બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 01:43 PM, 21 February 2023
ADVERTISEMENT
સાઉદી અરબની રાજધાની રિયાદમાં દુનિયાની સૌથી ઉંચી બિલ્ડિંગની સાથે સાથે હવે એક શાનદાર બિલ્ડિંગ બનવા માટે તૈયાર છે. આ બિલ્ડિંગનું નામ ન્યૂ મુરબ્બા રાખવામાં આવ્યું છે. આ બિલ્ડિંગમાં દુનિયાભરની લગભગ દરેક અત્યાધુનિક સુવિધા હશે. તેને મુકાબના નામથી પણ જાણવામાં આવશે.
સાઉદી અરબ સરકારની તરફથી ફેરફાર બાદ જોવામાં આવેલા શહેરનો એક પ્રમોશનલ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
કેવી હશે આ શાનદાર બિલ્ડિંગ?
આ વીડિયોમાં જોઈ શકાય છે કે આવનાર ટાઈમમાં અહીં ડાઈનિંગ, રેસિડેન્શિયલ, રિટેલ, એન્ટરટેનમેન્ટ અને હોસ્પીટાલિટી સહિત અન્ય ઘણી સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ સંપૂર્ણ બિલ્ડિંગ ઘનના આકારમાં હશે જેની લંબાઈ પહોંળાઈ અને ઉંચાઈ 400 મીટર હશે. આ ન્યૂયોર્કમાં રહેલા એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગથી 20 ગણુ મોટુ હશે.
સાઉદી અરબ સરકારે પ્લાન અનુસાર, તેમાં એક મ્યુઝિયમ, એક ટેક્નોલોજી અને ડિઝાઈન યુનિવર્સિટી, એક મલ્ટીપલ થિએટર અને 80થી વધારે મનોરંજન અને સાંસ્કૃતિક સ્થળ શામેલ હશે. તેની એક ઝલક વીડિયોમાં જોઈ શકાય છે.
નવા મુરબ્બામાં 2.5 કરોડ વર્ગ કિમીથી વધારેનો ફ્લોર એરિયા, 104,000 આવાસીય યુનિટ્સ, 9,000 હોટલના રૂમ 980,000 વર્ગ મીટરનું રિટેલ સ્પેસ, 1.4 મિલિયન વર્ગ મીટરનું ઓફિસ સ્પેસ, 620,000 વર્ગ મીટરનો રેસ્ટ એરીયા અને 1.8 મિલિયન વર્ગ મીટરનો કમ્યુનિટી વિસ્તાર છે.
એરપોર્ટથી માત્ર 20 મિનિટ દૂર
સંરચનાની પોતાની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હશે અને અપાર્ટમેન્ટ ક્ષેત્ર 20 મિનિટની દૂરી પર હશે. પરિયોજના વિશે વાત કરતા જણાવ્યું, ફ્યુચરિઝ્મે અહીંની આ બિલ્ડિંગનું નિર્માણ 2030 સુધી પુરૂ કરવાની આશા દર્શાવી છે.
દુનિયાની સૌથી ઉંચી બિલ્ડિંગ બનાવવા માટેની જાહેરાતના ફક્ત એક વર્ષની અંદર જ આ ઈમારત બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી 9 મિલિયન લોકો માટે યોગ્ય ભવિષ્યનું નિર્માણ થઈ શકે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાની સૌથી ઉંચી બિલ્ડિંગનું નિર્માણ પહેલાથી જ ચાલી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.