બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ફેશન અને સૌંદર્ય / 4 mistakes after eating meals as they cause stomach problems and weight gain

લાઇફસ્ટાઇલ / જમ્યા બાદ તુરંત ક્યારેય ન કરવા જોઇએ આ 4 કાર્યો, નહીં તો થઇ શકે છે અનેક શારીરિક મુશ્કેલીઓ

Bijal Vyas

Last Updated: 01:49 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણીવાર લોકો ખાવાનું ખાધા પછી તરત જ કેટલીક સામાન્ય ભૂલો કરે છે, જે મોટી મુશ્કેલીનું કારણ બની જાય છે. આવી સ્થિતિમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

  • ખોરાક ખાધા પછી તરત જ એક્સરસાઇઝ કરવાનું ટાળવું જોઈએ
  • ખોરાક ખાધા પછી તરત જ પુષ્કળ પાણી પીવાથી પાચન પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે
  • ડિનર સૂવાના ઓછામાં ઓછા 2 થી 3 કલાક પહેલાં કરી લેવું જોઈએ

Upset Stomach Causes: જો ભોજનથી જોડાયેલી થોડી પણ ભૂલ થઈ જાય તો તે પેટના સ્વાસ્થ્ય પર ભારે અસર કરે છે. આ ભૂલો માત્ર પેટ પર જ નહીં વજન પર પણ અસર કરે છે. અપચો, પેટ ફૂલવું, એસિડિટી, પેટમાં દુખાવો, ઉબકા, ગેસ બનવો અથવા પેટ વધવું જેવી કેટલીક સમસ્યાઓ છે જે ખોરાક સાથે સંબંધિત છે અને ખાવાની ભૂલોને કારણે વધે છે. આવી સ્થિતિમાં, જાણો ક્યા કાર્યો ન કરવા જોઈએ અથવા ખોરાક ખાધા પછી તરત જ કયા કાર્યો કરવાના ટાળવા જોઈએ.

ભોજન બાદ અમુક કાર્યો કરવાના ટાળવા જોઇએ
વધુ પડતુ પાણી પીવુ 

જો તમે એવા લોકોમાંથી છો કે જેઓ ખોરાક ખાધા પછી જરૂરિયાત કરતા વધુ પાણી પીવે છે, તો તમે ભૂલ કરી રહ્યા છો. ખોરાક ખાધા પછી તરત જ પુષ્કળ પાણી પીવાથી પાચન પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે અને પાચન તંત્ર માટે ખોરાકને તોડવામાં અથવા પેટના એસિડને પાતળું કરવું મુશ્કેલ બને છે. તેથી, ખોરાક ખાધા પછી હાઇડ્રેશન માટે જરૂરી હોય તેટલું પાણી પીવો. ખોરાક ખાધાના અડધા કલાક પછી વધુ પાણી પી શકાય છે.

Topic | VTV Gujarati

એક્સરસાઇઝ કરવી
એક્સરસાઇઝ કરવી સારી આદત છે પરંતુ ખોરાક ખાધા પછી તરત જ એક્સરસાઇઝ ના કરવી જોઇએ. જો ખોરાક ખાધા પછી તરત જ એક્સરસાઇઝ કરવામાં આવે તો બ્લડ ફ્લૂની અસર થાય છે, પાચનતંત્ર પ્રભાવિત થાય છે અને પેટમાં દુખાવો પણ શરૂ થાય છે. એટલા માટે ખોરાક ખાધા પછી તરત જ એક્સરસાઇઝ કરવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન તમે હળવું વૉકિંગ કરી શકો છો.

સુઇ જવુ 
જો તમે ખોરાક ખાધા પછી તરત જ સૂઈ જાઓ છો, તો શક્યતા છે કે, તમને પેટમાં દુખાવો શરૂ થઈ શકે છે. આનું કારણ એ છે કે, નીચે સૂવાથી પેટ દબાય છે અને પાચનતંત્રને અસર કરે છે અને તેનાથી હાર્ટબર્ન અને એસિડિટી થઈ શકે છે. જેના કારણે વજનમાં પણ વધારો જોવા મળે છે. તેથી એવું કહેવાય છે કે છેલ્લું ભોજન એટલે કે ડિનર સૂવાના ઓછામાં ઓછા 2 થી 3 કલાક પહેલાં કરી લેવું જોઈએ.

Topic | VTV Gujarati

કેફીનનું સેવન 
જ્યારે દિવસ દરમિયાન તમે ચા કે કોફી પીતા હોવ ત્યારે તેની વધારે અસર થતી નથી, પરંતુ જો તમે ખોરાક ખાધા પછી તરત જ કેફીનનું સેવન કરો છો તો તેનાથી પેટ ખરાબ થઈ શકે છે. આ સિવાય જમ્યા પછી તરત જ કેફીનનું સેવન કરવાથી પોષક તત્વો શરીરમાં યોગ્ય રીતે એબ્ઝોર્વ કરી શકતા નથી.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ