બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું, બગસરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં દકુભાઈ ગાજીપરાનો વિજય
Last Updated: 11:03 AM, 28 April 2026
ગુજરાતની સ્થાનિક ચૂંટણીની મતગણતરી શરૂ થઈ જવા પામી છે. અમરેલીની બગસરા તાલુકા પંચાયતની બેઠક પર આમ આદમી પાર્ટીનાં ફાળે જવા પામી છે. બગસરા તાલુકા પંચાયતની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર દકુભાઈ ગાજીપરાએ ભવ્ય વિજય હાંસલ કર્યો છે.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીનો પહેલો મોટો સફળતાનો સ્વાદ
ગુજરાતમાં આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાક વર્ષોથી સતત પ્રયાસ કરી રહી છે. વિસાવદર જેવી બેઠકો પર મળેલા વિજય પછી હવે તાલુકા પંચાયત સ્તરે પણ પાર્ટીની હાજરી વધી રહી છે. બગસરા તાલુકામાં દકુભાઈ ગાજીપરાની જીતને પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહથી ઉજવી રહ્યા છે.
ADVERTISEMENT
સ્થાનિક સ્વરાજ્યના રાજકારણમાં નવો અધ્યાય શરૂ
ADVERTISEMENT
સ્થાનિક કાર્યકર્તાઓના જણાવ્યા અનુસાર, દકુભાઈ ગાજીપરાએ લોકોની મૂળભૂત સમસ્યાઓ – પાણી, રસ્તા, કૃષિ અને આરોગ્ય સેવાઓને મુખ્ય મુદ્દા બનાવીને ચૂંટણી લડી હતી. તેમની સાદી અને સીધી વાતચીતની શૈલી તથા સતત મેદાનમાં રહેવાના કારણે ગ્રામીણ વિસ્તારના મતદારોએ તેમને સમર્થન આપ્યું. આ વિજય સાથે આમ આદમી પાર્ટીએ ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યના રાજકારણમાં પોતાનો એક નવો અધ્યાય ઉમેર્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં પાર્ટીની હાજરી હવે વધુ મજબૂત બની છે.
આ પણ વાંચોઃ LIVE : 1000થી વધુ સીટની ગણતરી પૂર્ણ, 900 સીટ પર કમળ ખીલ્યું, 80થી વધુ સીટમાં કોંગ્રેસ આગળ
ADVERTISEMENT
દકુભાઈ ગાજીપરાની જીત થતા સ્થાનિક કાર્યકર્તાઓમાં આનંદની લાગણી જોવા મળી રહી હતી. દકુભાઈ ગાજીપરાએ પાણી, રસ્તા, કૃષિ અને આરોગ્ય જેવા મુદ્દાઓને પ્રાધાન્ય આપી ચૂંટણી લડી હતી. ગ્રામ્ય વિસ્તારના લોકોએ તેમની પર વિશ્વાસ મુકી તેઓને વિજય બનાવ્યા છે. આમ આદમી પાર્ટીએ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.