બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 82 employees withdraw their retirement savings for House expenses in lockdown

સંકટ / લૉકડાઉનમાં હાલત એટલી ખરાબ કે આટલા લાખ લોકોએ ઘર ચલાવવા ઉપાડ્યાં PFના રૂપિયા

Published By: Krupa

Last Updated: 08:45 PM, 28 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસની મહામારીને લઇને લૉકડાઉનમાં કર્મચારીઓની આર્થિક સ્થિતિ ખરાબ થતી જઇ રહી છે. આ લૉકડાઉન દરમિયાન અત્યાર સુધી લગભગ 8.2 લાખ કર્મચારીએ પોતાના EPF ખાતામાંથી પૈસા નિકાળી ચુક્યા છે.

  • કોરાના વાયરસ મહામારીને લઇને લૉકડાઉનમાં કર્મચારીઓની આર્થિક સ્થિતિ ખરાબ 
  • લૉકડાઉન દરમિયાન અત્યાર સુધી લગભગ 8.2 લાખ કર્મચારી પોતાના EPF ખાતાછી નિકાળી ચુક્યા છે રૂપિયા 
  • આશરે 8.2 લાખ સભ્યોએ પોતાનું ઘર ચલાવવા માટે 3,243.17 કરોડ રૂપિયા નિકાળ્યા

કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટે કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે લોકોની આર્થિક સમસ્યાઓનો અંદાજો એ પરથી જ લગાવવામાં આવી શકે છે હવે એમને પોતાના પીએફ અકાઉન્ટથી પૈસા નિકાળીને ઘર ચલાવવું પડી રહ્યું છે. EPFO અને ખાનગી PF ફંડ્સના આશરે 8.2 લાખ સભ્યોએ પોતાનું ઘર ચલાવવા માટે 3,243.17 કરોડ નિકાળ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને 28 માર્ચના નિર્ણયમાં આ યોજનાના અંશધારક કર્મચારીઓને લૉકડાઉનના કારણે સમસ્યા સામે લડવા માટે આંશિક ક્લિયરન્સની મંજૂરી આપી હતી.

12.91 લાખ દાવાનો નિપટારા
શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, 'કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવનાર ઇપીએફઓએ કુલ 12.91 લાખ દાવાનો નિપટારો કર્યો છે, જેમાં કોવિડ-19 સંકટમાં જાહેર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પેકેજ હેઠળ આપવામાં આવેલી છૂટથી સંબંધિત 7.40 લાખ દાવા સામેલ છે.' આ દાવા હેઠળ કુલ 4684.52 કરોડ રૂપિયાની રકમ સામેલ છે, જેમાં પીએમજીકેવાઇ પેકેજ હેઠળ 2,367.65 કરોડ રૂપિયાનો દાવો સામેલ છે. 

ખાનગી ટ્રસ્ટથી 875.52 કરોડનું ક્લિયરન્સ 
નિવેદનામાં કહેવામાં આવ્યું છે કે છૂટ પ્રાપ્ત ખાનગી પીએફ ટ્રસ્ટે 27 એપ્રિલ 2020 સુધી કોવિડ 19 માટે અગ્રિમ રકમ તરીકે 79,743 પીએફ સભ્યોને 875.52 કરોડ રૂપિયા આપ્યા. એમાં ખાનગી ક્ષેત્રના 222 પ્રતિષ્ઠાનોએ 54,641 લાભાર્થીઓને 338.23 કરોડ રૂપિયા આપ્યા. સાર્વજનિક ક્ષેત્રના 76 પ્રતિષ્ઠાનોએ 24,178 લાભાર્થીઓને 524.75 કરોડ રૂપિયા આપ્યા. 

ખાનગી પીએફ ટ્રસ્ટ ખુદ કરે છે પ્રબંધન 
ખાનગી પીએફ ટ્રસ્ટ પોતાના કર્મચારીઓની પીએફ રકમનું ખુદ પ્રબંધન કરે છે અને એમને માસિક પીએફ રિટર્ન દાખલ કરવાની છૂટ આપવામાં આવે છે અને આ પ્રકાર એમને છૂટ પ્રાપ્ચ પ્રતિષ્ઠાન પણ કહેવામાં આવે છે. ટાટા કન્સલ્ટેન્સી સર્વિસેજ, એચસીએલ ટેક્નૉલોજી લિમિટેડ અને એચડીએફસી બેંક ખાનગી ક્ષેત્રની ત્રમ શીર્ષ છૂટ પ્રાપ્ત સંસ્થાન છે.  
 

સંકળાયેલા મુદ્દાઓ

EPFO business employees lockdown પીએફ લૉકડાઉન coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ