બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / A youth named Anil Dabhi living in Yuvrajnagar of Rajkot committed suicide by eating a trap

ક્રાઈમ / 'મને મારી કાજલ વગર ગમતું નથી, પત્ની અને મારા અસ્થિ સાથે પધરાવજો' રાજકોટના યુવાનનો આપઘાત પહેલા વીડિયો કંપાવી મૂકશે

Dinesh

Last Updated: 05:49 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Suicide Case: રાજકોટના યુવરાજનગરમાં રહેતા અનિલ ડાભી નામના યુવકે ફાંસો ખાઇ આપઘાત કર્યો, યુવકની આત્મહત્યાની પ્રાથમિક તપાસમાં આપઘાત અંગે ચોંકાવનારી હકિકત સામે આવી

  • રાજકોટમાં પત્ની બાદ પતિએ કર્યો આપઘાત
  • 'વીડિયો બનાવી કહ્યું કે, મને મારી કાજલ વગર ગમતું નથી'
  • 'મારા સસરા 10 લાખ માંગે છે હું એકલો થઈ ગયો છું ક્યાંથી લાવું'


રાજકોટમાં એક સપ્તાહની અંદર પતિ પત્નીના આપઘાતની ઘટના સામે આવતાં ચકચાર મચી છે. રાજકોટના યુવરાજનગરમાં રહેતા અનિલ ડાભી નામના યુવકે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. યુવકની આત્મહત્યાની પ્રાથમિક તપાસમાં આપઘાત અંગે ચોંકાવનારી હકિકત સામે આવી છે. 

'પત્ની અને મારા અસ્થિ સાથે પધરાવજો'
સંતાન પ્રાપ્તિ ન થતાં પત્નીના એક સપ્તાહ પહેલા આપઘાતને લઇને યુવક માનસિક રીતે ભાંગી ગયો હતો. જો કે પત્નીના પિયરપક્ષના લોકોએ આપઘાતને લઇ 10 લાખની માગણી કરતાં યુવક ગભરાઇ ગયો હતો. પિયરપક્ષના લોકોની 10 લાખની માગણી અને હેરાનગતિ તેમજ પત્નીના વિરહને લઇ અનિલ ડાભીએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું. એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ જણાવી રહ્યાં છે કે, મને મારી કાજલ વગર ગમતું નથી, પત્ની અને મારા અસ્થિ સાથે પધરાવજો, મારી પાસે મારા સસરા 10 લાખ માંગે છે હું એકલો થઈ ગયો છું ક્યાંથી લાવું.

વાંચવા જેવું: રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોનાં મોત: કારણ હાર્ટ એટેક, નાની વયે વધતા કેસો ચિંતાજનક

આપઘાત કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો
સમગ્ર ઘટનાની હકિકત યુવકના ફોનમાં જોવા મળી. યુવકે આપઘાત કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો. જેમાં યુવકે રડતા રડતા પત્નીના પરિવારજનો હેરાન કરતા હોવાનો ખુલાસો કરી આપઘાત કરી રહ્યો હોવાનું જણાવ્યું. એટલું જ નહીં, યુવકે પોતાના અને પત્નીના અસ્થિ દામોદરકુંડમાં પધરાવવાની વિનંતી કરી આપઘાત કરી લેતાં પોલસે તપાસ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ