ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં 5, નાલંદામાં 9 તો મહેસાણામાં 2નાં મોત, જ્યારે મંગળ બન્યો 'અમંગળ'!

અરેરાટી / સુરતમાં 5, નાલંદામાં 9 તો મહેસાણામાં 2નાં મોત, જ્યારે મંગળ બન્યો 'અમંગળ'!

Published By: Vishal Khamar

Last Updated: 06:06 PM, 31 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજરાત સહિત દેશના કેટલાક વિસ્તારોમાં સર્જાયેલી મોટી દુર્ઘટનાને લીધે મંગળવાર અમંગળ સાબિત થયો.

ADVERTISEMENT

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મકાનમાં આગ લાગતા 5 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. આ ઘટનામાં 4 મહિલાઓ અને એક બાળકનું મોત નીપજ્યું છે. મીઠી ખાડી વિસ્તારના બેઠી કોલોનીમાં આવેલા મકાનમાં અચાનક આગ લાગી હતી. મકાનમાં સાડીના પેકેજિંગનું કામ ચાલતું હતું. અહીં પેકેજિંગ માટે વપરાતા ફોર્મને કારણે આ આગ વધુ વિકરાળ બની હતી.

મંદિરમાં ભાગદોડ થતાં 9 લોકોના મૃત્યુ નીપજ્યા

આ ઉપરાંત બિહારના નાલંદામાં પણ મંદિરમાં ભાગદોડ થતાં 9 લોકોના મૃત્યુ નીપજ્યા.અહીં મઘડામાં શીતળાષ્ટમીના પર્વને લઇને મંદિરમાં લોકો ઉમટ્યા હતા, આ દરમિયાન અચાનક ભાગદોડ મચી ગઈ હતી અને અફરાતફરી સર્જાઈ હતી. જે બાદ પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

આ પણ વાંચોઃ 8 મહિના બાદ ફરીથી ખુલ્લો મુકાશે વડોદરાનો ગંભીરા બ્રિજ

પદયાત્રીઓને બેફામ ટ્રક ચાલકે અડફેટે લીધા

તેમજ મહેસાણામાં પગપાળા સંઘના 8 પદયાત્રીઓને બેફામ ટ્રક ચાલકે અડફેટે લેતા 8માંથી 2 પદયાત્રીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. જ્યારે અન્ય 6 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat city Surat Surat fire death

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ