બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત ગણેશ પંડાલ પર પથ્થર મારનાર 6 લોકોની ધરપકડ, અન્ય 27 પણ સકંજામાં, રાત્રે થયો હતો ભારે હંગામો
Last Updated: 07:40 AM, 9 September 2024
સુરતમાં ગઇકાલે સૈયદપુરા વિસ્તારમાં કોમી શાંતિ ડહોળાવાની ઘટના બની હતી, જેમાં થોડા યુવકોએ ગણપતિ મંડપ પર પથ્થર ફેંક્યા હતા. આ ઘટના બાદ સ્થાનિક હિંદુ સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ADVERTISEMENT
#WATCH | Surat: Gujarat Home Minister Harsh Sanghvi says, "In the Sayedpura area of Surat, today 6 people pelted stone on the Ganesh Pandal...All these 6 people were arrested and the police have also arrested the other 27 people who were involved in encouraging such… https://t.co/eajyY1ngWy pic.twitter.com/dgPNib18pV
— ANI (@ANI) September 8, 2024
આ ઘટના બાદ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 27 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેઓ આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં સામેલ હતા.
ADVERTISEMENT
સુરતમાં મોડી રાતે પથ્થરમારાની ઘટના બાદ જે મંડપ પર પથ્થરમારો થયો હતો ત્યાં મોડી રાત્રે આરતી કરવામાં આવી હતી. ગૃહરાજ્યમંત્રી અને પોલીસ કમિશનરે રાત્રે 2 વાગ્યે ત્યાં આરતી કરી હતી અને એ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આવપયુ હતું કે ગુજરાતની શાંતિને ઠેસ પહોંચે તે નહીં ચલાવવામાં આવે, પથ્થર મારાની આ ઘટનામાં કોઈને છોડવામાં નહીં આવે અને સુરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડક કાર્યવાહી કરવામાં આવશે.
સુરતના સૈયદપૂરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં કાંકરીચાળાના મામલે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે કેટલાક લોકોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો, જેના પગલે અથડામણ થઈ હતી. પોલીસે તેમને તરત જ ત્યાંથી હટાવ્યા હતા. વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જરૂર જણાય ત્યાં લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો. શાંતિ ભંગ કરનારા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે અને ચારે બાજુ લગભગ 1000 પોલીસકર્મીઓ તૈનાત છે.
ગઇકાલે રાત્રે રીક્ષામાં આવી ત્રણ યુવકોએ અચાનક ગણપતિ પંડાલ પર પથ્થર ફેંક્યા હતા. ગણપતિ મંડપ પર પથ્થરો ફેંકી બન્ને યુવકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.. જો કે સ્થાનિક લોકોએ બન્ને યુવકોને ઝડપી લીધા હતા અને બન્ને યુવકોને મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT