બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / A pickup van full of passengers broke down near Gujarat-Rajasthan border

ગમખ્વાર અકસ્માત / ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે મુસાફર ભરેલી પિકઅપ વાનનો ભુક્કો બોલી ગયો, 8ના મોત, કંપારી છૂટી જાય તેવો અકસ્માત

Vishal Khamar

Last Updated: 04:59 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લી જીલ્લામાં ગુજરાત-રાજસ્થાન બોર્ડ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં આઠ વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે હજુ પણ મોતનો આંકડો વધવાની સંભાવનાં છે.

  • અરવલ્લી જીલ્લાની રતનપુર બોર્ડર પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • ક્રુઝરજીપ ટ્રક સાથે અથડાઈ પલ્ટી મારી જતા આઠ લોકોનાં મોત
  • ઘાયલોને સારવાર અર્થે શામળાજી તેમજ અમદાવાદ રિફર કરાયા
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખેસાડાયા

અરવલ્લી જીલ્લામાંથી પસાર થતી રતનપુર બોર્ડર પાસે ગુજરાત-રાજસ્થાન બોર્ડ પાસે બપોરનાં સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્યારે રતનપુર પાસેની રાજસ્થાનની હદમાં અકસ્માત સર્જાયો હતો. ક્રુઝર જીપ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ક્રુઝરજીપ પલ્ટી મારી જતા આઠ લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. ત્યારે હાલ મળતી માહિતી મુજબ મુસાફર ભરેલી ક્રુઝર ગાડીની બ્રેક ફેઈલ તતા આગળ જઈ રહેલ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ત્યારે શામળાજી સારવાર માટે લવાયેલ એક મુસાફરનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. રાજસ્થાન પોલીસે ઘટનાં સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે.  

એક સાથે પાંચ ગાડીઓ વચ્ચે સર્જાયો અકસ્માત

એસજી હાઈવે પર 5 કારનો અકસ્માત
અમદાવાદમાં પણ બપોરનાં સુમારે એસજી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.  જેમાં ખોરજ ગામ પાસે એક સાથે પાંચ કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કાર ચાલક દ્વારા અગમ્ય કારણોસર અચાનક જ બ્રેક મારતા તેની પાછળ પુર ઝડપે આવી રહેલ કારો વારાફરતી એકબીજીને અથડાતા પાંચ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક સાથે પાંચ ગાડીઓ અથડાતા ખોરજ પાસે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નથી. ત્યારે આ બાબતે પોલીસે ઘટનાં સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ