ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આધાર કાર્ડમાં નામ બદલવા માટે હવે નવા નિયમો, સામાન્ય અપડેટ માટે આ દસ્તાવેજ જરૂરી, જાણો સંપૂર્ણ નિયમો

photo-story

7 ફોટો ગેલેરી

Aadhaar Rule Change / આધાર કાર્ડમાં નામ બદલવા માટે હવે નવા નિયમો, સામાન્ય અપડેટ માટે આ દસ્તાવેજ જરૂરી, જાણો સંપૂર્ણ નિયમો

Last Updated: 12:41 PM, 6 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આધાર કાર્ડ સંબંધિત નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. આવો નામ સુધારવા કે બદલવા અથવા સરનેમ ઉમેરવા માટે જરૂરી દસ્તાવેજોની વિગતો જાણીએ.

1/7

photoStories-logo

1. નવા નિયમોએ જૂના નિયમો

આધાર કાર્ડ અંગેના નવા નિયમોએ જૂના નિયમોનું સ્થાન લીધું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર કાર્ડ પર નામ બદલવા અથવા અપડેટ કરવાના નિયમોમાં સુધારો કર્યો છે. 18 સપ્ટેમ્બર, 2026ના રોજ બહાર પાડવામાં આવેલી નવી પ્રમાણભૂત કાર્યપદ્ધતિ (SOP) એ અગાઉના નિયમોનું સ્થાન લીધું છે. નવા નિયમો હેઠળ, નામમાં ફેરફારને અલગ-અલગ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. UIDAI એ સ્પષ્ટ કર્યું

મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે, નાની-મોટી સુધારણા, ડેટા એન્ટ્રી ઓપરેટરની ભૂલો સુધારવા, લગ્ન કે છૂટાછેડા પછી અટક બદલવા અને જૂનું નામ બદલવા માટે વિવિધ દસ્તાવેજોની જરૂર પડશે. UIDAI એ સ્પષ્ટ કર્યું છે કે, નામમાં સુધારા માટેની અરજીની પ્રક્રિયા ત્યારે જ આગળ વધશે જ્યારે સબમિટ કરાયેલા દસ્તાવેજો જેમ કે એફિડેવિટ અને ગેઝેટ નોટિફિકેશનની ચકાસણી થઈ જશે. આધાર કાર્ડ ધારકો માટે નવા નિયમોના પાંચ મુખ્ય પાસાઓ વિશે જાણકારી હોવી આવશ્યક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. મામુલી સુધારો

જો વ્યક્તિની ઓળખમાં કોઈ ફેરફાર ન હોય અને માત્ર નામમાં સામાન્ય સુધારાની જરૂર હોય, તો તેને Minor Name Change તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, જેના અંતર્ગત આ ચોક્કસ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. (1) નામમાં ટૂંકાક્ષરોનું વિસ્તરણ કરવું, (2) વચ્ચેનું નામ કે અટક ઉમેરવી અથવા દૂર કરવી, (3) નામનો ક્રમ બદલવો, (4) જોડણીમાં સુધારા કરવા. આવા કિસ્સાઓમાં, આધાર કાર્ડધારકોએ ઓળખનો પુરાવો (PoI) રજૂ કરવો જરૂરી રહેશે. આ ઉપરાંત, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પરિવારના વડાના આધારે નામમાં સુધારા કરવા માટે સંબંધનો પુરાવો (PoR) પણ ઉપયોગમાં લેવામાં આવશે. UIDAIએ જણાવ્યું છે કે 'Ram'નું 'Rama' અથવા 'Somya'નું 'Saumya' કરવું, અથવા મિડલ નું નામ ઉમેરવા જેવા ફેરફારોને નજીવા સુધારા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ડેટા એન્ટ્રીની એક ભૂલ માટે એફિડેવિટ કરાવી પડશે

જો આધાર કાર્ડ નોંધણી પ્રક્રિયા દરમિયાન ડેટા એન્ટ્રી ઓપરેટરની ભૂલને કારણે નામ ખોટી રીતે દાખલ કરવામાં આવ્યું હોય, તો તેમાં સુધારો કરવાની પ્રક્રિયા થોડી અલગ છે. 18 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓએ ઓળખના પુરાવા (PoI) અથવા રહેઠાણના પુરાવા (PoR) સાથે 'એનેક્સર B' સોગંદનામું એટલે કે એફિડેવિટ રજૂ કરવું જરુરીછે. જોકે, જો અરજદાર સગીર હોય, તો માતા-પિતા અથવા વાલીએ ઓળખના પુરાવા અથવા રહેઠાણના પુરાવા સાથે 'એનેક્સર C' સોગંદનામું રજૂ કરવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. લગ્ન અને છૂટાછેડા બાદ સરનેમ બદલવાનો નિયમ

લગ્ન કે છૂટાછેડા બાદ અટક બદલતી મહિલાઓએ એનેક્સર ડી સોગંદનામું અને ઓળખનો પુરાવો (PoI) રજૂ કરવો આવશ્યક છે. સોગંદનામામાં એ વાતની પુષ્ટિ થવી જોઈએ કે અટકમાં ફેરફાર લગ્ન અથવા છૂટાછેડાને કારણે કરવામાં આવ્યો છે અને તેનાથી વ્યક્તિની ઓળખ બદલાતી નથી. બીજી તરફ, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) હેઠળ લિંગ પરિવર્તનને પગલે નામમાં ફેરફાર કરવા માટે અલગ જોગવાઈઓ નિર્ધારિત કરવામાં આવી છે; આ માટે સંબંધિત ઓળખનો પુરાવો રજૂ કરવો જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. નામમાં આ સુધારા માટે નહીં જરુર પડે કોઇ ડોક્યુમેન્ટ્સ

uidaiએ એવા કિસ્સાઓની જાણકારી આપી જેમાં નામ સુધારવા કે અપડેટ કરવા માટે કોઈ દસ્તાવેજની જરૂર પડતી નથી. આમાં કેપિટલ અક્ષરોના ખોટા ઉપયોગને સુધારવાનો સમાવેશ થાય છે, જેમ કે "RaMesh" ને બદલીને "Ramesh" કરવું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. નામ બદલવા માટે Gazette નોટિફિકેશન જરુર

uidaiએ જણાવ્યુ કે, જો કોઈ વ્યક્તિ પોતાનું પૂરું નામ બદલવા માંગતી હોય અને તે દ્વારા પોતાની ઓળખમાં ફેરફાર કરતી હોય, તો તે 'નામમાં મોટા ફેરફાર' ની કેટેગરીમાં આવે છે. આવા ફેરફાર માટે ગેઝેટ નોટિફિકેશન અનિવાર્ય છે અને ઓળખનો સંબંધિત પુરાવો પણ રજૂ કરવો આવશ્યક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

name update documents aadhaar rule change uidai 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ