બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ભારત / 7 out of 10 indians consume fish says in report

લો બોલો! / ભારતીયોની દાઢે ચઢી ગયો આ ખોરાક, 23 કરોડ લોકો ઝાપટવા લાગ્યાં

Arohi

Last Updated: 12:44 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Food Habits: ભારતમાં કેટલા લોકો વેજ અને કેટલા લોકો નોન વેજ ખાવાનું પસંદ કરે છે. ફીશ ખાતા લોકોની સંખ્યા કેટલી વધી છે તેને લઈને એક નવો રિપોર્ટ આવ્યો છે. આ રિપોર્ટમાં ભારતીયોના ભોજનને લઈને ઘણી મહત્વની જાણકારીઓ આપવામાં આવી છે.

મંગળવારે ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ જાહેરાત કરી કે શાકાહારી ભોજન ડિલિવરી માટે પ્યોર વેજ ડિલિવરી સિસ્ટમ લોન્ચ કરી રહ્યા છે. પ્યોર વેજ ડિલિવરી સિસ્ટમમાં ઝોમેટોના ડિલિવરી બોયના કપડા અને બગ પણ અલગ રંગના હશે. જોકે વધતા વિવાદ બાદ ઝોમેટોએ આ નિર્ણયને પરત લઈ લીધો. 

ભારતમાં કેટલા લોકો વેજ અને કેટલા લોકો નોન વેજ ખાવાનું પસંદ કરે છે. ફીશ ખાતા લોકોની સંખ્યા કેટલી વધી છે તેને લઈને એક નવો રિપોર્ટ આવ્યો છે. આ રિપોર્ટમાં ભારતીયોના ભોજનને લઈને ઘણી મહત્વની જાણકારીઓ આપવામાં આવી છે. આ ઉપરાંત ભારતના લોકો કેવા પ્રકારના ભોજન પર સૌથી વધારે ખર્ત કરે છે. 

માછલીની ખપતમાં વધારો 
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની હાલની રિપોર્ટમાં આ વાત સામે આવી છે કે ભારતમાં માછલીની ખપતમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થઈ છે. રિપોર્ટ અનુસાર ભારતમાં માછલી ખપતમાં વૃદ્ધિનું કારણ વધતી જનસંખ્યા અને લોકોની વધી રહેલી આવક છે. 

આ અભ્યાસ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર અને વર્લ્ડફિશ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં 2005 અને 2006 અને 2019-2021ની તુલના કરવામાં આવી છે. 

માછલી ખાતા લોકોની સંખ્યા 23 કરોડ વધી 
રિપોર્ટ અનુસાર માછલી ખાતા ભારતીયોની સંખ્યા 66% વધીને 72.1% થઈ ગઈ છે. એટલે કે ટકામાં જોઈએ તો લગભગ 6.1 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર ભારતની કુલ આબાદી 134 કરોડ છે જેમાંથી 96.6 કરોડ લોકો માછલી ખાય છે. 

ત્યાં જ માછળી ખાતા લોકોની સંખ્યામાં વધારાની વાત કરીએ તો લગભગ 32 ટકાનો વધારો થયો છે. 2005-2006ના રિપોર્ટમાં માછળી ખાતા લોકોની સંખ્યા લગભગ 73 કરોડ જણાવવામાં આવી હકી. જે વર્તમાનમાં વધીને 96 કરોડ થઈ ચુકી છે. 

રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2019-20 વખતે 5.95 ટકા લોકોએ દરરોજ માછલીનું સેવન કર્યું. ત્યાં જ 34.8 ટકા લોકો અઠવાડિયામાં કમસે કમ એક વખત અને 31.35 ટકા લોકોએ ક્યારેક ક્યારેક જ માછલીનું સેવન કર્યું. રાજ્યવાર તુલના કરવામાં આવે તો ત્રિપુરામાં માછલી ખાતા લોકોની સંખ્યા સૌથી વધારે છે. જ્યારે હરિયાણામાં સૌથી ઓછી છે. 

રિપોર્ટ અનુસાર શહેરી ક્ષેત્રોમાં ગ્રામીણ ક્ષેત્રોની તુલનામાં અઠવાડિયામાં માછલી ખપતની સરેરાશ વધારે છે. શહેરી ક્ષેત્રોમાં આ ગુણોત્તર 42.7 ટકા છે. તેની તુલનામાં ગ્રામીણ ક્ષેત્રોમાં આ ગુણોત્તર 39.8 ટકા છે. જોકે શહેરી ક્ષેત્રોની તુલનામાં ગ્રામીણ ક્ષેત્રોમાં માછલીની ખપત વધારે ઝડપથી વધી છે. 

વધુ વાંચો: દર્દ કે તાવ: પેરાસિટામોલને ખિસ્સાનો ગોળ સમજવાની ભૂલ ન કરતાં, ઘણાખરા લોકો નથી જાણતા હકીકત

ત્યાં જ અન્ય નોન-વેજ ખાદ્ય પદાર્થોની વાત કરવામાં આવે તો ઈંડા ખાતા લોકોની સંખ્યામાં 7.35 ટકાનો વધારો થયો છે. જ્યારે ચિકન કે માંસ ખાતા લોકોની સંખ્યામાં 5.45 ટકાનો વધારો થયો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ