બ્રેકિંગ ન્યુઝ

logo
logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A case of blindness came to light after an operation at Sarvodaya Eye Hospital, Radhanpur, Patan

પાટણ / બેદરકારી બેકાબૂ ? માંડલ બાદ રાધનપુરમાં અંધાપાકાંડ, મોતિયાના ઓપરેશન બાદ 5 દર્દીઓને તકલીફ

Dinesh

Last Updated: 05:35 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Patan news: પાટણના રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ અંધાપાનો કિસ્સો સામે આવ્યો છે, 2 મહિલા અને 3 પુરુષને આંખમાં ચેપ લાગ્યો છે

  • અમદાવાદના માંડલ બાદ પાટણના રાધનપુરમાં અંધાપાકાંડ
  • સર્વોદય આંખની હોસ્પિટલ ગંભીર બેદરકારી આવી સામે
  • 13 દર્દીના ઓપરેશન બાદ 5 દર્દીની દ્રષ્ટિમાં આવી ખામી


રાજ્યમાં વધુ એક આંખની હોસ્પિલની ગંભીર બેદરકારીનો આંધાપાકાંડ સામે આવ્યો છે.  અમદાવાદના માંડલ બાદ પાટણના રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલ ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે. જેમાં 13 દર્દીના ઓપરેશન બાદ 5 દર્દીની દ્રષ્ટિમાં ગંભીર ખામી સર્જાઈ છે.

2 મહિલા અને 3 પુરુષને આંખમાં ચેપ લાગ્યો
પાટણના રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ અંધાપાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 2 મહિલા અને 3 પુરુષને આંખમાં ચેપ લાગ્યો છે. મોતિયાના ઓપરેશન બાદ દર્દીને અંધાપો આવ્યો છે. જે બાદ દર્દીઓને અમદાવાદ ખાતે અસારવા આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગઈકાલે ગાંધીનગર અને અસારવા આંખની હોસ્પિટલની ટીમ રાધનપુર ખાતે તપાસમાં પણ  ગઈ હતી.

મોતિયાના ઓપરેશન બાદ તકલીફ
જે તપાસમાં 5 દર્દીઓને આંખમાં તકલીફ હોવાનુ સામે આવ્ય હતુ. અત્રે જણાવીએ કે, 2 ફેબ્રુઆરીના રોજ મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાં 45 વર્ષ અને 65 વર્ષીય રાધનપુરની મહિલાને દ્રષ્ટિમાં ખામી સર્જાઈ છે.  78 વર્ષના સાંતલપુરના પુરુષ, 70 વર્ષના રાધનપુરના પુરુષ અને 65 વર્ષીય કાંકરેજના પુરુષને આંખમાં તકલીફ થઈ છે. 

વાંચવા જેવું: આવતી કાલથી ફરી રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ, તાપમાનમાં થશે 3 ડિગ્રીનો ઘટાડો

સળગતા સવાલ
શું હોસ્પિટલ તંત્રને દર્દીની દ્રષ્ટિની નથી પરવાહ ?
આંખના ઓપરેશનમાં કેમ આવી બેદરકારી ?
વારંવાર અંધાપાકાંડ બાદ તંત્રની આંખો નથી ઉઘડતી ?
અંધાપાકાંડ માટે કોણ જવાબદાર ?
તંત્ર અંધાપાકાંડમાં કેમ કરે છે આંખ આડા કાન ?
અમરેલી, માંડલ બાદ રાધનપુરમાં અંધાપાકાંડ ?
રાજ્યમાં ક્યારે થશે અંધાપાકાંડ બંધ ?
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ