બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બાળપણમાં જ્યારે નવું નવું કોમ્પ્યુટર શીખ્યું હતું તો કીબોર્ડ પર અક્ષર શોધવામાં એમુક સેકેન્ડનો સમય જરૂર લાગતો હતો. શોધતા શોધતા 10 વર્ડ ટાઈપ કરવામાં પણ ઘણો સમય પસાર થઈ જતો હતો. ત્યારે દરેક વ્યક્તિએ વિચાર્યું હશે કે કીબોર્ડ બનાવનાર પણ કેટલો નાસમજ હતો. જો આલ્ફાબેટ આડાઅવળી રાખવાની જગ્યા પર સીધા લાઈનમાં ABCD રાખ્યા હોત તો ટાઈપિંગ કરવું કેટલું સરળ થઈ ગયું હોત. પરંતુ મોટા થઈને કિબોર્ડ સામે જોયા વગર ઘડાઘડ ટાઈપિંગ કરવું કેટલું સરળ લાગી રહ્યું છે.
મોટા થયા બાદ આજ કીબોર્ડથી ટાઈપિંગ કરવામાં કોઈ મુશ્કેલી નથી લાગી રહી. અને કોઈ ભુલ પણ નથી પડી રહી. ત્યારે સમજ આવ્યું કે કીબોર્ડના અક્ષરોનું ઉલટફેર કોઈ ભુલ નથી. પરંતુ ઘણા વર્ષોની રિસર્ચનું પરિણામ છે. જેના કારણે આજે આપણી ટાઈપિંગ મિનિટોનો ખેલ થઈ ગઈ છે.
ADVERTISEMENT

પહેલી વખત કંઈક આ રીતે થઈ હતી કીબોર્ડની શોધ
હકીકતે કીબોર્ડનો ઈતિહાસ ટાઈપરાઈટર સાથે જોડાયેલો છે. એટલે કે કોમ્પ્યુટર અથવા કીબોર્ડ આવ્યા પહેલા જ QWERTY Format જ ચાલતા આવ્યા છે. વર્ષ 1868માં ક્રિસ્ટોફર લેથમ શોલ્સ જેમણે ટાઈપરાઈટરનો આવિશ્કાર કર્યો હતો. તેમણે પહેલા ABCDE... ફોર્મેટ પર જ કિબોર્ડ બનાવ્યું હતું પરંતુ તેમને જાણવા મળ્યું કે જેટલી સ્પીડ અને સુવિધાજનક ટાઈપિંગની તેમને આશા હતી તે નથી થઈ શકતું. તેની સાથે જ Keysને લઈને ઘણી બીજી મુશ્કેલીઓ સામે આવી રહી હતી.
ADVERTISEMENT
પછી આ ટ્રિકથી તૈયાર કર્યું નવુ ફોર્મેટ
ABCD વાળા કીબોર્ડના કારણે ટાઈપરાઈટર પર લખવું મુશ્કેલ થઈ રહ્યું હતું. મુખ્ય કારણ તો એ હતું કે તેના બટન એક બીજાની એટલી નજીક હતા કે મુશ્કેલથી ટાઈપિંગ થઈ શકતું હતું. તે ઉપરાંત અંગ્રેજીમાં અમુક અક્ષર એવા છે. જેનો ઉપયોગ મોટાભાગે કરવામાં આવે છે અને અમુક શબ્દોની ખૂબ ઓછી જરૂર પડે છે.

ADVERTISEMENT
એવામાં વધુ ઉપયોગમાં આવનાર અક્ષરો માટે આંગળીઓને આખા કીબોર્ડ પર ફરવું પડતુ હતુ અને ટાઈપિંગ સ્લો થઈ જતુ હતું. માટે ઘણા અસફળ એક્સપેરિમેન્ટ્સ બાદ 1870ના દશકમાં આવ્યું QWERTY Format. જેણે જરૂરી અક્ષરોને આંગળીઓની વચ્ચે રાખ્યા.
Dvorak ફોર્મેટ પણ આવ્યું, પરંતુ થયું ફ્લોપ
આ એક્સપેરિમેન્ટ્સની વચ્ચે વધુ એક ફોર્મેટ આવ્યું હતું Dvorak Model.આ મોડેલ Keysથી ફેમસ ન હતું થયું. પરંતુ તેના ઈન્વેન્ટર August Dvorakના નામ પર પડ્યું હતું. જોકે આ કીબોર્ડ ઘણા દિવસ સુધી ચર્ચામાં ન રહ્યું. કારણ કે આ આલ્ફાબેટિકલ તો ન હતો પરંતુ સરળ પણ ન હતું. લોકોને QWERTY મોડલ જ સૌથી વધારે પસંદ આવ્યું માટે તે વધારે પ્રચલિત થયું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.