બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / A class 12 student committed suicide by hanging herself before the exam in Surat

સુરત / વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: પરીક્ષાને લઇ વિદ્યાર્થીનીને ઠપકો આપવો પરિવારને પડ્યો ભારે, ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું

Malay

Last Updated: 10:14 AM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં પરીક્ષાના આગલા દિવસે ધોરણ 12ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. હાલ વિદ્યાર્થિનીના આપઘાતને લઈ પોલીસે તપાસ શરૂ છે.

  • સુરતમાં વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
  • ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
  • પોલીસને સુસાઈટ નોટ મળી આવી

સુરતના સચિન વિસ્તારમાં 17 વર્ષીય વિદ્યાર્થિનીએ બોર્ડની પરીક્ષાના એક દિવસ અગાઉ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ પોલીસને થતા સચિન પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  વિદ્યાર્થિનીએ અચાનક આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

17 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના સચિનના બોણંદ ગામના ડુંગરી ફળિયામાં નાના સાથે રહેતી અને ભરી ગામ ખાતે આવેલી મોસમ હાઇસ્કૂલમાં ધોરણ 12 આર્ટસમાં અભ્યાસ કરતી 17 વર્ષીય રોશની રાઠોડ નામની વિદ્યાર્થિનીએ ઘરના રસોડામાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ પોલીસને કરાતા સચિન પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી અને મૃતક રોશનીના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસડ્યો હતો. જે બાદ પોલીસે પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી હતી.

17 માર્ચે હતું પરીક્ષાનું પ્રથમ પેપર
આ દરમિયાન રોશનીના ભાઈ સુનિલે પોલીસને જણાવ્યું હતું કે, મારી બહેન 12માં ધોરણમાં ભણતી હતી, 17 માર્ચે પરીક્ષાનું પ્રથમ પેપર હતું. રોશની ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. ભણવાનું તેને કોઈ પ્રેશર હતું નહીં. ગામના છોકરા સાથે વાત ન કરવા દેતા પરીક્ષા પહેલા આપઘાત કરી લીધો છે. 

પરિવારે પરીક્ષામાં ધ્યાન આપવા આપ્યો હતો ઠપકો 
સુનિલે જણાવ્યું હતું કે, રોશનની ગામમાં જ રહેતા એક યુવક સાથે વાત કરતી હતી. ઘરના સભ્યોએ યુવક યોગ્ય ન હોવાથી તેની સાથે વાત કરવાની ના પાડી હતી અને પરીક્ષા પર ધ્યાન આપવા ઠપકો આપ્યો હતો. જેને લઈને રોશનીએ ગળેફાંસો ખાઈ લીધો હતો. તેણે સુસાઇડ નોટમાં પણ લખ્યું હતું કે, મને છોકરા સાથે વાત કરવાની ના પાડી દીધી એટલે હું આપઘાત કરું છું.

13 વર્ષ પહેલા પિતાનું થયું હતું અવસાન
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક રોશનીના પિતા 13 વર્ષ પહેલાં અકસ્માતમાં મોતને ભેટ્યા હતા. જેને લઇ રોશની, તેનો ભાઈ સુનિલ અને માતા શીલાબેન 60 વર્ષીય નાના બુધિયાભાઈ સાથે ડુંગરી ફળિયામાં રહેતા હતા. રોશનીની માતા શીલાબેન અને નાની અન્યના ઘરે ઘરકામ કરવા જતા હતા. રોશનીના આપઘાતથી પરિવારજનો શોકમાં ગરક થઈ ગયાં હતાં. પોલીસે વિદ્યાર્થિનીની સુસાઇડ નોટ કબ્જે કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ