બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / 7 habits can increase the risk of kidney stones

હેલ્થ / આ 7 ટેવના કારણે શરીર બને છે પથરીનું ઘર, ભૂલ કરી તો તીવ્ર દુખાવા સાથે ઓપરેશન પાક્કું

Published By: Arohi

Last Updated: 03:24 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Habits Can Increase Kidney Stones: ક્યારેક ક્યારેક અમુક આદતોના કારણે કિડનીમાં આ વેસ્ટ પદાર્થ જમા થવા લાગે છે અને પથરીનું રૂપ ધારણ કરી લે છે. કિડનીની પથરીથી ખૂબ જ દુખાવો થાય છે. એવામાં આવો જાણીએ કે તેનાથી બચવા માટે કઈ આદતોમાં સુધાર કરવો જોઈએ.

કિડની આપણા શરીરના સૌથી જરૂરી અંગોમાંથી એક છે. આ લોહીને સ્વચ્છ કરીને શરીરમાંથી વેસ્ટ પદાર્થ બહાર કરી નાખે છે. પરંતુ ક્યારેક ક્યારેક અમુક આદતોના કારણે કિડનીમાં આ વેસ્ટ પદાર્થ જામવા લાગે છે જે ધીરે ધીરે કડક થવા લાગે છે અને પથરીનું રૂપ લઈ લે છે. કિડનીની પથરી ખૂબ જ દર્દનાક હોય છે. એવામાં આવો અમે તમને જણાવીએ કે તેનાથી બચવા માટે કઈ આદતોમાં સુધાર કરવો જોઈએ. 

પાણી ઓછુ પીવું 
શરીરમાં પાણીની કમી થવાના કારણે પેશાબ જાડો થઈ જાય છે. જેનાથી પથરી બનવાનો ખતરો રહે છે. માટે એ કહેવું ખોટુ નથી કે ઓછુ પાણી પીવાથી કિડનીમાં પથરી થવાનું રિસ્ક વધી જાય છે. તેના માટે રોજ પર્યાપ્ત પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. પાણી પીવાની સૌથી સારી રીત છે કે તમે આખો દિવસ થોડા થોડા પ્રમાણમાં વારંવાર પાણી પીતા રહો. 

કેલ્શિયમનું ઓછુ સેવન 
કેલ્શિયમની કમી કિડનીમાં પથરીનો ખતરો વધારી શકે છે. શરીરમાં કેલ્શિયમની કમીના કારણે કિડનીમાં પથરી બનવા લાગે છે. માટે એક્સપર્ટ્સથી લઈને બધા ડાઈટિશિયન સલાહ આપે છે કે બેલેન્સ ડાયેટ લો. તેનાથી શરીરને બધા પૌષ્ટિક તત્વ સરળતાથી મળી જાય છે. 

સોડિયમનું વધારે સેવન 
વધારે પ્રમાણમાં સોડિયમ એટલે કે મીઠાનું સેવન કિડનીને પેશાબ દ્વારા વધારે કેલ્શિયમ બહાર કાઢવા માટે મજબૂર કરે છે. આ વધારે કેલ્શિયમ પથરીનું રૂપ લઈ શકે છે. માટે ભોજનમાં મીઠાનું પ્રમાણ થોડુ ઓછુ રાખો. 

વધારે પ્રમાણાં માંસાહાર 
માંસ, ઈંડા, માછલી વગેરે પ્રોટીનના સારા સ્ત્રોત હોય છે. પરંતુ તેનું વધારે સેવન પણ કિડનીમાં પથરીના ખતરાને વધારી શકે છે. હકીકતે વધારે પ્રોટીનથી શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે. જે પથરીનું એક મુખ્ય કારણ છે.

વધારે પ્રમાણમાં ઓક્સલેટ યુક્ત ફૂડ પ્રોડક્ટ ખાવી 
પાલક, બિટ, ચોકલેટ અને કાજુ વગેરેમાં ઓક્સાલેટ નામનું તત્વ મળી આવે છે. જે વધારે પ્રમાણમાં ઓક્સાલેટનું સેવન યુરિનમાં કેલ્શિયમ ઓક્સાલેટ ક્રિસ્ટલ બનાવી શકે છે. જે આગળ જઈને પથરીનું રૂપ લઈ શકે છે. તેના માટે શાકભાજીને મર્યાદિત માત્રામાં ખાવું જોઈએ. 

સ્થૂળતા 
વધારે સ્થૂળતા પણ કિડનીમાં પથરીનું કારણ બની શકે છે. સ્થૂળતાથી શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી શકે છે. સાથે જ બ્લડ શુગર લેવલ પણ વધી શકે છે. જે કિડનીના સ્વાસ્થ્ય માટે ઠીક નથી. 

વધુ વાંચો: ખરાબ કોલેસ્ટ્રોલ શરીરમાં વધતાં જ સ્કીન પર જોવા મળશે 5 લક્ષણ, જાણી લેજો નહીંતર જીવ પર આવશે

બીજ વાળા ફ્રૂટ પ્રોડક્ટ્સ 
એક્સપર્ટ્સ અનુસાર બીજ વાળા ફૂડ પ્રોડક્ટ્સ વધારે ખાવાથી કિડનીના સ્વાસ્થ્ય પર અસર પડે છે. રિંગળ, ટામેટા જેવા બીજ વાળા શાકભાજીમાં ઓક્સાલેટ વધારે હોય છે. એવામાં જો કોઈ સમસ્યા નથી છતાં આ શાકભાજીને મર્યાદીત પ્રમાણમાં ખાવા જોઈએ. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Habit Health News kidney stones કિડની સ્ટોન Health News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ