ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / aadhaar card update step by step guide to change address in aadhaar check simplest process

તમારા કામનું / ઘર બદલી નાંખ્યું હોય તો આધાર કાર્ડમાં કઈ રીતે કરવું અપડેટ? જાણો સૌથી સરળ રીત

Published By: Arohi

Last Updated: 03:50 PM, 22 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘર બદલી નાખ્યા બાદ આધારમાં એડ્રેસ બદલાવવા માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. ઘરે બેઠા આ સરળ પ્રોસેસથી તમારૂ કામ થઈ જશે.

ADVERTISEMENT

  • ઘરે બેઠા બદલો આધારનું એડ્રેસ 
  • ઝડપથી થઈ જશે કામ 
  • જાણો સિમ્પલ પ્રોસેસ

આધાર કાર્ડ ભારતીય દરેક નાગરીકો માટે એક જરૂરી દસ્તાવેજ છે. ભારત સરકારે દેશના દરેક નાગરિક માટે આધાર કાર્ડ જરૂરી કરી દીધુ છે. આધાર કાર્ડ UIDAI દ્વારા જાહેર કરવામાં આવે છે. આધાર કાર્ડમાં વ્યક્તિનું નામ, જન્મ તારીખ, લિંગ, સરનામાની વિગતો હોય છે. આ કાર્ડનું સાચું હોવું અને અપડેટ હોવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં જો તમે તમારું ઘર બદલ્યું છે તો તરત જ તમારું આધારમાં સરનામું બદલો. નહીં તો ઘણી બધી બાબતોમાં સમસ્યા ઊભી થઈ શકે છે.

આધારમાં એડ્રેસ બદલવાની પ્રક્રિયા પણ ઓનલાઈન શરૂ થઈ ગઈ છે. તમે UIDAIની સત્તાવાર વેબસાઈટ પર જઈને ખૂબ જ સરળતાથી સરનામું બદલી શકો છો. તો ચાલો જાણીએ કે તમે આધાર કાર્ડમાં એડ્રેસ કેવી રીતે અપડેટ કરી શકો છો. આ માટે સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા આ પ્રમાણે છે.

આધાર કાર્ડમાં સરનામું બદલવાની પ્રક્રિયા

  1. સૌ પ્રથમ UIDAIની વેબસાઇટ uidai.gov.in પર જાઓ. આ પછી માય આધાર સેક્શનમાં જાઓ.
  2. અહીં તમે Update Your Aadhaar કૉલમ દેખાશે. જેમાં તમારે Update Demographics Data Online પર ક્લિક કરવાનું રહેશે.
  3. આ પછી UIDAIનું સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ (SSUP) ssup.uidai.gov.in તમારી સામે ખુલશે. અહીં તમારે Proceed to Update Aadhaar વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  4. હવે તમને આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ દાખલ નાખવા માટે કહેવામાં આવશે. આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. OTP દાખલ કરો અને સબમિટ કરો.
  5. OTP દાખલ કર્યા પછી તમારે Update Demographics Data પર ક્લિક કરવું પડશે. તે પછી તમારે એડ્રેસ પર ક્લિક કરવાનું રહેશે. તે પછી Proceed પર ક્લિક કરો.
  6. આ પછી તમે તમારું જૂનું સરનામું દેખાશે અને નીચે કેટલીક વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે અને માન્ય દસ્તાવેજો પણ અપલોડ કરવા પડશે.
  7. રનામું ફરી એકવાર પ્રીવ્યૂ કરો અને તે પછી બાદમાં ફાઈલ સબમિટ કરો. આ પછી તમને અપડેટ રિક્વેસ્ટ નંબર એટલે કે URN મળશે જેની મદદથી તમે UIDAI વેબસાઇટ પર સ્ટેટસ ચેક કરી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card Address UIDAI આધાર કાર્ડ aadhar card

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ