બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 8 crores income to the system, 66 lakh people have benefited in the last 17 months

સુવિધા / અમદાવાદ BRTSમાં ડિજિટલ પેમેન્ટની બલ્લેબલ્લેઃ તંત્રને થઇ 8 કરોડની આવક, છેલ્લાં 17 મહિનામાં 66 લાખ લોકોએ લીધો લાભ

Vishal Khamar

Last Updated: 10:45 PM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરીજનોમાં નિયમિતતા, ઝડપ અને સ્વચ્છતાના મામલે લોકપ્રિય બનેલી બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એટલે કે BRTSમાં હવે ડિજિટલ પેમેન્ટની પણ બોલબોલા જોવા મળી છે. ગત ડિસેમ્બર-૨૦૨૧થી પેસેન્જર્સમાં ડિજિટલ પેમેન્ટ લોકપ્રિય બનતું જાય છે.

  • ડિજિટલ પેમેન્ટમાં AMTS કરતાં BRTS આગળ
  • ૧૭ મહિનામાં ૬૬ લાખથી વધુ પેસેન્જર્સ નોંધાયા
  • BRTSએ ડિજિટલ પેમેન્ટથી રૂ. આઠ કરોડની આવક મેળવી

ઉનાળાની ત્વચાને દઝાડે તેવી ગરમીમાં ટિકિટ લેવા લાંબીલચક લાઇનમાં ઊભા રહેવાના બદલે પેસેન્જર્સ ડિજિટલ પેમેન્ટનો લાભ ઉઠાવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર આંકડા દર્શાવી રહ્યા છે કે છેલ્લા ૧૭ મહિનામાં એટલે કે ડિસેમ્બર-૨૦૨૧થી એપ્રિલ-૨૦૨૩ સુધીમાં ૬૬ લાખથી વધુ પેસેન્જર્સે ડિજિટલ પેમેન્ટનો લાભ લીધો છે. 

પેટીએમ એપથી ટિકિટ કઢાવવાની સુવિધા પેસેન્જર્સ માટે ઉપલબ્ધ
BRTSના સત્તાવાળાઓએ આમ તો ગત તા. ૭ જૂન, ૨૦૨૧થી પેટીએમ એપથી ટિકિટ કઢાવવાની સુવિધા પેસેન્જર્સ માટે ઉપલબ્ધ કરાવી હતી, જોકે કોરોના મહામારીના કારણે BRTSમાં પેસેન્જર્સ ઘટતાં ડિજિટલ પેમેન્ટ ખાસ લોકપ્રિય બન્યું નહોતું, પરંતુ ડિસેમ્બર-૨૦૨૧થી ડિજિટલ પેમેન્ટનો ગ્રાફ ઉત્તરોત્તર વધતો ગયો હતો. તે મહિનામાં ૯૬,૦૫૬ પેસેન્જર્સથી તંત્રને રૂ. ૧૧.૪૨ લાખની આવક થઈ હતી. ત્યાર બાદ જૂન-૨૦૨૨માં પેસેન્જર્સનો આંકડો એક લાખને પાર થઈ ૧,૦૩,૯૦૨ નોંધાયો હતો. પરિણામે આવક પણ વધીને રૂ. ૧૩.૦૫ લાખથી વધુ નોંધાઈ હતી.

ડિજિટલ પેમેન્ટનો લાભ લેનારા પેસેન્જર્સની સંખ્યા બે લાખને પાર
માર્ચ-૨૦૨૨માં ડિજિટલ પેમેન્ટનો લાભ લેનારા પેસેન્જર્સની સંખ્યા બે લાખને ઓળંગી ૨,૦૯,૦૫૨ નોંધાઈ હતી અને આવકમાં પણ ઉછાળો આવીને રૂ. ૨૪.૮૨ લાખની થઈ હતી. જૂન-૨૦૨૨માં ડિજિટલ પેમેન્ટનો લાભ લેનારા પેસેન્જર્સની સંખ્યા ત્રણ લાખથી વધુ એટલે કે ૩,૧૬,૦૮૩ થતાં મ્યુનિ. તિજોરીમાં રૂ. ૪૧.૪૩ લાખ આવક પેટે ઠલવાયા હતા. 
BRTSને સપ્ટેમ્બર-૨૦૨૨માં આશરે પાંચ લાખ જેટલા પેસેન્જર્સ ડિજિટલ પેમેન્ટની સુવિધા મેળવનારા મળ્યા હતા. તે મહિનામાં ૪,૮૩,૮૬૭ પેસેન્જર્સથી રૂ. ૫૮.૩૫ લાખની આવક થઈ હતી. નવેમ્બર-૨૦૨૨માં ડિજિટલ પેમેન્ટનો લાભ લેનારા પેસેન્જર્સ વધીને ૫,૨૬,૬૩૪ થયા હતા. પાંચ લાખથી વધુ પેસેન્જર્સે ડિજિટલ પેમેન્ટથી ટિકિટ કઢાવી હોઈ તંત્રને રૂ. ૬૧.૯૪ લાખની આવક થવા પામી હતી.

ડિજિટલ પેમેન્ટના મામલે BRTSના સત્તાવાળાઓને લાભકારી નીવડ્યું
ચાલુ વર્ષ ૨૦૨૩ ડિજિટલ પેમેન્ટના મામલે BRTSના સત્તાવાળાઓને ભારે લાભકારી નીવડ્યું છે, કેમ કે જાન્યુઆરી-૨૦૨૩માં આ પેમેન્ટનો લાભ લેનારા પેસેન્જર્સ છ લાખથી પણ વધુ એટલે કે ૬,૧૦,૪૨૯ થતાં સત્તાધીશોને રૂ. ૭૪.૯૬ લાખની માતબર રકમની આવક થઈ છે. ફેબ્રુઆરી-ર૦૨૩માં ૫,૫૫,૨૨૭ પેસેન્જર્સથી રૂ. ૬૪.૯૬ લાખ, માર્ચ-ર૦૨૩માં ૬,૨૩,૯૪૮ પેસેન્જર્સથી રૂ. ૭૪.૦૧ લાખ અને છેલ્લા એપ્રિલ મહિનામાં ૬,૧૧,૮૬૪ પેસેન્જર્સથી રૂ. ૭૩.૬૦ લાખની આવક મેળવાઈ છે. 
BRTSના જનરલ મેનેજર વિશાલ ખનામા કહે છે, BRTS બસ સર્વિસમાં પેસેન્જર્સે ડિજિટલ પેમેન્ટને મોકળા મને વધાવી લીધું હોઈ છેલ્લા ૧૭ મહિનામાં ૬૬ લાખથી વધુ પેસેન્જર્સે આ સુવિધાનો લાભ લીધો છે, જેના કારણે તંત્રને આશરે રૂ. આઠ કરોડની આવક થવા પામી છે. વધુ ને વધુ પેસેન્જર્સ લાઇનમાં ઊભા રહેવાના બદલે સરળતાથી ડિજિટલ પેમેન્ટ થકી ટિકિટ કઢાવવાનું પસંદ કરી રહ્યા છે. 

કુલ ૧૧ ટકા ડિજિટલ પેમેન્ટધારકો
BRTSના પેસેન્જર્સે ડિજિટલ પેમેન્ટથી ટિકિટ કઢાવવામાં ભારે ઉત્સાહ દાખવ્યો હોવાનું પુરવાર થયું છે. હવે આ પેસેન્જર્સની ટકાવારી જો કાઢીએ તો લગભગ ૧૦૦ પેસેન્જર્સ પૈકી ૧૧ પેસેન્જર્સ ડિજિટલ પેમેન્ટનો લાભ ઉઠાવી રહ્યા છે તેમ BRTSના જનરલ મેનેજર વિશાલ ખનામા વધુમાં જણાવે છે. 
ડિજિટલ પેમેન્ટમાં AMTS કરતાં BRTS આગળ
AMTSનો વ્યાપ શહેરમાં BRTS કરતાં દેખીતી રીતે વધુ છે. ઉપરાંત AMTS દાયકાઓ જૂની છે, તેમ છતાં AMTSના પેસેન્જર્સ માટે ગત ૨૯ માર્ચ, ૨૦૨૨એ ડિજિટલ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી. આની સરખામણીમાં BRTSના પેસેન્જર્સને મહિનાઓ અગાઉથી ડિજિટલ પેમેન્ટનો લાભ મળી રહ્યો છે.
પહેલી વખત પેમેન્ટ કરનારને ૧૦૦ ટકા કેશબેક
પેટીએમ કંપની દ્વારા પહેલી વખત ડિજિટલ પેમેન્ટ કરનાર પેસેન્જર્સને ૧૦૦ ટકા કેશબેકનો લાભ અપાઈ રહ્યો છે. આ ટિકિટ બુકિંગના સમયથી ત્રણ કલાક સુધી માન્ય રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ