ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાભરના રૂની ગામે આજે યોજાઈ બેઠક, ચૌધરી સમાજની દીકરીને રબારી યુવક લઇ ગયાનો આક્ષેપ
Last Updated: 06:44 PM, 15 March 2026
ADVERTISEMENT
તાજેતરમાં જ કિંજલ રબારીને પરત તેના પરિવારજનોને સોપવામાં આવી છે. ચૌધરી સમાજે પણ દીકરી પરત આપવાની માંગ સાથે બેઠક કરી છે. ભાભરના રૂની ગામે આજે બેઠક યોજાઈ હતી. જેમાં ચૌધરી સમાજની દીકરીને રબારી સમાજનો યુવક લઈ ગયો હતો. આ ઘટના બે વર્ષ પહેલા બની હતી.
ADVERTISEMENT

દીકરી પરત લાવવા માટેની ચર્ચા વિચારણા કરવા યોજાશે સંમેલન
ADVERTISEMENT
કિંજલ રબારી ઘરે પરત ફરી ત્યારે ચૌધરી સમાજની દીકરી પણ પરત અપાવે તેવી સમાજના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે. 18 માર્ચના દિવસે ભાભરના રૂની ગામે ચૌધરી સમાજનું સંમેલન યોજાયું હતું. દીકરી પરત લાવવા માટેની ચર્ચા વિચારણા કરવા આગામી સમયમાં સંમેલન યોજાશે. તેમજ ભભરના રૂની ગામના ચૌધરી સમાજની દીકરીને રબારી યુવક લઈ ગયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનું પરિણામ જાહેર, જે.જે.પટેલનો 1961 મત સાથે થયો વિજય
ADVERTISEMENT
રબારી અને ચૌધરી સમાજ સહીત તમામ સમાજ મદદ કરે તેવી અપીલ
સોશિયલ મીડિયા મારફતે દીકરીના માતા-પિતાએ દીકરી પરત અપાવવા અપીલ કરી હતી. રબારી અને ચૌધરી સમાજ સહિત તમામ સમાજ મદદ કરે તેવી અપીલ કરવામાં આવી હતી. દીકરીને પરત લાવવા પરિવાર ઘણો દેવાદાર થઈ ગયો પરંતું કંઈ થયું નહી. કિંજલ રબારી ઘર વાપસી બાદ ચૌધરી સમાજની બેઠક મળી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.