ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 1 ઓક્ટોબરથી બદલાઇ જશે આ 7 નિયમો, જાણો તમારા ખિસ્સાં પર શું થશે અસર?

photo-story

8 ફોટો ગેલેરી

મોટા ફેરફારો / 1 ઓક્ટોબરથી બદલાઇ જશે આ 7 નિયમો, જાણો તમારા ખિસ્સાં પર શું થશે અસર?

Last Updated: 05:04 PM, 30 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આવતીકાલે 1 October 2026 થી દેશમાં નાણાકીય વ્યવહારો, બેંકિંગ અને ટેક્સ સંબંધી 7 મોટા નિયમો બદલાવા જઈ રહ્યા છે.

1/8

photoStories-logo

1. 1 ઓક્ટોબરથી બદલાઇ જશે આ 7 નિયમો, જાણો તમારા ખિસ્સાં પર શું થશે અસર?

નવું મહિનું શરૂ થવાની સાથે જ સામાન્ય નાગરિકોના ખિસ્સા અને બેંક ખાતાઓ સાથે જોડાયેલા 7 મોટા ફેરફારો અમલી બનવા જઈ રહ્યા છે. 1 October 2026 થી બેંકિંગ સેવાઓ, એટીએમ લિમિટ, એલપીજી સબસિડી, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન, બલ્ક એફડી અને સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ પર નવા નિયમો લાગુ થશે. ઓક્ટોબર મહિનાની શરૂઆત પહેલાં આ તમામ બદલાવો વિશે જાણી લેવું તમારા માટે અત્યંત જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. RBI રેપો રેટ અંગે 7 ઓક્ટોબરે નિર્ણય

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની ત્રણ દિવસીય બેઠક 5 થી 7 ઓક્ટોબર દરમિયાન યોજાશે. 7 ઓક્ટોબરના રોજ રિઝર્વ બેંક દ્વારા નવા રેપો રેટની જાહેરાત કરવામાં આવશે. હાલમાં રેપો રેટ 5.25 ટકા પર છે. જો આ રેટમાં ફેરફાર થશે, તો તેની સીધી અસર ભવિષ્યમાં બેંક હોમ લોન, કાર લોન તેમજ એફડીના વ્યાજ દરો પર જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. બલ્ક એફડીના વ્યાજ દરમાં વધુ પારદર્શિતા

1 ઓક્ટોબરથી બેંકોમાં ₹3 કરોડ કે તેથી વધુ રકમની બલ્ક એફડી (Bulk FD) ના વ્યાજ દરોને લઈને નવો નિયમ લાગુ થશે. બેંકોએ આવી થાપણો પર લાગુ પડતા વ્યાજ દરો અગાઉથી જાહેર કરવા પડશે અને દરરોજ સવારે 10 વાગ્યે નવા દરોની વિગતો અપડેટ કરવી પડશે, જેથી ગ્રાહકોને વધુ પારદર્શિતા મળી રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. UPI ટ્રાન્ઝેક્શન પર MDR લાગુ થશે

15 ઓક્ટોબરથી ₹2,000 થી વધુ રકમના કેટલાક મર્ચન્ટ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર એમડીઆર (MDR) લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે, ₹2,000 સુધીના નાના વ્યવહારો અને નાના વેપારીઓ માટે લાગુ ઝીરો એમડીઆર વ્યવસ્થા યથાવત રહેશે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ થઈ છે, પરંતુ હાલ કોર્ટે તેના પર સ્ટે આપવાનો ઇનકાર કરીને પક્ષકારો પાસે જવાબ માંગ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. LPG સબસિડી માટે આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત

જે ગ્રાહકો ગેસ સિલિન્ડર પર સબસિડી મેળવે છે, તેમણે પોતાનું બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરવું ફરજિયાત રહેશે. જે ગ્રાહકોનું ઓથેન્ટિકેશન બાકી છે, તેમણે સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, જેથી સબસિડી વાળા સિલિન્ડરનું બુકિંગ અટકે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. નાની બચત યોજનાઓના વ્યાજ દરોની સમીક્ષા

પીપીએફ (PPF), એનએસસી (NSC), સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમ, સુકન્યા સમૃદ્ધિ યોજના અને કિસાન વિકાસ પત્ર જેવી સ્મોલ સેવિંગ સ્કીમ્સના વ્યાજ દરોની ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટે સમીક્ષા કરવામાં આવશે. રોકાણકારોની નજર આ દરોમાં થનારા સંભવિત ફેરફારો પર ટકેલી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. NRI પાસે પ્રોપર્ટી ખરીદવી બનશે સરળ

1 ઓક્ટોબરથી અનિવાસી ભારતીય (NRI) પાસેથી પ્રોપર્ટી ખરીદનાર ભારતીય નાગરિકો કે HUF ને ટીડીએસ (TDS) કપાત માટે અલગથી TAN નંબર લેવાની જરૂર રહેશે નહીં. તેઓ પોતાના PAN નંબરનો જ ઉપયોગ કરી શકશે, જેનાથી ટેક્સ સંબંધિત કાગળિયાંની કામગીરી સરળ બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. SBI એટીએમ ટ્રાન્ઝેક્શનના નવા નિયમો

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના કેટલાક સેલેરી પેકેજ ખાતાધારકો માટે અન્ય બેંકોના એટીએમ પરથી ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ પ્રતિ મહિને 5 ટ્રાન્ઝેક્શન રહેશે (નાણાકીય અને બિન-નાણાકીય બંને સામેલ). જ્યારે BSBD ખાતાઓમાં મહિને 4 વાર રોકડ ઉપાડ ફ્રી રહેશે, ત્યારબાદ નિયમ મુજબ ચાર્જ અને GST લાગુ થશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર આ લિમિટ લાગુ પડશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

RBIRepoRate RulesChange LPGSubsidy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ