બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / aam aadmi party allegation of kidnapping aap candidate before gujarat elections

રાજકીય ગરમાવો / અમારા ઉમેદવારને કર્યા કિડનેપ: ગુજરાતમાં AAPનો અતિગંભીર આક્ષેપ, ભાજપે કહ્યું-બકવાસ

Published By: Dhruv

Last Updated: 01:10 PM, 16 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ચૂંટણી ટાણે AAPએ સુરત પૂર્વથી ચૂંટણી લડી રહેલા કંચન જરીવાલાનું અપહરણ કર્યાનો ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. જોકે ભાજપે તેને બકવાસ ગણાવ્યા છે.

  • આમ આદમી પાર્ટીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આક્ષેપ
  • સુરત પૂર્વથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારનું ભાજપે કર્યું અપહરણ!
  • ભાજપે આમ આદમી પાર્ટીના આરોપોને બકવાસ ગણાવ્યા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો બરાબરનો માહોલ જામ્યો છે. એવામાં રાજકીય ધમાસાણ વચ્ચે આમ આદમી પાર્ટીએ ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે. AAPએ ભાજપ પર તેમની પાર્ટીની ટિકિટ પર સુરત પૂર્વથી ચૂંટણી લડી રહેલા કંચન જરીવાલાને અપહરણ કર્યાનો આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું કે, ભાજપે પહેલા કંચનનું નામાંકન રદ કરવા માટે દબાણ કર્યું અને જ્યારે તેઓ સંમત ન થયા તો તેઓનું અપહરણ કરી લેવાયું.

ભાજપ ગભરાઇ ગયું છે એટલે AAP ઉમેદવારનું અપહરણ કરી લીધું: રાઘવ ચઢ્ઢા

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 'સુરત પૂર્વના AAP ઉમેદવાર કંચન જરીવાલાનું ભાજપના માણસોએ અપહરણ કરી લીધું છે. AAP ઉમેદવાર ગઈકાલ (મંગળવાર) સવારથી જ ભાજપની કસ્ટડીમાં છે. ભાજપ એટલું ગભરાઇ ગયું છે કે તેઓએ AAP ઉમેદવારનું અપહરણ કરી લીધું છે. આ લોકશાહીની હત્યા છે.'

રાઘવ ચઢ્ઢાનો એવો આરોપ છે કે, ભાજપે તેમના ઉમેદવાર અને પરિવાર પર નામાંકન રદ કરવા દબાણ કર્યું હતું. રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે, 'આવતીકાલે ઉમેદવારી નોંધવાની અંતિમ તારીખ છે આથી આવું ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પરંતુ જ્યારે તેઓએ ભાજપની વાત ન માની ત્યારે તેમના ગુંડાઓ કંચન જરીવાલાનું અપહરણ કરીને તેઓને RO ઓફિસમાં લઈ ગયા હતા. ઉમેદવારી પત્રને નામંજૂર કરવા માટે કોઈ કારણ ન હોવાથી તેઓ સુરત પૂર્વના ઉમેદવારને કોઇ અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા. કંચન જરીવાલાનો ફોન પણ ગઈકાલે બપોરથી બંધ છે અને કોઈને તેમનું લોકેશન પણ ખબર નથી.'

અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું

CM અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે, 'સુરત (પૂર્વ) ના અમારા ઉમેદવાર કંચન જરીવાલા અને તેમનો પરિવાર ગઈકાલથી ગુમ છે. સૌપ્રથમ ભાજપે તેમનું નામાંકન નામંજૂર કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમનું નામાંકન સ્વીકારવામાં આવ્યું હતું. બાદમાં તેમની પર ઉમેદવારી પરત ખેંચવા માટેનું દબાણ કરવામાં આવી રહ્યું હતું.'

AAPના CM કેન્ડિડેટ ઇસુદાન ગઢવીએ પણ ટ્વિટ કર્યું

ભાજપ AAPથી એટલો ડરી ગયું છે કે તેઓએ ગુંડાગીરીનો આશરો લઇ લીધો છે! સુરત પૂર્વથી ચૂંટણી લડી રહેલા અમારા કંચન જરીવાલાને ભાજપના લોકો કેટલાંક દિવસોથી પાછળ પડી ગયા હતા અને તેઓ આજે ગુમ છે! એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપના ગુંડાઓ તેમને ઉઠાવી ગયા છે! તેમનો પરિવાર પણ ગુમ! ભાજપ હવે કેટલી હદ સુધી જશે?'

આધારહીન આરોપો લગાવી AAP ચર્ચામાં રહેવા માંગે છે

જોકે બીજી બાજુ ભાજપે આમ આદમી પાર્ટીના આરોપોને બકવાસ ગણાવ્યા છે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે, 'આ પ્રકારના આધારહીન આરોપો લગાવીને આમ આદમી પાર્ટી ચર્ચામાં રહેવા માંગે છે. પહેલા તેઓએ પોતાના ઉમેદવાર અને તેમના પરિવારના સભ્યોના ગાયબ થવા મુદ્દે ફરિયાદ દાખલ કરાવવી જોઇએ. તપાસ અધિકારી સત્ય શું છે તેની તપાસ કરી લેશે. આમ આદમી પાર્ટી આટલાં નીચા સ્તરે જઇ શકે છે. પાર્ટી વગર કોઇ પુરાવાએ આરોપ લગાવી ચૂંટણીમાં ટકી રહેવા માંગે છે.'

બીજી બાજુ AAP તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી ગઇ છે. જેમાં તેઓએ કહ્યું કે, 'આ મુદ્દે અમે થોડા જ કલાકો બાદ ચૂંટણી આયોગની સામે ફરિયાદ દાખલ કરાવીશું.'

સંકળાયેલા મુદ્દાઓ

AAP GUJARAT Gujarat elections 2022 Kanchan Jariwala aam admi party કંચન જરીવાલા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 Gujarat Elections 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ