બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ભારત / 8 Rules to Change from Day 1 of 2024, Will Directly Impact Your Pockets: Settle This Money Deal Today

તમારા કામનું / 2024ના પ્રથમ દિવસથી બદલાઈ જશે 8 નિયમો, તમારા ખિસ્સાં પર પડશે સીધી અસર: આજે જ પતાવી લો પૈસાથી જોડાયેલા આ કામ

Megha

Last Updated: 12:46 PM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 જાન્યુઆરી 2024થી ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે જે સામાન્ય માણસના ખિસ્સા પર અસર કરશે. ખાસ કરીને સિમ કાર્ડ અને UPI IDને લઈને પણ એક મોટું અપડેટ સામે આવ્યું છે.

  • 31 ડિસેમ્બરના રોજ અનેક કામોની ડેડલાઈન પૂરી થવા જઈ રહી છે. 
  • 1 જાન્યુઆરી 2024થી ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. 
  • સિમ કાર્ડ અને UPI IDને લઈને પણ એક મોટું અપડેટ સામે આવ્યું છે. 

આવતીકાલે 31 ડિસેમ્બર અને એ બાદ નવું વર્ષે 2024.. 31 ડિસેમ્બરના રોજ અનેક કામોની ડેડલાઈન પૂરી થવા જઈ રહી છે અને 1 જાન્યુઆરી 2024થી ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારો સીધા સામાન્ય માણસના ખિસ્સા પર અસર કરશે. જેમાં ખાસ કરીને સિમ કાર્ડ અને UPI IDને લઈને પણ એક મોટું અપડેટ સામે આવ્યું છે. 

5 rules are changing from January 1 Get this work done today, otherwise...

ટૂંકમાં 1 જાન્યુઆરીથી 8 વસ્તુઓ બદલાઈ રહી છે. જેમાં ગેસ સિલિન્ડરની કિંમતથી લઈને લોકર કરાર સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. ચાલો આ ફેરફાર વિશે જાણીએ.. 

નવા સીમ કાર્ડ નિયમો 
નવા વર્ષથી સરકાર નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે જેમાં નવું સીમ કાર્ડ મેળવવું મુશ્કેલ બની શકે છે કારણ કે આ માટે બાયોમેટ્રિક વિગતોની જરૂર પડશે. નવું સિમ લેતી વખતે આપવામાં આવે છે. આ બિલ રાજ્યસભા અને લોકસભામાં પસાર થઈ ચૂક્યું છે. આ પછી બિલ કાયદો બની જશે.

વાંચવા જેવુ: વર્ક્ર ફ્રોમ હોમના નામે ગઠિયાએ લગાવ્યો 60 કરોડનો ચૂનો, 33 ડેબિટ કાર્ડ-32 ચેક બુક સાથે આરોપીઓને દબોચ્યા

તમારું UPI ID બંધ થઈ શકે છે
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ Google Pay, PhonePe અથવા Paytm ના એવા UPI ID ને નિષ્ક્રિય કરવાનો નિર્ણય લીધો છે જેનો ઉપયોગ એક વર્ષ કે તેથી વધુ સમયથી કરવામાં આવ્યો નથી. જો તમારી પાસે પણ UPI ID છે જેનો તમે એક વર્ષથી વધુ સમયથી ઉપયોગ કર્યો નથી, તો તે 31 ડિસેમ્બર પછી બંધ થઈ જશે. 

લોકર કરાર 
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને બેંક ઓફ બરોડા (BOB)માં બેંક લોકર ધરાવતા ગ્રાહકોએ બેંક સંબંધિત એક મહત્વપૂર્ણ કાર્ય 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. આરબીઆઈ દ્વારા તમામ બેંકોને તેમના ગ્રાહકોને બેંક લોકર માટે નવા કરાર પર હસ્તાક્ષર કરવા માટે કહેવામાં આવ્યું છે. જો તમારી પાસે પણ SBI અથવા બેંક ઓફ બરોડામાં બેંક લોકર છે, તો તમારે આગામી 14 દિવસમાં આ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવું પડશે.

SBI સ્કીમની છેલ્લી તારીખ 
SBI અમૃત કલશ યોજના, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની વિશેષ FD યોજનાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2023 છે. આ 400 દિવસની FD સ્કીમ પર ઉપલબ્ધ મહત્તમ વ્યાજ દર 7.60% છે. આ વિશેષ FD પર પાકતી મુદતનું વ્યાજ કાપવામાં આવશે અને TDS બાદ ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે. આવકવેરા કાયદા હેઠળ લાગુ પડતા દરે TDS વસૂલવામાં આવશે. અમૃત કલશ યોજનામાં સમય પહેલા અને લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. 

આ Gmail એકાઉન્ટ્સ બંધ કરવામાં આવશે
જે Gmail એકાઉન્ટ્સ એક કે બે વર્ષથી ઉપયોગમાં લેવાયા નથી. ગૂગલ આવા તમામ જીમેલ એકાઉન્ટ બંધ કરી દેશે. નવો નિયમ વ્યક્તિગત Gmail એકાઉન્ટ પર લાગુ થશે. ટૂંકમાં જો તમે જુના Gmail એકાઉન્ટનો ઉપયોગ કર્યો નથી, તો તેને સક્રિય રાખવું જોઈએ.

ઈન્કમટેક્સ રિટર્ન ફાઇલિંગ
ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. જે ગ્રાહકોએ 31 જુલાઈ સુધીમાં ITR ફાઈલ કર્યું નથી, તેઓ લેટ ફી સાથે 31 ડિસેમ્બર સુધીમાં રિટર્ન ફાઈલ કરી શકે છે. રૂ.5,000 લેટ ફી સાથે ITR ફાઇલ કરવાનું રહેશે. 1 જાન્યુઆરીથી લેટ ITR પર વધુ દંડ વસૂલવામાં આવી શકે છે.

પાર્સલ મોકલવું મોંઘું થશે 
નવા વર્ષની શરૂઆતથી પાર્સલ મોકલવું મોંઘું થઈ શકે છે. ઓવરસીઝ લોજિસ્ટિક્સ બ્રાન્ડ બ્લુ ડાર્ટે પાર્સલ મોકલવાના દરમાં 7 ટકા સુધીનો વધારો કર્યો છે. 

ગેસ સિલિન્ડરની કિંમતો 
ગેસ સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં વર્ષના પ્રથમ દિવસે સામાન્ય લોકો માટે ગેસ સિલિન્ડરના ભાવને લઈને મોટી જાહેરાત થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ