બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / એક તરફ ગુજરાતમાં વરસાદની 'ભારે' આગાહી, છતાંય કેમ ખેંચાઇ રહ્યું છે ચોમાસું, જાણો અંબાલાલના મતે
Last Updated: 12:34 PM, 13 July 2024
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહીને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ઋતુચક્રમાં ફેરફારને પગલે વરસાદ ખેંચઈ રહ્યો હોવાનું તારણ સામે આવ્યું છે. હાલ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી તા. 17 થી 24 જૂલાઈ સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતનાં ડાંગ, વલસાડ જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, પંચમહાલ, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છનાં દરિયાકાંઠાનાં ભાગોમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં ઓગસ્ટ મહિનામાં લાનોની અસર ફાયદાકારક થશે.
ADVERTISEMENT

પશ્ચિમ મહાસાગરમાં જળ વાયુ તટસ્થ છે
ADVERTISEMENT
ઋતુચક્રમાં ફેરપાર પણ વરસાદ ખેંચાવાનું કારણ હોઈ શકે છે. પશ્ચિમ મહાસાગરમાં જળવાયુ તટસ્થ છે. દક્ષિણ પશ્ચિમ અરબ સાગર તટસ્થ છે. લાનીનો અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. જો લાનીનો ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસમાં બને તો ઋતુ પરિવર્તન જેવું ગણાશે. જ્યાં સુધી વેપાર વાયુ બરાબર ન થાય અને બંગાળનાં ઉપસાગર વહન મજબૂત ન થાય અને અરબ સાગરનું વહન મજબૂત ન થાય તો સારા વરસાદની ગણતરી મૂકી શકાય નહી.
મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થાય
ADVERTISEMENT
આગામી 17 જુલાઈ 24 જુલાઈ સુધીમાં ભારે વરસાદ થાય છે. વડોદરા, આણંદ, પાદરા, જંબુસર, બોડેલી, કરજણ આ ભાગોમાં ભારે વરસાદ થાય છે. અમદાવાદનાં ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલનાં ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. અરવલ્લી, મોડાસાનાં ભાગોમાં સારો વરસાદ અને ભારે વરસાદની શક્યતા છે.
ADVERTISEMENT
વરસાદ ની ગતિવિધિ 17 જુલાઈ થી શરૂ થશે
ઉત્તર ગુજરાતમાં ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જામનગરનાં કેટલાક ભાગોમાં વરસાદ થયો છે. અને કેટલાક ભાગોમાં વરસાદ થયો નથી. તે પણ ભાગમાં વરસાદ થશે. ઉત્તર સૌરાષ્ટ્રનાં ભાગો સહિત કચ્છનાં ભાગોમાં વરસાદ થશે. વરસાદની ગતિવિધિ 17 જુલાઈથી શરૂ થશે.
ADVERTISEMENT
ટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.