બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A lok dayro will be held tomorrow at the Hanuman Dada temple in Patan

લોકડાયરો / ગુજરાતનાં ઈતિહાસમાં પહેલીવાર શ્વાન માટે ડાયરો: કીર્તિદાન ગઢવીએ કહ્યું, રોટલા લઈને જ આવજો

Malay

Last Updated: 04:40 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rotliya Hanuman: પાટણમાં ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર શ્વાન માટે ડાયરો યોજાવા જઈ રહ્યો છે. જેમાં ડાયરો જોવા આવનારા તમામ વ્યક્તિએ 5 રોટલી લાવવી ફરજિયાત છે.

 

  • પાટણમાં અનોખો ડાયરો યોજાશે
  • કીર્તિદાન ગઢવીનો અનોખો ડાયરો
  • ખાસ શ્વાન માટે ડાયરાનું આયોજન

અત્યાર સુધી તમે ગાયોનાં લાભાર્થે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હોય તેવું જરૂર જોયું અને સાંભળ્યું હશે. પરંતુ પાટણમાં ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર શ્વાન માટે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે પાટણમાં આ અનોખા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણના રોટલીયા હનુમાન મંદિરમાં આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયરામાં કીર્તિદાન ગઢવી ભજનોની રમઝટ બોલાવશે. 

તમામ વ્યક્તિએ 5 રોટલી લાવવાની રહેશે 
ડાયરો જોવા આવનારા તમામ વ્યક્તિએ 5 રોટલી લાવવાની રહેશે, રોટલી લાવનારા વ્યક્તિને જ ડાયરામાં પ્રવેશ અપાશે. ડાયરામાં જે રોટલા-રોટલી એકત્રિત થશે તે અબોલ શ્વાનોને ખવડાવવામાં આવશે.

કીર્તિદાન ગઢવીએ આપ્યું આમંત્રણ
સુપ્રસિદ્ધ લોક ગાયક કીર્તિદાન ગઢવીએ લોકોને અપીલ કરતો વીડિયો બનાવીને ડાયરાનું આમંત્રણ આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, 'દુનિયાનું પ્રથમ એવું રોટલીયા હનુમાનદાદાનું મંદિર છે, જ્યાં પ્રસાદ તરીકે માત્ર રોટલો અને રોટલી ધરાવવવામાં આવે છે. આ રોટલો અને રોટલીનું મુંગા જીવોને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે. તો રોટલીયા હનુમાન મંદિર ખાતે 16 એપ્રિલને રવિવારના રોજ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. બધા પ્રસાદ તરીકે હનુમાનજી મહારાજને ચઢાવવા રોટલો અને રોટલી લઈને આવજો. જય માતાજી.'

રોટલીયા હનુમાન મંદિરનું મહત્વ 
હનુમાનના નામની વાત કરવામાં આવે તો હનુમાન દાદાના અનેક નામ છે પણ રોટલીયા હનુમાન દાદા એ સમગ્ર જગતમાંનાં એકમાત્ર પાટણમાં છે. આ રોટલીયા હનુમાન અબોલ જીવોના પેટનો ખાડો પુરવાનું કામ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે હનુમાન દાદા અબોલ જીવોના પેટનો ખાડો કેવી રીતે પૂરતા હશે તો અમે આપને જણાવી દઈએ કે અહીં રોટલીયા હનુમાન મંદિરે હનુમાન દાદાને રોટલી કે રોટલા સિવાયનો અન્ય કોઈપણ જાતનો પ્રસાદ નથી ચઢતો. 

ગુરુવારે અને શનિવારે જોવા મળે છે ભક્તોની ભીડ
પાટણ તેમજ આસપાસના લોકો રોટલીયા હનુમાન દાદાનાં દર્શને આવે ત્યારે ઘરેથી રોટલી કે રોટલો જરૂર લેતા આવે છે અને સાંજ પડે મંદિરના વ્યવસ્થાપકો મોટી માત્રામાં રોટલા રોટલીઓ ભેગા કરે છે અને તે રોટલાઓ અબોલ શ્વાનોને ખવડાવવામાં આવે છે.  રોટલીયા હનુમાન મંદિરથી આજે પાટણ શહેરના અનેક શ્વાનો આનંદથી રોટલા રોટલી ખાઈને પોતાની જઠરાગીની ઠારી રહ્યા છે.  જણાવી દઈએ કે ગુરૂવાર અને શનિવારે મંદિરે વિશેષ ભીડ જોવા મળતી હોય છે. જણાવી દઈએ કે મંદિર પટાંગણમાં હનુમાન ચાલીસા અવિરત વગાડવામાં આવે છે અને મંદિર પરિસરમાં પક્ષીઓ માટે સુંદર ચબૂતરો પણ બનાવવામાં આવ્યો છે. આ સાથે જ સિનિયર સિટીઝન વડીલ વૃદ્ધો મંદિર પટાંગણમાં શાંતિથી બેસીને ટીવી સ્કિનમાં હનુમાન ચાલીસા ભજન જોઈ શકે તે માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

હનુમાન દાદાને ચઢાવવામાં આવે છે રોટલા કે રોટલી 
રોટલીયા હનુમાનની વિશાળ કાય પથ્થરમાંથી બનાવવામાં આવેલ પ્રભાવશાળી પ્રતિમા માર્ગ પરથી દર્શનાર્થીઓ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુ રોટલા કે રોટલીનો પ્રસાદ પહેલા ભગવાનને ચઢાવે છે ત્યારે એ રોટલી કે રોટલો નીચે ગર્ભ ગૃહમાં જતા રહે છે. જણાવી દઈએ કે ઉપર મંદિરથી ચઢાવવામાં આવેલા રોટલા રોટલી નીચે માળ એક મોટા વાસણમાં ભેગા થાય તેવી અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજ પડ્યે એ રોટલા રોટલીના પ્રસાદને શ્વાનો સહિતના અન્ય જીવોને પણ વિતરણ કરવામાં આવે છે. કેનાલની પાળે બનાવવામાં આવેલ રોટલીયા હનુમાન દાદાનું મંદિર એ આજે પાટણમાં અનેરી આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યુ છે. જણાવી દઈએ કે  લોકો પોતાની બાધા માનતા મંદિરે આવીને રાખે છે અને તે માનતા પૂર્ણ થાય તો તેઓએ માનતામાં માનેલા 5, 11, 21, 51 કે 101 રોટલા કે રોટલી હનુમાન દાદાને ચઢાવે છે.  

મંદિરમાં લગાવવામાં આવ્યું છે એક ઇલેક્ટ્રીક મશીન
જોકે પાટણ બહારથી આવતા શ્રદ્ધાળુઓ રોટલા કે રોટલી ભગવાનને અર્પણ કરી શકે તે માટે હવે મંદિર પટાંગણમાં અલાયદુ ઇલેક્ટ્રીક મશીન પર ચાલુ કરવામાં આવ્યુ છે સ્વીચ દબાવતાની સાથેજ અસંખ્ય રોટલીઓ ઘડીવારમાં તૈયાર થઈ જાય છે અને ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવે છે. ભૂખ્યા અબોલ શ્વાનો પણ મંદિર બહાર પોતાના ભોજનની રાહ જોઈને બેઠા હોય તેમ ભગવાનને ચઢાવવામાં આવેલ રોટલા રોટલીનો પ્રસાદ આરોગી પોતાની ભૂખ ભાગી આનંદના ઓડકાર લે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ