બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું, ગોંડલ-ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ

ગુજરાત / ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું, ગોંડલ-ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ

Jinal Chauhan

Last Updated: 02:22 PM, 28 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની વિવિધ નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીએ મજબૂત પ્રદર્શન કરતા અનેક જગ્યાએ બહુમતી સાથે જીત નોંધાવી છે. ધોળકા અને વિરમગામમાં ભાજપે સત્તા હાંસલ કરી છે, જ્યારે ગોંડલ અને ગણદેવીમાં પક્ષે ક્લિન સ્વીપ કરીને વિપક્ષને સંપૂર્ણપણે પાછળ છોડી દીધો છે. આ પરિણામો રાજ્યમાં ભાજપની મજબૂત પકડ દર્શાવે છે.

દક્ષિણ ગુજરાતની ગણદેવી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. પાલિકાની તમામ 24 બેઠકો ભાજપના ખાતામાં ગઈ છે, જેના કારણે વિપક્ષને સંપૂર્ણપણે પછાડવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આમાંથી 22 બેઠકો પર ભાજપના ઉમેદવારો ચૂંટણી પહેલાં જ બિનહરીફ જીત્યા હતા. બાકી રહેલી બે બેઠકો પર પણ ભાજપે જીત મેળવીને સમગ્ર નગરપાલિકામાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું છે.

વિરમગામમાં ભાજપની બહુમતી

અમદાવાદ જિલ્લાના વિરમગામ નગરપાલિકામાં પણ ભાજપે બહુમતી મેળવી છે. કુલ 36 બેઠકો ધરાવતી આ પાલિકામાં ભાજપે 19થી વધુ બેઠકો જીતતા સત્તામાં આવવું લગભગ નક્કી બની ગયું છે. મતગણતરી શરૂ થાય તે પહેલાં જ ભાજપના 13 ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા હતા, જ્યારે બાકીની બેઠકોમાં પણ પક્ષે સારું પ્રદર્શન કરીને બહુમતીનો આંકડો પાર કર્યો છે.

Gujarat municipal

ધોળકામાં ભાજપનો ડંકો

ધોળકા નગરપાલિકામાં પણ ભાજપે મજબૂત સ્થિતિ બનાવી છે. અહીં કુલ 36 બેઠકોમાંથી ભાજપે પહેલેથી જ 11 બેઠકો બિનહરીફ જીતી લીધી હતી. ત્યારબાદ મતગણતરી દરમિયાન વધુ બેઠકો જીતતા પક્ષે 21 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી છે. હજુ કેટલીક બેઠકોના પરિણામો બાકી હોવા છતાં ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું, બગસરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં દકુભાઈ ગાજીપરાનો વિજય

રાજકોટ જિલ્લાના ગોંડલ નગરપાલિકામાં ભાજપે તો ઐતિહાસિક જીત નોંધાવી છે. અહીં 11 વોર્ડની તમામ 44 બેઠકો ભાજપે જીતતા વિપક્ષનો સફાયો થઈ ગયો છે. લોકોનો વિકાસના મુદ્દાઓ પર વિશ્વાસ અને નેતૃત્વ પ્રત્યેનો ટેકો ભાજપને મળ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પરિણામે ગોંડલમાં ભાજપનું પ્રભુત્વ વધુ મજબૂત બન્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat municipal results Gondal election result BJP clean sweep
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ