ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હિંમતનગરમાં કૌટુંબિક ઝઘડાએ લીધો ખૂની વળાંક, એકની હત્યા, એક ગંભીર
Last Updated: 08:47 AM, 16 March 2026
ADVERTISEMENT
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કઠવાડિયા ગામમાં કૌટુંબિક ઝઘડો ખૂની અથડામણમાં ફેરવાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ ખેતરના રસ્તાને લઈને પરિવારજનો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. આ મુદ્દે ફરીથી ઉગ્ર બોલાચાલી થતાં ઝઘડો મારામારીમાં ફેરવાયો હતો. દરમિયાન કેટલાક લોકોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો.
ADVERTISEMENT

એક વ્યક્તિનું મોત એક સારવાર હેઠળ
ADVERTISEMENT
હુમલામાં ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળે છે. સાથે જ અન્ય એક વ્યક્તિને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ADVERTISEMENT
પોલીસ ઘટના સ્થળે પહોંચી
ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ હુમલા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આંતરજ્ઞાતિય લગ્નના વિવાદ બાદ ઘરે પરત ફરી સિંગર કિંજલ રબારી, વીડિયો કરી આપી સ્પષ્ટતા
પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા
ADVERTISEMENT
હિંમતનગર પોલીસ દ્વારા ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. પોલીસે જણાવ્યું છે કે આરોપીઓને ઝડપવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે. આ ઘટના બાદ ગામમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.