ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આંતરજ્ઞાતિય લગ્નના વિવાદ બાદ ઘરે પરત ફરી સિંગર કિંજલ રબારી, વીડિયો કરી આપી સ્પષ્ટતા
Last Updated: 07:48 AM, 16 March 2026
ADVERTISEMENT
ગુજરાતી લોકસંગીત જગતની જાણીતી ગાયિકા કિંજલ રબારી છેલ્લા થોડા દિવસોથી વ્યક્તિગત જીવનને લઈને ચર્ચામાં હતી. આંતરજ્ઞાતિય લગ્નના મુદ્દે થયેલા વિવાદ બાદ હવે કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરી હોવાની માહિતી સામે આવી છે.
ADVERTISEMENT

કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને જણાવ્યું છે કે તે પોતાના ઘરે પરત ફરી ગઈ છે. વીડિયોમાં તેણે કહ્યું કે તેણે જે પગલું ભર્યું હતું તે હવે ભૂલીને પરિવાર સાથે રહેવાનો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT
વિડિયોમાં કિંજલ રબારીએ કહ્યું કે, “હું ઘરે પરત ફરી ગઈ છું. મેં જે પગલું ભર્યું હતું તે હવે ભૂલીને હું મારા પરિવાર સાથે રહેવા માગું છું.” તેના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT

આ ઘટનાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે હવે કિંજલ રબારી દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતા બાદ મામલો થોડો શાંત થતો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભાભરના રૂની ગામે આજે યોજાઈ બેઠક, ચૌધરી સમાજની દીકરીને રબારી યુવક લઇ ગયાનો આક્ષેપ
કિંજલ રબારીના આ વીડિયોએ તેમના ચાહકોમાં પણ ભારે ચર્ચા જગાવી છે. ઘણા ચાહકોએ સોશિયલ મીડિયામાં તેમના નિર્ણયને લઈને અલગ-અલગ પ્રતિસાદ આપ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.