ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસે ફેલાવી દહેશત, નિપજ્યાં 4 બાળકોના મોત, તંત્ર દોડતું થયું

સાચવજો! / સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસે ફેલાવી દહેશત, નિપજ્યાં 4 બાળકોના મોત, તંત્ર દોડતું થયું

Last Updated: 01:39 PM, 13 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sabarkantha Chandipuram Virus Latest News : સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસે ફેલાવી દહેશત, સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરમ વાયરસથી 4 બાળકોના મોત, તંત્ર દ્વારા તમામ બાળકોના રિપોર્ટ પુના મોકલાયા

ADVERTISEMENT

Sabarkantha Chandipuram virus : કોરોનાકાળ તો આપણે બધા ભૂલ્યા નહિ હોય પણ હવે એક નવા વાયરસને કારણે સાબરકાંઠા જિલ્લામાં 4 બાળકોના મોતથી હાહાકાર મચી ગયો છે. આ નવા વાયરસને લઈ હાલ તો આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. વાસ્તવમાં ચાંદીપુરમ નામના વાયરસથી 4 બાળકોના મોત થયાનું સામે આવ્યું છે. આ તરફ હવે તંત્ર દ્વારા પર આ તમામ રિપોર્ટ પૂના ખાતે મોકલવામાં આવ્યા છે. આ તરફ હવે સાવચેતીના ભાગરૂપે જિલ્લાના અધિકારીઓને ગાંધીનગરમાં બેઠક કરી છે.

ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં નવા વાયરસને કારણે 4 બાળકોના મોતથી ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. વિગતો મુજબ સાબરકાંઠાની સિવિલ હોસ્પિટલમાં 4 બાળકોના ચાંદીપુરમ નામના વાયરસથી મોત થતાં જિલ્લામાં હડકંપ મચી ગયો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ 4 મૃતકોમાં ખેડબ્રહ્મા તાલુકાના દીથલી ગામના એક બાળક, અરવલ્લીના બે બાળકો અને રાજસ્થાનથી સારવાર માટે લવાયેલા 1 મળી કુલ 4 બાળકોના મોત થયા છે.

વધુ વાંચો : એક તરફ ગુજરાતમાં વરસાદની 'ભારે' આગાહી, છતાંય કેમ ખેંચાઇ રહ્યું છે ચોમાસું, જાણો અંબાલાલના મતે

મહત્વનું છે કે, રાજસ્થાનની વધુ સારવાર માટે લવાયેલ 2 બાળકો પૈકી એકનું તો મોત થયું પણ અન્ય એક બાળકની હાલ સારવાર ચાલી રહી છે. આ સાથે ચાંદીપુરમ વાયરસથી અસરગ્રસ્ત આ બાળક હાલ સ્વસ્થ હોવાનું પણ સામે આવ્યું છે. આ બધાની વચ્ચે અચાનક 4 બાળકોના ચાંદીપુરમ વાયરસને કારણે મોત થતાં પરિજનો શોકમગ્ન બન્યા છે. આ તરફ સ્થાનિક આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું અને હાલ તમામ રિપોર્ટ ખાતે મોકલી આપ્યા તો જિલ્લાના અધિકારીઓ ગાંધીનગરમાં આ અંગે બેઠક પણ કરી હોવાનું સામે આવ્યું છે.

ટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chandipuram Virus Sabarkantha Chandipuram virus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ