બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / 4-tips-to-earn-from-internet

NULL / ઓછી મહેનતમાં વધુ કમાણી કરાવશે ઇન્ટરનેટ

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ઇન્ટરનેટ માત્ર એન્ટરટનમેન્ટનું સાધન નથી. તમે ઇન્ટરનેટ પરથી ઇન્ફોર્મેશન તો મેળવી શકો છો પણ ઇન્ટરનેટ તમને અનેક તકો પણ પુરી પાડી શકે છે. અને તમે પૈસા પણ કમાઈ શકો છો. તમારે થોડીક કમિટમેન્ટ અને મહેનતની જરૂર છે.

સોશ્યલ મીડિયાનો ઉપયોગ:

તમે ફેસબુક ટ્વિટર ઈન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવી સોશ્યલ મીડિયા સાઈટ્સથી રૂપિયા કમાઈ શકો છો. અનેક લોકો અને ગ્રુપ્સે અભિવ્યક્તિ માટે સોશ્યલ મીડિયાને માધ્યમ બનાવ્યુ છે. તે અલગ અલગ સોશ્યલ નેટવર્ક્સ પર સેલિબ્રિટી બની ગયા છે. તમે પણ કોઈ એક પ્લેટફોર્મ પસંદ કરીને શરૂઆત કરી શકો છો. ત્યારબાદ અન્ય નેટવર્ક સાથે જોડાઈ શકો છો. સોશ્યલ નેટવર્ક પર પોપ્યુલારિટી વધે પછી તમે સ્પોન્સર્ડ પોસ્ટ્સના માધ્યમથી કમાણી કરી શકો છો. પણ યાદ રાખો કે આમાં વધારે સમય લાગશે તમારે ઘણું સારું ફેન ફૉલોઇંગ હોવું જોઇએ છે જે તમારી પોસ્ટને શેર કરે.

બ્લૉગ શરૂ કરો:

ધીરે ધીરે બ્લૉગિંગ લાઇમલાઇટમાં આવી રહ્યુ છે. એવા અનેક ફુલ ટાઈમ બ્લોગર્સ છે જે બ્લોગના માધ્યમથી લાખો રુપિયાની કમાણી કરે છે. પણ આના માટે મહેનત કરવી પડે છે અને સમય પણ લાગે છે. એક વાત સમજવી જોઈએ કે બ્લોગ તમને તાત્કાલિક રૂપિયા નહી અપાવી શકે. એક વર્ષથી વધારે સમય રાહ જોવી પડે છે પછી કમાણી શરૂ થાય છે. એક વાર તમારા બ્લોગ પર પુરતા પ્રમાણમાં વિઝિટર આવવા લાગે તો તમને જાહેરાત સ્પોન્સર્ડ કન્ટેન્ટ અને માર્કેટિંગથી રૂપિયા મળી શકે છે. બ્લોગ શરૂ કરવા માટેની બે રીતો છે. વર્ડપ્રેસ અથવા ટંબલર જેવી વેબસાઈટ્સને ફ્રી બ્લોગ માટે વાપરો અથવા તો પોતાનો સેલ્ફ બ્લોગ શરૂ કરી શકો છો..

ફ્રીલાન્સિંગ કરો:

જો તમારી પાસે સ્કિલ છે તો ફ્રીલાન્સ કામ મેળવવું તમારા માટે સરળ બની જશે અનેક એવી વેબસાઈટ્સ છે જે ફ્રીલાન્સ કામ પુરૂ પાડે છે. દરેક અસાઈમેન્ટ પર 3500 રૂપિયાથી 65000 રૂપિયા સુધીની કમાણી થાય છે. આ વેબસાઈટ્સ પર ટાસ્ક અલગ અલગ કેટેગરી પ્રમાણે લિસ્ટ થયા હોય છે. તમે તમારી સ્કિલ પ્રમાણે ટાસ્ક માટે અપ્લાય કરી શકો છો. પણ રૂપિયા ત્યારે જ મળે છે જ્યારે ટાસ્ક પૂરુ થાય છે અને અપ્રુવ થાય છે. ક્લાયન્ટની જરૂરિયાત પ્રમાણે ટાસ્કને રિવાઈઝ પણ કરવા પડે. આ સાથે જ વેબસાઈટ કમાણીનો થોડો ભાગ કમિશન તરીકે પોતાની પાસે પણ રાખી શકે છે. માટે ઓનલાઈન ફ્રીલાન્સિંગ કરો તો પેમેન્ટ પોલિસી ધ્યાનથી વાંચવી.

યૂટ્યૂબ સ્ટાર બનો:

અનેક લોકો માટે યૂટ્યુબ કમાણીનું માધ્યમ બની ગયું છે. વિડીયો રેકોર્ડ કરવા માટે તમારે પ્રોફેશનલ ઈક્વિપમેન્ટ અથવા તો પ્રોપર સેટ-અપની પણ જરુર નથી. એક મિડ-રેન્જ સ્માર્ટફોન તમારું આ કામ સરળ બનાવી દેશે. તમારે એક યૂટ્યૂબ ચેનલ બનાવવાની રહેશે. તમારી ચેનલ ફેમસ થાય અને સબસ્ક્રાઈબર્સની સંખ્યા વધી જાય તો કમાણીની તકો પણ વધી જાય છે. એક કેટગરી અથવા સબજેકટ નક્કી કરો જેના વિશે તમે વિડીયો ક્રિએટ કરીને શેર કરવા માંગો છો. એક વાર તમે ફેમસ થઈ જાઓ તો બ્રાન્ડ્સ તમને પ્રોડક્ટ્સ માટે પેમેન્ટ કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ