બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / 8 killed dozens feared trapped as building collapses in Maharashtra bhiwandi

દૂર્ઘટના / મહારાષ્ટ્રઃ ભિવંડીમાં 3 માળની બિલ્ડીંગ ધરાશાયી થતાં 10 લોકોના મૃત્યુ

Published By: Divyesh

Last Updated: 12:09 PM, 21 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાના ભિવંડી શહેરમાં રવિવારે મોડી  રાત્રે એક ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી. આ બિલ્ડિંગમાં રહેનારા ઘણા લોકો હજુ પણ ફસાયાની આશંકા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર 1984માં બનેલી જિલ્લાની એપાર્ટમેંટ, મકાન નંબર 69 નામની બિલ્ડીંગનો અડધો ભાગ ધરાશાયી થયો. આ બિલ્ડીમાંથી અત્યાર સુધીમાં 10 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે.

પ્રાપ્ત મળતી વિગત અનુસાર આ ત્રણ માળની બિલ્ડિંગ મકાનમાં 21 ફલેટમાં ઘણા લોકો શાંતિથી ઉંઘી રહ્યા હતા ત્યારે અચાનક 3 વાગ્યાના 20 મિનિટ પર ભિવંડીના પટેલ કમ્પાઉન્ડમાં કોલાહાલ મચી ગયો. હાલમાં ઘટનાસ્થળે કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 

જો કે પ્રાથમિક મળતા અહેવાલ મુજબ આ બિલ્ડીમાંથી અત્યાર સુધીમાં 10 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. ઘટનાસ્થળ પર ચાલી રહેલા રાહત કાર્યમાં 5 લોકોને જીવિત સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં છે. અત્યારે પણ હજી ઘણા લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

એનડીઆરએફ દ્વારા જણાવામાં આવ્યું કે ઠાણે મહાનગર પાલિકાથી પ્રાપ્ત મળતી જાણકારી મુજબ આજે સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ ભિવંડીમાં એક ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી. સ્થાનિક લોકો દ્વારા 20 લોકોને કાટમાળથી બચાવામાં આવ્યાં છે. પ્રાપ્ત મળતી પ્રાથમિક જાણકારી મુજબ 20-25 લોકોના ફસાયા હોવાની આશંકા છે. આરઆરસી મુંબથી NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને રાહત કાર્ય ઝડપથી કરવામાં આવી રહ્યું છે. 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Building Collapse Mumbai ધરાશાયી બિલ્ડિંગ મુંબઇ Maharashtra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ