બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / 7th-pay-commission-old-pension-plan-or-facility-of-deposit-funds-central-government-employees-will-get-this-option
Hiralal
Last Updated: 09:24 PM, 17 June 2021
ADVERTISEMENT
કેન્દ્રીય કર્મચારીઓ વધુ એક ખુશખબર આવી છે જે સ્ટાફને એનપીએસ હેઠળ કવર કરાયો છે તેને હવે સરકાર આ નવી સુવિધા આપી રહી છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે આવા કર્મચારીઓના નોકરી દરમિયાન મૃત્યુ થવાના કિસ્સામાં તેમના પરિવારને પાસે બે વિકલ્પ રેહેશે, પહેલા જુનો પેન્શન પ્લાનનો લાભ લેવો અથવા તો પછી એનપીએસ હેઠળ જમા ફંડની સુવિધા લેવી.
કર્મચારીએ હયાતીમાં પસંદગી જણાવવી પડશે
કેન્દ્ર સરકારે સીસીએસ રુલ્સ 2021 ના નિયમ 10 હેઠળ આ સુવિધા આપવાની જાહેરાત કરી છે. આ નિયમ અનુસાર સરકારી કર્મચારીના નિધનની સ્થિતિમાં તેના પરિવારને આ સુવિધા મળશે. જોકે કર્મચારીએ હયાતીમાં પસંદગી જણાવવી પડશે તો જ આ યોજનાનો લાભ મળશે.
ADVERTISEMENT
નવોદય વિદ્યાલયના કર્મચારીઓ માટે આ સારી ખબર છે. શિક્ષા વિભાગ દ્વારા જારી એક પરિપત્રમાં જણાવ્યું કે નવોદય વિદ્યાલયના પ્રાધાનાચાર્યોના મેડિકલ ભથ્થાને 5000 થી વધારીને 25,000 કરી દેવાયું છે.
ક્યારે મળશે વધેલું મેડિકલ ભથ્થું
જ્યારે કેન્દ્રીય કર્મચારીઓ કોઈ સરકારી હોસ્પિટલ અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા નામિત કરાયેલી કોઈ હોસ્પિટલમાં તેમની બીમારીની સારવાર કરાવશે ત્યારે તેમને આ લાભ મળશે. કર્મચારી અથવા તો તેમના પરિવારના કોઈ સભ્ય બીમાર પડે ત્યારે મેડિકલ ભથ્થાંનો લાભ લઈ શકાય છે.
1 જુલાઈ બાદ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 17 ટકાથી વધીને 28 ટકા થઈ જશે. કર્મચારીઓને સીધું બે વર્ષનું મોંઘવારી ભથ્થું મળશે. કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થાના 3 હપ્તા જારી કરશે.
18 મહિના બાદ થશે વધારો
લગભગ 18 મહિના બાદ કર્મચારીઓના ડીએમાં વધારો થશે. ગયા વર્ષે કોરોનાને કારણે કર્મચારીઓના ડીએને અટકાવી દેવાયું હતું. જાન્યુઆરી 2020 માં ડીએમાં 4 ટકાનો વધારો કરાયો હતો. ત્યાર બાદ બીજા છ માસિક સમયગાળામાં એટલે કે જુન 2020 માં 3 ટકાનો વધારો થયો હતો. હવે જાન્યુઆરી 2021 માં 4 ટકાનો વધારો થયો છે એટલે કે કુલ 28 ટકાનો વધારો થશે
તમારા પગારમાં કેટલો વધારો થશે પે-સ્કેલ પ્રમાણે ઓછામાં ઓછી સેલેરી 18000 રુપિયા છે તેમાં 15 ટકા મોંઘવારી ભથ્થું ઉમેરાવાની શક્યતા છે. એટલે કે તમને દર મહિને 2700 રુપિયાનો વધારો મળી શકે અને વર્ષે તમારા પગારમાં 32400 રુપિયાનો વધારો થઈ જશે.
થોડા વખતમાં 32 ટકા થઈ શકે છે મોંઘવારી ભથ્થું
ઉલ્લેખનીય છે કે જુન 2021 ના મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવનાર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 4 ટકા સુધી વધી શકે છે. જો આવું થાય તો 1 જુલાઈથી 3 હપ્તામાં ચુકવણી બાદ આગામી છ મહિનામાં 4 ટકાની ચુકવણી થશે જે પછી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 32 ટકા પહોંચી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.