બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Paracetamol taken for fever also gives relief in pain, know how this medicine gives benefit in pain
Last Updated: 11:42 PM, 21 March 2024
તાવ કે દુખાવાની સ્થિતિમાં પેરાસીટામોલની ગોળીઓ લેવી જોઈએ? જો તમને આ પ્રશ્ન પૂછવામાં આવે તો તમારો જવાબ ચોક્કસ જ હશે કે તે તાવની દવા છે. તાવમાં રાહત મેળવવા માટે મોટાભાગના લોકો પેરાસિટામોલનો ઉપયોગ કરે છે. તાવને તરત ઓછો કરવામાં આ દવા ખૂબ જ અસરકારક છે. જો કે, કેટલીકવાર ડોકટરો પીડાના કિસ્સામાં પણ પેરાસીટામોલ દવાની ભલામણ કરે છે.
ADVERTISEMENT
આવી સ્થિતિમાં, લોકો મૂંઝવણમાં આવે છે અને વિચારે છે કે આ દવા તાવને રોકવા માટે આપવામાં આવી હશે. જો કે, તમને જાણીને નવાઈ લાગશે કે પેરાસિટામોલનો ઉપયોગ દુખાવામાં રાહત મેળવવા માટે પણ કરી શકાય છે. હવે તમે વિચારતા હશો કે પેરાસિટામોલ તાવની દવા છે કે દુખાવાની..? ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ.
આ દવા તાવને ઝડપથી કંટ્રોલ કરે છે અને દુખાવામાં પણ રાહત આપે છે
ADVERTISEMENT
તાવ અને દુખાવો બંનેમાં પેરાસિટામોલનો ઉપયોગ કરી શકાય છે. આ દવા તાવને ઝડપથી કંટ્રોલ કરે છે અને દુખાવામાં પણ રાહત આપે છે. તે બળતરા વિરોધી પણ માનવામાં આવે છે. જો કે, આ ટેબ્લેટનો ઉપયોગ માત્ર હળવીથી મધ્યમ પીડામાં જ કરવાની સલાહ આપવામાં આવે છે.
ADVERTISEMENT
પીડા તીવ્ર હોય, ત્યારે આ દવાને બદલે અન્ય ગોળીઓની ભલામણ કરવામાં આવે છે
જ્યારે પીડા તીવ્ર હોય, ત્યારે આ દવાને બદલે અન્ય ગોળીઓની ભલામણ કરવામાં આવે છે. પેરાસીટામોલ અન્ય પેઇનકિલર્સ કરતાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે અને આ જ કારણ છે કે હળવા દુખાવોના કિસ્સામાં પેઇનકિલર્સને બદલે આ દવા લેવી જોઈએ. જો અચાનક તાવ આવે તો પણ આ દવા લેવી સલામત માનવામાં આવે છે. જો કે, પેરાસીટામોલ વધારે લેવાથી ગંભીર આડઅસર થઈ શકે છે.
ADVERTISEMENT
પેરાસિટામોલ સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને પેઇનકિલર તરીકે પણ આપી શકાય છે, પરંતુ આવા લોકોએ ડૉક્ટરની સલાહ વિના આ દવા ન લેવી જોઈએ. જે લોકો લીવર અથવા કિડની સંબંધિત સમસ્યાઓથી પીડિત છે તેઓએ વધુ પડતું પેરાસીટામોલ ન લેવું જોઈએ. આમ કરવાથી તે લોકો માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે.
ADVERTISEMENT
આ લક્ષણો દેખાય તો આ દવા તરત જ બંધ કરવી
જો કોઈ વ્યક્તિને પેરાસિટામોલ લીધા પછી ઝાડા, એલર્જી, ઉબકા, ભૂખ ન લાગવી, ત્વચા પર ચકામા અને ખંજવાળ જેવા લક્ષણો દેખાય, તો આ દવા તરત જ બંધ કરી દેવી જોઈએ. ઉપરાંત, તમારે શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. બધી દવાઓની આડઅસર હોય છે, પરંતુ પેરાસિટામોલ એ એવી દવાઓમાંથી એક છે જેની આરોગ્ય પર સૌથી ઓછી આડઅસર થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.