બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 3 killed 213 injured in Turkey Syria Earthquake gujarati news

Turkey Syria Earthquake / ફરીવાર ધરતીકંપથી ધ્રુજી તુર્કીયે-સીરિયાની ધરા, 6.4ની તીવ્રતાનો આંચકો આવતા 3નાં મોત, 200થી વધુ ઘાયલ

Published By: Dhruv

Last Updated: 07:48 AM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધુ એકવાર તુર્કીયે-સિરીયામાં ભૂકંપ આવતા લોકોમાં ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. 6.4ની તીવ્રતાનો આંચકો આવતા 3 લોકો મોતને ભેટ્યાં છે.

  • ફરીવાર ભૂકંપથી ધ્રુજી તુર્કીયે-સીરિયાની ધરા
  • 6.4ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ફફડાટ
  • દુર્ઘટનામાં 3 લોકોના મોત અને 200થી વધુ ઘાયલ

તુર્કીયે અને સીરિયાની ધરતી ફરીવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી છે. તુર્કીયેમાં સોમવારના રોજ (20 ફેબ્રુઆરીએ) 14 દિવસ બાદ ફરીવાર ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપમાં 3 લોકોના મોત પણ નિપજ્યાં છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ ધરતીકંપ તુર્કીયેના દક્ષિણ હટે પ્રાંતમાં આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 નોંધવામાં આવી છે. વધુમાં જણાવી દઇએ કે, ભૂકંપનું કેન્દ્રબિંદુ દક્ષિણ તુર્કીના અંતાક્યા શહેર નજીક હતું. સીરિયા, ઇજિપ્ત અને લેબનોનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

તુર્કીયે-સીરિયામાં 14 દિવસ બાદ ફરીવાર ધરતીકંપ
અનાદોલુ એજન્સીએ તુર્કીયેના ગૃહ પ્રધાન સુલેમાન સોયલુને ટાંકીને જણાવ્યું હતું કે, તુર્કીયેના દક્ષિણી હટે પ્રાંતમાં તાજેતરમાં આવેલા ભૂકંપના આંચકાથી ઓછામાં ઓછાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે 213 અન્ય ઘાયલ થયા હતા. રાષ્ટ્રપતિ રેસેપ તઇપ એર્દોગને સોમવારે હટે પ્રાંતની મુલાકાત પણ લીધી હતી તેમજ જણાવ્યું હતું કે, 'તેમની સરકાર આવતા મહિનાની શરૂઆતમાં ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં લગભગ 2,00,000 નવા ઘરો બાંધવાનું શરૂ કરશે.

તુર્કીયે-સીરિયામાં 47 હજારથી વધુના મોત
તુર્કીયે અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપમાં 47 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હજારો મકાનોને નુકસાન થયું છે. દુનિયાભરના દેશો તુર્કી અને સીરિયામાં રાહત અને બચાવ કામગીરી ચલાવી રહ્યા છે. ભૂકંપ પીડિતોને આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા છે. વિનાશક ભૂકંપમાં લાખો લોકો બેઘર બન્યા છે. સીરિયાના કેટલાક વિસ્તારોમાં વિદ્રોહીઓ સાથેની લડાઈને કારણે રાહત સામગ્રી મોકલવામાં મુશ્કેલી પડી રહી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Earthquake in Turkey Syria Turkey Syria Earthquake syria earthquake news turkey earthquake news Turkey Syria Earthquake

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ