બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 3 accused who robbed BJP MLA's house in Bhiloda in Sakanja

ખુલાસો / સાવધાન.! ભિલોડામાં ભાજપના MLAના ઘરે લૂંટ કરનારા 3 આરોપી સકંજામાં, ધારાસભ્ય સાથે થયો વિશ્વાસઘાત, જુઓ કોણ નીકળ્યું ચોર

Vishal Khamar

Last Updated: 08:20 PM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભિલોડામાં ભાજપનાં ધારાસભ્યનાં ઘરે લૂંટ થયેલ લૂંટને ભેદ ઉકેલાયો છે. જેમાં ઘરમાં જ કામ કરતા ઘરઘાટીએ જ લૂંટનું ષડયંત્ર ઘડ્યું હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. અરવલ્લી પોલીસે 23 દિવસ બાદ આરોપીઓને ઝડપ્યા છે.

  • ભિલોડામાં ભાજપનાં ધારાસભ્યનાં ઘરે થયેલ લૂંટનો મામલો
  • ઘરમાં કામ કરતા ઘરઘાટીએ જ લૂંટનું ષડયંત્ર ઘડ્યું હતું
  • અરવલ્લી પોલીસે 23 દિવસ બાદ આરોપીઓને ઝડપ્યા

ભિલોડામાં ભાજપનાં ધારાસભ્યનાં ઘરે લૂંટ થયેલ લૂંટને ભેદ ઉકેલાયો છે. જેમાં ઘરમાં જ કામ કરતા ઘરઘાટીએ જ લૂંટનું ષડયંત્ર ઘડ્યું હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.  અરવલ્લી પોલીસે 23 દિવસ બાદ આરોપીઓને ઝડપ્યા છે. 

શેફાલી બરવાલ (અરવલ્લી જિલ્લા પોલીસ વડા )

ઘરમાં કામ કરતા ઘરઘાટીએ જ રચ્યું લૂંટનું ષડયંત્ર
આ બાબતે અરવલ્લી જીલ્લા પોલીસ વડા શેફાલી બરવાલએ જણાવ્યું હતું કે, અરવલ્લીમાં ભાજપનાં ધારાસભ્ય પી.સી.બરંડાનાં ઘરમાં 23 દિવસ પહેલા લૂંટ થઈ હતી. ત્યારે ધારાસભ્યનાં ઘરમાં લૂંટ થતા પોલીસ દોડતી થઈ જવા પામી હતી. પોલીસ દ્વારા ધારાસભ્યનાં ઘરમાં લૂંટ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં પોલીસને 23 દિવસ બાદ સફળતા મળી છે. આ લૂંટમાં જીલ્લા એલસીબી પોલીસે 3 લોકોને ઝડપ્યા છે. ધારાસભ્યનાં ઘરમાં ઘરઘાટી તરીકે કામ કરતા નોકરે અન્ય ત્રણ લોકો સાથે મળી લૂંટનું ષડયંત્ર રચ્યું હતું. ગત 15 સપ્ટેમ્બરનાં રોજ 15 તોલા સોનું અને 40 હજારની લૂંટ કરી હતી. પોલીસે 6 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. તેમજ હજુ એક આરોપી ફરાર છે જેને પકડવાની કવાયત તેજ છે. 

MLAના પત્નીને બંધક બનાવી કરી હતી લૂંટ 
ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના પત્નીને ઘરમાં જ બંધક બનાવી અજાણ્યા ઇસમો દ્વારા લૂંટ કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ તરફ લૂંટારા સોના-ચાંદી અને રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાને લઈ MLA પી.સી.બરંડા ગાંધીનગરથી વતન પહોંચ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ