાયેલી ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે તેમને જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક પરથી ચૂંટણીમાં આમને સામને આવ્યા હતા.

aap bjp

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપત ભાયાણીના પરિણીત મહિલા સાથેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. સુરત પાસેની કડોદરાની હોટલના સીસીટીવી ફૂટેજમાં તેઓ દેખાયો હોવાનો દાવો કરાયો હતો. ફૂટેજમાં તેઓ એક યુવતી સાથે ગેસ્ટ હાઉસના એક રૂમમાં જતા જોવા મળ્યા હતા. જે તે સમયે તેઓ આમ આદમી પાર્ટી તરફથી વિસાવદર બેઠક પરથી ધારાસભ્ય હતા.

વીડિયોમાં જોઈ શકાય છે કે, કથિત ધારાસભ્ય સાથે આવેલી યુવતીએ પોતાનો ચહેરો છૂપાવવા માટે દુપટ્ટાનો સહારો લીધો છે. જ્યારે ગેસ્ટ હાઉસમાં આવતા ધારાસભ્યનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ લોકો જેવા રૂમમાં પહોંચ્યા તેની થોડી જ વારમાં મહિલાનો પતિ પણ ગેસ્ટ હાઉસમાં પહોંચી ગયો હતો. જે બાદ થોડી જ વારમાં ધારાસભ્ય મોં છૂપાવીને ગેસ્ટ હાઉસમાંથી ભાગ્યા હતા.

આ પણ વાંચોઃ ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું, ગોંડલ-ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ

ઉલ્લેખનીય છે કે જે તે સમયે ભૂપત ભાયાણીએ કોંગ્રેસ છોડીને આવેલા હર્ષદ રિબડિયાને હાર આપી હતી. ભૂપત ભાયાણીએ તેમના વિસ્તારમાં સારી ઓળખ બનાવી છે. ભૂપત ભાયાણીની રાજકીય સફર સરપંચથી સીધી જ ગાંધીનગર સુધી પહોંચી હતી. ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જોકે, બાદમાં તેઓ ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

from bhesan bhupat bhayani loses aap leader dinesh ruparaliya wins

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ