બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / A mother committed suicide by hanging her two children in Rander, Surat

સુરત / રાંદેરમાં માતાએ બે સંતાનોને ફાંસો આપી પોતે આપઘાત કરી લીધો, પ્રાથમિક કારણ પણ આવ્યું સામે, પોલીસે આદરી તપાસ

Dinesh

Last Updated: 09:21 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News : રાંદેર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની કોલોનીમાં 11 વર્ષના દીકરા અને 7 વર્ષની દીકરીને ફાંસો આપી માતા પોતે આપઘાત કર્યા છે

  • સુરતમાં મહિલાનો બાળકો સાથે સામૂહિક આપઘાત
  • પતિ-પત્ની વચ્ચેના ઘરકંકાસમાં પગલું ભર્યું: પ્રાથમિક કારણ
  • ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ ઘટનાસ્થળે

સુરતના રાંદેર વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે, જે આપઘાતની ઘટનામાં માતા અને બે સંતાનોના મોત થયો છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો માતાએ બે સંતાનોને ફાંસો આપી પોતે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે. 

મૃતક મહિલા

 રાંદેર પોલીસ તપાસ હાથ ધરી
રાંદેર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની કોલોનીમાં 11 વર્ષના દીકરા અને 7 વર્ષની દીકરીને ફાંસી આપી માતા પોતે આપઘાત કર્યાની વિગતો સામે આવી છે. મૃતક મહિલાનું નામ રીટા દેવી છે તેમજ ઘર કંકાસમાં આપઘાત કર્યાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી

મૃતક બાળક

સુરત કામકાજ માટે આવ્યા હતા
પાપ્ત વિગતો મુજબ મુજબ બિહાર ખાતે રાજેશ પ્રસાદ સાથે રીટાદેવીના લગ્ન થયા હતા. રાજેશ કરિયાણાની દુકાન ચલાવી પોતાનો જીવન ગુજરાન ચલાવતો હતો. જ્યાં રિટાદેવીને દુકાને રહેતા એક વ્યક્તિ સાથે પ્રેમ થયો હતો. જેને લઈ રિટાએ રાજેશ પાસેથી છૂટાછેડા લઈ તે વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હતા. જે રિટાદેવી એકાદ વર્ષ પહેલાં જ સુરત કામકાજ માટે આવ્યા હતા. જેમણે રાંદેર વિસ્તારમાં આપઘાત કરી લીધો છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Surat News committed suicide suicide case surat crime news ઘરકંકાસમાં આપઘાત સામૂહિક આપઘાત Surat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ