બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A new cabinet will be formed in the coming days
ADVERTISEMENT
આજે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે. જોકે શપથ બાદ મંત્રીમંડળને લઈને મંથન થવાનું છે. કારણકે આગામી 2-3 દિવસની અંદર નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવશે. જેને લઈને મોટા ભાગના લોકો આથુરતાથી રાહ જોઈ રહ્યા છે. નવા મંત્રીમંડળને કોને કોને સ્થાન આપવામાં આવશે તેની હજુ કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી.
ADVERTISEMENT
.jpg)
અમુક મંત્રીઓનું પત્તુ કટ થશે
ADVERTISEMENT
એવી માહિતી સામે આવી છે કે નવા મંત્રીમંડળમાં નવા ચહેરાઓને તક આપવામાં આવશે. સાથેજ યુવાઓને પહેલા તક મળશે તેવી માહિતી પણ સામે આવી છે. જોકે ચાલું મંત્રીમંડળમાંથી અમુક મંત્રીઓને પડતા મુકવામાં આવશે તેવી માહિતી પણ સામે આવી છે. જેમા ખાસ કરીને જે મંત્રીઓ વિવાદમાં રહેલા છે તે મંત્રીઓને પહેલા પડતા મૂકાશે.
.jpg)
ADVERTISEMENT
8 નેતાઓને હટાવામાં આવશે
હાલ જે મંત્રીમંડળ છે તેમાથી 8 જેટલા નેતાઓને હટાવામાં આવશે તેવી સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી છે. જેમા કેટલાક સિનિયર નેતાઓની પણ બાદબાકી થશે. તે સિવાય જે લોકોની નબળી કામગીરી નબળી છે તે લોકોને પણ રજા આપી દેવામાં આવશે.
ADVERTISEMENT
.jpg)
2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખી ગઠન થશે
ADVERTISEMENT
મહત્વનું છે કે નવા મંત્રીમંડળમાં ઝોન વાઈસ જ્ઞાતિના સમીકરણોને પ્રાધાન્ય આપવામાં આવશે અને 2022ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું ગઠન કરવામાં આવશે. ત્યારે કયા નવા મંત્રીઓને લેવાની શક્યતા છે. સાથેજ કયા મંત્રીઓને યથાવત રાખવામાં આવશે તેની યાદી કઈક આવી છે.
.jpg)
કોને કોને સ્થાન મળી શકશે
કોને સ્થાન યથાવત રહેશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.