બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / A new twist in the case of a young man missing from the ashram The youth contacted Asaram Ashram by mail

અમદાવાદ / આસારામ આશ્રમથી ગુમ થયેલા યુવકે કર્યો મેઈલ,પરિવારજનોને કહ્યું- હું સમય આવતા પાછો આવીશ

Ronak

Last Updated: 11:44 AM, 17 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આસારામ આશ્રમમાંથી ગુમ થયેલા યુવકને લઈને નવો વળાંક સામે આવ્યો છે. જેમા યુવકે આશ્રમના મેઈલ આઈડી પર મેઈલ કરીને સ્વેચ્છાએ પોતે ગાયબ થયો હોવાનો ઉલ્લેખ કર્યો છે.

  • આશ્રમમાંથી ગુમ થયેલા યુવકના કેસમાં નવો વળાંક 
  • યુવકે આસારામ આશ્રમના મેઈલ પર સંપર્ક કર્યો હતો 
  • પોતાની મરજીથી યુવક ગાયબ થયો હોવનો કરાયો ઉલ્લેખ 

અમદાવાદના આસારામ આશ્રમમાંથી યુવક ગુમ થવાને લઈને નવો વળાંક સામે આવ્યો છે. ગુમ થયેલા યુવક વિજય યાદવે આસારામ આશ્રમના મેઈલ પર સંપર્ક કર્યો હતો. જે મામલે કથિત મેઈલ પરના લખાણનો ફોટો પણ સામે આવ્યો છે. વિજય યાદવ તેના મિત્રો સાથે આશ્રમમાં આવ્યો હતો. 

મેઈલમાં યુવકે સમગ્ર વાતનો કર્યો ઉલ્લેખ 

3 થી 10 ડિસેમ્બર સુધી યુવક અમદાવાદ આશ્રમમાં રહ્યો હતો. આધ્યાત્મિક શાંતિ માટે કેટલાક સમયમાં એકાંતમાં જઈ રહ્યો છું તેવું પણ ગુમ થયેલા યુવકે લકત્યું છે. સાથેજ મેઈલમાં તેણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે દીક્ષા લીધા બાદ મારી આત્મિક ઉન્નતિ થવા લાગી હતી. 

આશ્રમ પર આક્ષપો ન લગાડવા યુવકનો ઉલ્લેખ

ગુમ થયેલા યુવકે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે તેના પરિવારજનો તેને ગેરમાર્ગે જતા રોકી રહ્યા છે. ઉપરાંત તેણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે મે મારી મરજીથી નિર્ણય લીધો છે. જેમા કોઈનો દોષ છેજ નહી. યુવકે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે આશ્રમ પર કોઈ આક્ષેપો ન લગાડતા, હુ સમય આવતા પાછો આવી જઈશ. 

આશ્રમ તરફથી યુવકને પ્રતિક્રિયા આપવામાં આવી 

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ગુમ થયેલા થયેલા યુવકને આશ્રમ તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી કે તે તેનો ફોન ચાલુ કરીને પરિવારજનોને સંપર્ક કરે. સાથેજ ,સમગ્રવ મામલે યુવકને શોધવા માટે ક્રાઈમબ્રાંચની ટીમ પણ શોધખોળ માટે તપાસમાં જોડાઈ ગઈ છે. આશ્રમ દ્વારા પરિવારજનોની વેદના અંગે પણ વિજય યાદવને માહિતગાર કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ચાંદખેડા પોલીસને ફોન કરીને સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ