બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / A 150 year old Hindu temple has been demolished in Karachi Pakistan

કટ્ટરતા કે બીજું કંઈ? / પાક.ના કરાંચીમાં 150 વર્ષ જુના હિંદુ મંદિર પર બુલડોઝર ફેરવી દેવાયું, દોષ ઢાંકતું આપ્યું કારણ

Kishor

Last Updated: 10:35 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના કરાચીમાં મંદિરનું બાંધકામ જૂનું અને જોખમી હોવાનું કારણ આગળ ધરી સિંધ પ્રાંતની સરકાર દ્વારા 150 વર્ષ જૂના હિન્દુ મંદિરને તોડી પડાયું છે.

  • પાકિસ્તાનના કરાચીમાં આવેલા 150 વર્ષ જૂના હિન્દુ મંદિરને જમીનદોસ્ત કરાયું
  • સિંધ પ્રાંતની સરકાર દ્વારા લેવાયો નિર્ણય
  • મંદિરનું બાંધકામ જૂનું અને જોખમી હોવાનું કારણ

પાકિસ્તાનના કરાચીમાં આવેલા 150 વર્ષ જૂના હિન્દુ મંદિરને જમીનદોસ્ત કરવામાં આવ્યુ છે. મંદિરનું બાંધકામ જૂનું અને જોખમી હોવાનું કારણ આગળ ધરી અને સિંધ પ્રાંતની સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે  જેને લઇને હિંદુ સમાજ આઘાતમાં સરી પડી ગયો છે. મહત્વનું છે કે કરાંચીના સોલ્જર બજારમાં આ મારી માતાના મંદિરને શુક્રવારે ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યું હતું. જેને લઈને મંદિરના રામનાથ મિશ્ર મહારાજે નારાજગી વ્યક્ત કરી છે અને અગાઉ કોઈપણ પ્રકારની જાણ વગર તોડી પાડવામાં આવ્યું હોવાનો દાવો કર્યો હતો.

લગભગ 150 વર્ષ જૂનું મંદિર હોવાનો મિશ્રાએ દાવો કર્યો
મારી માતાના મંદિર પાસે પંચમુખી હનુમાન મંદિર પણ આવેલું છે ત્યારે મિશ્ર એ જણાવ્યું કે બુલડોઝર દ્વારા મંદિરના બહારના ભાગ અને મુખ્ય દરવાજાને અકબંધ રાખવામાં આવ્યો છે જ્યારે અંદરનું આખું માળખું તોડી પાડવામાં આવ્યું છે. લગભગ 150 વર્ષ જૂનું મંદિર હોવાનું મિશ્રાએ દાવો કર્યો છે. ભુમાફિયાઓ અને બિલ્ડર સહિતના લોકોનો ડોળો આ જમીન પર પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

અહીં કોમર્શિયલ બિલ્ડીંગ બનાવવામાં આવશે
પોલીસે દાવો કર્યો કે મંદિર પરિસરમાં જોખમી હોવાનું અધિકારીઓએ જાહેર કર્યું હતું. આ મંદિરની દેખભાળ કરાચીના મદ્રાસી હિન્દુ સમુદાય દ્વારા કરવામાં આવતી હતી અને તેઓ પણ મંદિરનું બાંધકામ ખૂબ જૂનું હોવાનું સ્વીકર્યું છે. હાલની સ્થિતિએ મંદિરમાં દેવી-દેવતાઓની પ્રતિમાને એક રૂમમાં રાખવામાં આવ્યા છે. મંદિરનું નવું નિર્માણ નહીં થાય ત્યાં સુધી ત્યાં જ રાખવામાં આવશે. એવો આરોપ લાગી રહ્યો છે કે મંદિર બિલ્ડરને આપી દેવામાં આવી છે. હવે અહીં કોમર્શિયલ બિલ્ડીંગ બનાવવામાં આવશે!

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ